Rajputyuva Club

Directions Website Contact the organization

Rajputyuva Club Rajput yuva club is a biggest Social Community App For Rajput Kshatriya Samaj. https://www.rajputsclub.com
(374)

!!! राजपूत युवा मे आप सब का स्वागत है !!!

राजपूताना रित-रीवाज, संस्कृति और राजपूत होनेका हमे गर्व हे। राजपूत-युवा वेबसाईट बनाने का मुख्य उदेश्य सभी राजपूतोको एकसाथ रखने का हे,

आनेवाली पेढ़िमें राजपूताना संस्कृति टिकी रहे इसलिये हमें साथ मिलके प्रयास करना हे, और इस ग्रुप के माध्यम से सभी राजपूतो को एक दुसरे को मददरुप बनने का प्रयास करते रहे ।

📢 *વિચાર • ચર્ચા • સંવાદ*UGC એક્ટ અને અનામત નીતિUGC એક્ટ રદ કરવા અને અનામત નીતિમાં સંશોધન (રિફોર્મ) જેવા મહત્વના મુદ્દાઓ...
17/09/2026

📢 *વિચાર • ચર્ચા • સંવાદ*

UGC એક્ટ અને અનામત નીતિ
UGC એક્ટ રદ કરવા અને અનામત નીતિમાં સંશોધન (રિફોર્મ) જેવા મહત્વના મુદ્દાઓ અંગે સવર્ણ સમાજ સાથે ઓનલાઈન સંવાદ.

🗓️ તારીખ: 17 સપ્ટેમ્બર 2026, ગુરુવાર
⏰ સમય: સાંજે 6:30 થી 7:30 કલાક

💻 Google Meet દ્વારા જોડાઓ

*આવો, જોડાઈએ • વિચારોનું આદાન-પ્રદાન કરીએ • જાગૃતિ લાવીએ.*

🙏 આપની ઉપસ્થિતિ અને વિચાર અમૂલ્ય છે.

#વિચાર_ચર્ચા_સંવાદ #અનામત #સવર્ણસમાજ

જય માતાજી 🙏🚩॥ ભાવભર્યું આમંત્રણ ॥*શ્રી કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા ભુજ (કચ્છ) સંચાલિત, દિવ્યરૂદ્રસિંહ પરીક્ષિતસિંહ જ...
08/09/2026

જય માતાજી 🙏🚩

॥ ભાવભર્યું આમંત્રણ ॥

*શ્રી કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા ભુજ (કચ્છ) સંચાલિત, દિવ્યરૂદ્રસિંહ પરીક્ષિતસિંહ જાડેજા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત 'વિવિધલક્ષી સંકુલ'નું ખાતમુહૂર્ત સમારોહ*

આ શુભ અવસરે સમાજના સૌ સામાજિક, રાજકીય અગ્રણીઓ, વડીલો તેમજ સમાજ ના ભાઈ-બહેનોને ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારવા હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ 🙏

▪️*તારીખ: ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૬ (રવિવાર)*
▪️સમય: સવારે ૯:૩૦ કલાકથી
▪️સ્થળ: 39 ક્વાર્ટર્સ, પોલીસ લાઇનની સામે, મહિલા કેડેટની બાજુમાં, એરપોર્ટ રોડ, ભુજ-કચ્છ.

*આવો, સમાજના વિકાસ અને એકતાના આ શુભ કાર્યના સાક્ષી બનીએ.* 🚩

#સમાજ #કચ્છ #ખાતમુહૂર્ત #સમાજવિકાસ #ક્ષત્રિયસમાજ

📢 *ચાલો ભુજ... જાગો સવર્ણ સમાજ જાગો!*​UGC એક્ટના વિરોધમાં તેમજ માનનીય રાષ્ટ્રપતિશ્રીને સંબોધીને કલેક્ટરશ્રીને આવેદન પત્ર...
07/09/2026

📢 *ચાલો ભુજ... જાગો સવર્ણ સમાજ જાગો!*

​UGC એક્ટના વિરોધમાં તેમજ માનનીય રાષ્ટ્રપતિશ્રીને સંબોધીને કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવા માટે સમસ્ત સવર્ણ સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

*​સુવર્ણ સમાજના તમામ ભાઈઓ અને બહેનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા નમ્ર અપીલ છે.*

​🗓 તારીખ: 11/09/2026
⏰ સમય: સવારે 10:45 વાગ્યે
📍 સ્થળ: જાડેજા બોર્ડિંગ, ઘનશ્યામ નગર, પી.પી.સી. ક્લબ, ભુજ-કચ્છ
📞 સંપર્ક: 96385 85777
*​આયોજક/નિમંત્રક: સમસ્ત કચ્છ જિલ્લા સવર્ણ સમાજ*

​

આરક્ષણનો હેતુ જરૂરિયાતમંદ અને પછાત વર્ગને તક આપવાનો હતો, પરંતુ સમય સાથે તેની સમીક્ષા અને સુધારાની જરૂરિયાત ઊભી થઈ છે.આર્...
01/09/2026

આરક્ષણનો હેતુ જરૂરિયાતમંદ અને પછાત વર્ગને તક આપવાનો હતો, પરંતુ સમય સાથે તેની સમીક્ષા અને સુધારાની જરૂરિયાત ઊભી થઈ છે.

