16/12/2025
*લાભદાયક સંકલ્પો*
1. હું બ્રશ કરતી વખતે નળ ખુલ્લો નહીં રાખું.
2. હું મારી થાળીમાં જમવાનું રહેવા નહીં દઉં, તેમજ અન્નનો બગાડ પણ નહિં કરું.
3. હું પેપરની બંને સાઈડનો ઉપયોગ કરીશ અને એક સાઈડ વપરાયેલ પેપરની બીજી સાઈડનો પણ ઉપયોગ કરીશ. કાગળ બચાવવાનો પૂરતો પ્રયત્ન કરીશ
4. હું કચરો ગમે ત્યાં નહીં ફેકું.
5. હું વપરાશમાં ના હોય એવા બધા જ ડિવાઇસ તેમજ ચાર્જરની સ્વીચ તરત જ બંધ કરી દઈશ.
6. હું AC, RO કે વોશિંગ મશીનમાંથી નીકળતા પાણીનો ફરીથી ઉપયોગ કરીશ...
7. હું નાહવા માટે ફુવારાની જગ્યાએ નાની ડોલ અને ટમલરનો ઉપયોગ કરીશ.
8. હું જ્યારે પણ ઘરની બહાર નીકળીશ ત્યારે કપડાની બેગ લઈને જ નીકળીશ.
9. હું જ્યારે પણ બહાર જઈશ ત્યારે મારી સાથે મારી પાણીની બોટલ રાખીશ.
10. હું મારા વાહનોને ધોવાની જગ્યાએ, ભીના કટકાથી તેની સફાઈ કરીશ.
11. હું દૂધનું પાઉચ કે કોઈપણ પેકેટ કાપતી વખતે તેના ઉપરનો કટપીસ એમાં જ લટકતો રહે એવી રીતે એને કાપીશ.
12. હું પ્લાસ્ટિકના પેકેટમાં થયેલ નાસ્તાનો ઉપયોગ ટાળીશ.
13. હું લાઈટ પંખાનો ઓછામાં ઓછો ઉપયોગ કરવા, બારી-બારણા ખોલીને કુદરતી હવા અને સૂર્યપ્રકાશનો ઉપયોગ વધારીશ.
14. હું પક્ષીઓ માટે ઘરના આંગણે પાણીનું બાઉલ રાખીશ અને તેમના માટે ચણ નાખીશ.
15. હું નજીકના અંતરે જવા ચાલીને જઈશ અથવા સાઈકલનો ઉપયોગ કરીશ.
16. હું સિગ્નલ પર કે કોઈક લાઈનમાં રાહ જોવાની હોય ત્યારે મારા વ્હિકલનું એન્જિન બંધ કરી દઈશ.
17. હું એસીનો વપરાશ ઘટાડીશ અને એને જ્યારે વાપરીશ ત્યારે 24 થી 26 ડિગ્રી પર રાખીશ.
18. હું યુઝ એન્ડ થ્રો વસ્તુઓનો વપરાશ કરવાની જગ્યાએ reusable વસ્તુઓ જ વાપરીશ.
19. હું આજથી ઓછામાં ઓછું એક ડોલ પાણી બચાવવાનો પ્રયત્ન કરીશ.
20. હું મારા પરિવારના ખાસ દિવસોમાં એક એક છોડ ઉગાડીશ જ.
21.હું રોંગસાઈડમાં વ્હિકલ ચલાવીશ નહીં
22. હું પર્યાવરણને બચાવવા માટે અથાક પ્રયત્ન કરીશ.
🙏🙏🙏