અખિલ ભારતીય મોચી સમાજ - દ્વારકા

  • Home
  • India
  • Dwarka
  • અખિલ ભારતીય મોચી સમાજ - દ્વારકા

અખિલ ભારતીય મોચી સમાજ - દ્વારકા The development of the cobbler community is only possible with the cooperation of the cobbler community.
(1)

Jai Dwarikadhish 🙏🚩


🚩 જય દ્વારકાધીશ 🚩અખિલ ભારતીય મોચી સમાજના તમામ જ્ઞાતિજનો જોગ અગત્યની સૂચનાઆપ સૌને જણાવતા અત્યંત આનંદ થાય છે કે આપણા "અખિલ...
27/05/2026

🚩 જય દ્વારકાધીશ 🚩

અખિલ ભારતીય મોચી સમાજના તમામ જ્ઞાતિજનો જોગ અગત્યની સૂચના
આપ સૌને જણાવતા અત્યંત આનંદ થાય છે કે આપણા "અખિલ ભારતીય મોચી સમાજ - દ્વારકા" અતિથિ ભવનનું ઉદ્ઘાટન તાજેતરમાં તારીખ ૧૭/૦૫/૨૦૨૬ ના રોજ સંપન્ન થયું છે.

✨ ઉદ્ઘાટનના શુભ મુહૂર્તનો ત્રિવેણી સંગમ:
આ દિવસની પસંદગી ખાસ નીચે મુજબના ત્રણ પવિત્ર યોગને કારણે કરવામાં આવી હતી:
તે દિવસે પવિત્ર પરષોત્તમ માસનો પ્રથમ દિવસ હતો.
શ્રી દ્વારકાધીશ મંદિરમાંથી પણ આ જ દિવસે ઉદ્ઘાટન સમારોહ માટે માર્ગદર્શન મળ્યું હતું.
આપણા એક દાતાશ્રી દ્વારા ધ્વજાજી રોહણનું ભવ્ય આયોજન પણ આ જ દિવસે હતું.

🛑 અગત્યની નોંધ (હાલ પૂરતું ભવન કાર્યરત નથી):
પવિત્ર મુહૂર્ત સાચવવા માટે ઉદ્ઘાટન વિધિ પૂર્ણ કરવામાં આવી છે, પરંતુ અતિથિ ભવનમાં હજુ કેટલુંક કામ ચાલી રહ્યું છે. આથી, તમામ જ્ઞાતિજનોએ ખાસ નોંધ લેવી કે હાલ રહેવા માટે અતિથિ ભવન ચાલુ કરવામાં આવ્યું નથી.

🙏 યોગદાન માટે નમ્ર અપીલ:
ભવનનું બાકી રહેલું કામ ઝડપથી અને સુંદર રીતે પૂર્ણ થાય તે માટે હજુ સહયોગની જરૂર છે. સર્વે જ્ઞાતિજનોને નમ્ર વિનંતી છે કે આ સમાજ કાર્યમાં પોતાની યથાશક્તિ મુજબ વધુમાં વધુ યોગદાન આપી સહભાગી બનો.

📲 આગામી જાણકારી:
જ્યારે અતિથિ ભવન સંપૂર્ણપણે તૈયાર થઈ જશે અને જ્ઞાતિજનો માટે ખુલ્લું મુકવામાં આવશે, ત્યારે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને આપ સૌને અચૂક જાણ કરવામાં આવશે. ત્યાં સુધી આપ સૌના સાથ અને સહકારની અપેક્ષા છે.

લી. અખિલ ભારતીય મોચી સમાજ – દ્વારકા

આ મેસેજ દરેક મોચી સમાજના ગ્રુપમાં મૂકવા નમ્ર અપીલ કરીએ છીએ 🙏

આજ રોજ શ્રી ગુર્જર માનવ સેવા ટ્રસ્ટ ના મુખ્ય ટ્રસ્ટી એવા પ્રમુખ શ્રી છત્રસાલભાઈ પરમાર સાહેબ જેઓને આપણા અતિથિભવનના ઉદઘાટન...
23/05/2026

આજ રોજ શ્રી ગુર્જર માનવ સેવા ટ્રસ્ટ ના મુખ્ય ટ્રસ્ટી એવા પ્રમુખ શ્રી છત્રસાલભાઈ પરમાર સાહેબ જેઓને આપણા અતિથિભવનના ઉદઘાટન માં આમંત્રિત કરેલ હતા પણ તેઓની વયોવૃદ્ધ ઉંમરના કારણે આવી શક્યા ન હતા તેવા કારણોસર આપણા અતિથિભવનના મુખ્ય આયોજક શ્રી ગોવિંદભાઈ ચુડાસમા તથા શ્રી રમણભાઈ પરમાર (ગ્રેમ્સ ના પ્રમુખ) દ્વારા તેઓનું સુરત ગુર્જર માનવ સેવા ટ્રસ્ટની સુરત ઓફિસે જઈને રૂબરૂ મળી સન્માન કરવામાં આવ્યું અને સ્મૃતિભેટ આપી ધન્યતા અનુભવી હતી.