આર્થિક રીતે નબળા દરેક વર્ગના વિદ્યાર્થીઓને સમાન તક, પારદર્શક માપદંડ અને ગુણવત્તા આધારિત સ્પર્ધા મળે — એ જ સાચો ન્યાય છે.

UGCના એવા નિયમો કે નીતિઓ, જે પ્રતિભા અને સમાન તકને અસર કરે છે, તેમનો પુનર્વિચાર (Rollback/Review) થવો જોઈએ.

આરક્ષણનો વિરોધ નહીં, પરંતુ આરક્ષણમાં જરૂરી સુધારા અને યોગ્યતા સાથે ન્યાયની માંગ છે.

👉 જનરલ કેટેગરીના હક માટે અવાજ ઉઠાવવો એટલે કોઈના હક છીનવવા નહીં, પરંતુ સૌ માટે સમાન તકની માંગ કરવી.

સમાન તક • સમાન ન્યાય • મેરિટનું સન્માન 🇮🇳

#સમાનન્યાય

*કચ્છ જિલ્લા સુવર્ણ સમાજ જોગ મેસેજ*▪️UGC રોલ બેક.. ▪️અનામત માં રિફોર્મ... ▪️સુવર્ણ સમાજ ને સ્વરાજ ચૂંટણીઓ માં EWS ના આધા...
31/08/2026

*કચ્છ જિલ્લા સુવર્ણ સમાજ જોગ મેસેજ*

▪️UGC રોલ બેક..
▪️અનામત માં રિફોર્મ...
▪️સુવર્ણ સમાજ ને સ્વરાજ ચૂંટણીઓ માં EWS ના આધારે 10% અનામત
▪️ બિન અનામત આયોગ વિશે..

જેવા મુદાઓ ઉપર.. મિટિંગ

તારીખ : 01/09/2026 (મંગળવાર)
સમય : બપોરે 03.30 કલાકે
સ્થળ : જાડેજા બોર્ડિંગ, ભુજ - કચ્છ

જેના હ્રદય માં  હર હમેશ રાજપુત (ક્ષત્રિય) સમાજ નું હિત વસેલું છે અને સદાય સમાજ ની સેવા કરવા તત્પર રહે છે એવા સમાજ ના યુવ...
29/08/2026

જેના હ્રદય માં હર હમેશ રાજપુત (ક્ષત્રિય) સમાજ નું હિત વસેલું છે અને સદાય સમાજ ની સેવા કરવા તત્પર રહે છે એવા સમાજ ના યુવાઓ ના પ્રેરણાસ્ત્રોત અને અમારી સંસ્થા ના સંસ્થાપક સ્નેહીશ્રી જયદેવસિંહ વાઘેલા ને જન્મદિન ની ખુબ ખુબ શુભેચ્છાઓ. 💐💐💐

માઁ.. ભગવતી આપને સ્વસ્થ નિરોગી અને સમૃદ્ધિમય જીવન પ્રદાન કરે અને સમાજ માટે હર હંમેશા સારા કાર્યો કરો એવી હાદિઁક શુભકામનાઓ 🙏🏻

*Rajput Yuva Club - Gujarat*

જય માતાજીશ્રી હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય સંચાલિત તાલિમ કેન્દ્ર - રાજકોટ દ્વારા આગામી સમયમાં આવનારી P.S.I તથા પોલિસ કોન્સ...
28/08/2026

જય માતાજી

શ્રી હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય સંચાલિત તાલિમ કેન્દ્ર - રાજકોટ દ્વારા આગામી સમયમાં આવનારી P.S.I તથા પોલિસ કોન્સ્ટેબલની ભરતીને ધ્યાનમાં રાખી ટૂંક જ સમયમાં બોર્ડિંગ ખાતે P.S.I/પોલિસ કોન્સ્ટેબલ બેચનો શુભારંભ થવા જઈ રહ્યો છે.

તેથી જે પણ ભાઈઓ તથા બહેનો બેચમાં જોડાવવા ઇચ્છુક હોઈ તેને નીચે આપેલ લિંકમાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

રજિસ્ટ્રેશન લિંક તારીખ* *15/09/2026 સુધી ચાલુ રહેશે જેની તમામ ભાઈઓ તથા બહેનોએ ખાસ નોંધ લેવી.*
*રજિસ્ટ્રેશન બંધ થયા પછી એક whatsapp ગ્રુપ બનાવવામાં આવશે જેમાં રજિસ્ટ્રેશન કરાવેલ વિદ્યાર્થીઓને એડ કરવામાં આવશે. જેમાં આગામી શરૂ થનાર બેચની સંપૂર્ણ માહિતી મુકવામાં આવશે.

