26/04/2026
શ્રી ગોપાલભાઈ વિષ્ણુભાઈ ઘેલાણી (પોલિસ કોન્સ્ટેબલ,ઈસનપુર પોલીસ સ્ટેશન,અમદાવાદ)
શ્રી ગોપાલભાઈ વિષ્ણુભાઈ ઘેલાણી (પોલિસ કોન્સ્ટેબલ,ઈસનપુર પોલીસ સ્ટેશન, અમદાવાદ) જે ગુજરાત પોલીસ જેવી ગૌરવશાળી અને શિસ્તબદ્ધ સેવામાં ફરજ બજાવી રહ્યા છે, તેઓ દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે રઘુવંશી સેવા સમાજ ટ્રસ્ટ ગાંધીનગરને 1111/- રૂપિયાનું અનુદાન આપીને સમાજસેવાનો સુંદર સંદેશ આપ્યો છે.
પોલીસની નોકરી એટલે જવાબદારી, ફરજ અને સમર્પણ, દિવસ-રાત જનસેવામાં વ્યસ્ત રહેતા હોવા છતાં તેઓ સમાજ માટે સમય અને સંપત્તિ અર્પણ કરે છે, જે ખરેખર અભિનંદનને પાત્ર છે. અને એક પોલીસ અધિકારી થઈને શ્રી ગોપાલભાઈ ઘેલાણી હરહંમેશ સંસ્થામાં મદદ કરતા આવ્યા છે અને પ્રસંગોપાત પણ સંસ્થાના સેવા કાર્યોમાં સહભાગી બનીને એક સાચા “જનસેવક” તરીકે પોતાની ઓળખ મજબૂત બનાવે છે.
આવો સેવાભાવ દર્શાવે છે કે પોલીસ માત્ર કાયદો જ નથી જાળવતી, પરંતુ સમાજ પ્રત્યેની લાગણી અને કર્તવ્યભાવથી પણ પ્રેરિત છે. શ્રી ગોપાલભાઈ ઘેલાણી જેવા અધિકારીઓ સમાજ માટે ગૌરવ સમાન છે.
રઘુવંશી સેવા સમાજ ટ્રસ્ટ ગાંધીનગર દ્વારા રઘુવંશી સમાજના દીકરા-દીકરીઓને, ખાસ કરીને જે ગાંધીનગરમાં
રહીને સરકારી નોકરીની તૈયારી કરે છે, તેમને રહેવા, જમવા અને અભ્યાસલક્ષી માર્ગદર્શન જેવી સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે,જે ખરેખર એક મહાન અને પ્રેરણાદાયક સેવા કાર્ય છે.
શ્રી ગોપાલભાઈ ઘેલાણીને તેમના જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ,ઈશ્વર તેમને ઉત્તમ આરોગ્ય, દીર્ઘાયુ અને વધુ સમાજસેવા માટે શક્તિ આપે તેવી પ્રાર્થના.
તેમનો આ સેવાભાવ અને પોલીસ તરીકેની ફરજ પ્રત્યેની નિષ્ઠા રઘુવંશી સમાજના અન્ય ભાઈઓ અને બહેનો માટે પ્રેરણાસ્ત્રોત બને અને વધુ લોકો સેવા કાર્યમાં જોડાય,એજ સાચી શુભેચ્છા.