જય દ્વારકાધીશ 🙏🚩

23/05/2026

જલારામ બાપા ની સેવા કરતા આપણા સમાજ ના સેવક સેવાદાસજી ભાભર ગામ થી અખિલ ભારતીય મોચી સમાજ–દ્વારકા ના ઉદ્ઘાટન પ્રસંગ નિમિત્તે પધારેલ અને તેઓએ આખું અતિથિભવન નિહાળી અતિ આનંદ ની લાગણી વ્યક્ત કરી હતી અને તેઓ દ્વારા સમાજ ને એક વિડિઓ સંદેશ આપવામાં આવ્યો તે અમે રજૂ કરીએ છીએ.
જય દ્વારકાધીશ 🙏

સેવક સેવાદાસજી (શૈલેષભાઈ વાઘેલા)
જય જલારામ મંદિર ભાભર

ૐ શાંતિ 🙏 જય દ્વારકાધીશ 🙏
21/05/2026

ૐ શાંતિ 🙏
જય દ્વારકાધીશ 🙏

19/05/2026
16/05/2026

જય દ્વારકાધીશ 🙏
જય લાલાબાપા 🙏
જય જાગાસ્વામી 🙏

અખિલ ભારતીય મોચી સમાજ–દ્વારકા ના ઉદ્ઘાટન ની શુભ શરૂઆત નવચંડી યજ્ઞ સાથે અને જ્ઞાતિજનો ના ઉત્સાહ સાથે કરી રહ્યા છીએ અને ભગવાન દ્વારકાધીશ ના આશીર્વાદ થી અને સમાજ ના સહકારથી....

15/05/2026
15/05/2026

14/05/2026

તારિખ ૧૭ /૫ /૨૦૨૬ રવિવારે સંવત ૨૦૮૨ જેઠ સુદ એકમ અધીક મહીનો ના રોજ
હું તો જવાનો છું.
તમારે પણ આવવા નું જ છે આ જ ભાવ હોવો જોઈએ અતિથિભવન દ્વારકા ની વાડી ઉદઘાટન ના ઉત્સવ નો સાક્ષી થવું જ છે
કેમ કે
મારુ - તારુ જ પણ નહીં પણ આપણા વડીલો ભગવાન દાદા અને ગોવિંદ બાપા તથા સુરેશભાઈ મુંબઈ વાળા અને કિશોર ભાઈ સોલંકી સાહેબ નુ સપનું સાકાર થવા જઈ રહ્યું છે
દ્વારકા ના આંગણે મોચી સમાજ નુ અતિથિભવન ભારતમાં પ્રથમ થ્રી સ્ટાર હોટલ જેવી જ વાડી આકાર લય ને ત્યાર થઈ ગઈ છે એ સમારોહમાં સહભાગી થવા ચોલો દ્વારકા

દ્વારકા ના અતિથિભવન મા સૌ પ્રથમ કિશોર ભાઈ રતિલાલ સોલંકી દ્રારા સવારે ૭ વાગ્યે દ્વારકાધીશ ની ધ્વજાજી નુ પુંજન થશે અને અતિથિભવન થી દ્વારકાધીશ ના નિજ મંદિર સુધી શોભાયાત્રા નું સવારના ૮ વાગ્યે રાખવામાં આવેલ છે તો સૌ વ્હાલા ભક્તોને શોભાયાત્રા મા જોડાવા સ્નેહ સાથે ભાવભર્યું આમંત્રણ છે

પરમ પૂજ્ય બ્રહ્મચારી નારાયણાનદંજી (શારદાપીઠ મઠ દ્વારકા)ના વરદ હસ્તે અને મુખ્ય અતિ�

Address

Muralidhar Township Gate No 2, Behind The Wadi Of Ahir Samaj, Dwarkadhish Society, Dwarka/Charkhala Road
Dwarka
361335

Website

Alerts

Be the first to know and let us send you an email when અખિલ ભારતીય મોચી સમાજ - દ્વારકા posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share