નોંધ :- બોર્ડિંગમાં રહેવા ઇચ્છુક ભાઇઓ માટે એક પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે અને મેરિટ મુજબ બોર્ડિંગમાં રહેવા માટે એડમિશન આપવામાં આવશે.

રજિસ્ટ્રેશન લિંક :-
https://docs.google.com/forms/d/e/1FAIpQLSenb_ZXDqWFmYlSBWEReoM3L8SiqKILkvL9m--1ewjZ9BMEsA/viewform?usp=publish-editor

*સવર્ણ સમાજ ના યુવાનો અને વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ ચર્ચા મંચ!* 🗣️📅 તારીખ: 30 ઓગસ્ટ, 2026📍 સ્થળ: ગાંધીનગરસ્થળ અને સમય ...
25/08/2026

*સવર્ણ સમાજ ના યુવાનો અને વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ ચર્ચા મંચ!* 🗣️

📅 તારીખ: 30 ઓગસ્ટ, 2026
📍 સ્થળ: ગાંધીનગર

સ્થળ અને સમય ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે..

આ કાર્યક્રમમાં ચર્ચાના મુખ્ય મુદ્દાઓમાં—
🎓 UGC સંબંધિત મુદ્દાઓ
🧑‍🤝‍🧑 સમીક્ષા અંગે ચર્ચા
📚 વિદ્યાર્થીઓને લગતા શિક્ષણ સંબંધિત મુદ્દાઓ
🏛️ વિનયનામત/આયોગ સંબંધિત પ્રશ્નો અને મુદ્દાઓ
💼 યુવાનો માટે શિક્ષણ, રોજગાર અને ભવિષ્યની તકો

🤝 સર્વાંગી સમાજના યુવાનો અને વિદ્યાર્થીઓના હિત સાથે જોડાયેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ
યુવાનોની વાત... હવે યોગ્ય મંચ પર!

*આવો, ભેગા મળીને સર્વાંગી સમાજના ભવિષ્ય માટે મજબૂત અવાજ બનીએ અને આપણા હક્કો, હિતો તથા ભવિષ્ય અંગે સકારાત્મક ચર્ચામાં ભાગ લઈએ.*

“સાથે મળીશું, શક્તિ બનીશું — સર્વાંગી સમાજનું ભવિષ્ય ઉજ્જવળ બનાવીશું.”

#સર્વાંગીસમાજ #ગુજરાત #ગાંધીનગર #વિનયનામતઆયોગ #વિદ્યાર્થીઓ #યુવાનો #શિક્ષણ

🌺 *શિક્ષણ એ સમાજના ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે.* 🌺રાજપૂત યુવા ક્લબ - ગુજરાત દ્વારા, RYNL અપના બેંક તથા સમાજના ઉદાર દાતાશ્રીઓ...
08/07/2026

🌺 *શિક્ષણ એ સમાજના ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે.* 🌺

રાજપૂત યુવા ક્લબ - ગુજરાત દ્વારા, RYNL અપના બેંક તથા સમાજના ઉદાર દાતાશ્રીઓના અમૂલ્ય સહયોગથી,

*આ વર્ષે ગુજરાતના આર્થિક રીતે નબળા પરંતુ અભ્યાસમાં તેજસ્વી એવા 80% અને તેથી વધુ ગુણ મેળવનાર રાજપૂત (ક્ષત્રિય) સમાજના વિદ્યાર્થીઓને ₹5,100 ની શિષ્યવૃત્તિ અર્પણ કરવામાં આવી છે.*

વર્ષ 2015થી અવિરત ચાલતી આ શિષ્યવૃત્તિ યોજના દ્વારા અત્યાર સુધીમાં ગુજરાતભરના બે હજાર થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન અને આર્થિક સહાય મળી છે.

આ માત્ર આર્થિક સહાય નથી, પરંતુ સમાજના ભવિષ્યમાં કરવામાં આવેલું એક મૂલ્યવાન રોકાણ છે.

💐 આ પ્રસંગે શિષ્યવૃત્તિ મેળવનાર તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ. 🙏

*રાજપૂત યુવા ક્લબ - ગુજરાત, RYNL અપના બેંક તેમજ આ પવિત્ર કાર્યમાં ઉદાર હાથે સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર અને અભિવાદન.* 💐💐💐

આપના સહયોગથી અનેક વિદ્યાર્થીઓના સપનાઓને નવી ઉડાન મળી રહી છે.

આવો, આપણે સૌ મળીને શિક્ષણના દીપને વધુ પ્રજ્વલિત કરીએ અને સમાજના દરેક હોશિયાર વિદ્યાર્થીને આગળ વધવાની સમાન તક આપીએ.

*રાજપૂત યુવા ક્લબ - ગુજરાત*

" વિદ્યા એ સૌથી મોટું દાન છે, અને હોશિયાર વિદ્યાર્થીઓ એ સમાજનું ગૌરવ છે. "

Address

Gandhidham
370201

Alerts

Be the first to know and let us send you an email when Rajputyuva Club posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Rajputyuva Club:

Shortcuts

Share