17/08/2025
સાસરે ગઈ દીકરી ને ગોયણીi બનાવવા નો મહત્વ
🙏🙏🙏🙏🙏🙏🙏
*આવો જાણીએ કે વડીલોની આ સુંદર પરંપરા..*
*સાતમ આઠમના તહેવારમાં નવી પરણેલી દીકરીઓ-ગોયણીઓનું મહત્વ- વિજ્ઞાન સાથે*
🙏🙏🙏🙏🙏🙏🙏
*કહેવાય છે કે દીકરીઓ પોતાનું સર્વસ્વ પિયરમાં મૂકીને સાસરે જતી હોય છે અને નવી નવી સાસરે ગયેલી આપણી લાડકવાઈ દીકરીઓને પિયર તો યાદ આવતું જ હોય અને જ્યારે પિયરના ગામનો પાદરો મૂકીને સાસરે હંમેશાં માટે જવું તે ખૂબ જ ખૂબ જ કઠિન હોય છે, દીકરીઓ સર્વસ્વ મૂકીને સાસરે જતી હોય ત્યારે આપણે સામાજિક પરંપરામાં વડીલો દ્વારા સાતમ આઠમના તહેવાર પર પ્રથમ વર્ષની પ્રથમ સાતમમાં માવતરે (પિયરે )તેડાવી એને ખૂબ માન સન્માન દેવામાં આવે છે,એમને ખાસ બિરદાવી એમને પ્રસન્ન કરી ઉત્સાહ વર્ધન કરવામાં આવે છે કે આવનાર સમયમાં એ એનાં સાસરીયે હંમેશા માટે સુખ દુઃખમાં મજબૂત બની તેમનું દાંપત્યજીવનને શોભાવે દીપાવે એટલા માટે પ્રથમ જન્માષ્ટમી પર્વ પર નવી પરણેલી દીકરીઓને અહીં ગોયણી સ્વરૂપે બિરદાવવાની સુંદર પારંપરિક,સામાજીક પરંપરા આપણા વડીલો દ્વારા આપવામાં આવી છે,સાતમ આઠમની આ સાર્વજનિક પરંપરા આ દીકરીઓના દાંપત્ય જીવનમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે.*
*ગોયણી સ્વરૂપે આ દીકરીઓને કૃષ્ણ જન્મ ઉત્સવ સાથે એટલે જોડવામાં આવી છે,કારણ કે કૃષ્ણ જન્મ ઉત્સવ એમનું બાળ સ્વરૂપ એમને હિંડોળે ઝુલાવાનું સાથે માં યશોદા ઘડવાનું ,સુંદર માતૃત્વ ના દર્શન,સાથે સાથે બાળ સ્વરૂપમાં કૃષ્ણનો જન્મ,આ સાથે દેવકી વાસુદેવ અને નંદબાબા યશોદામાંનુ જીવન દર્શન એ આ નવી પરણેલી દીકરીઓને માતૃત્વ બનવાની પ્રેરણા અને માર્ગદર્શન આપે છે,આપણા વડીલો જ્યારે અભણ હતા અને અક્ષર જ્ઞાન નોતું પરંતુ તેઓ ખૂબ જ સુઝબુઝ અને બુદ્ધિશાળી હતા અને એટલે એમને ચિંતા પણ હતી કે આપણી આ દીકરીઓ સાસરે જઈ માં બનશે એને માં બન્યા પછી જ્ઞાન આપવું જરૂરી હતું,એટલે જ ગોયણી સ્વરૂપે આપણી આ નવી પરણેલી દીકરીઓને કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક સેવાના માધ્યમથી જ્ઞાન આપવામાં આવે છે,સાસરે ગયેલ દીકરી જ્યારે માતૃત્વ ધારણ કરે ત્યારે બાળ સ્વરૂપમાં કૃષ્ણ કે રાધાસ્વરૂપમાં હિંડોળે ઝુલાવશે અને એના સ્વાસ્થ્ય માટેનું જે જ્ઞાન હોવું જોઈએ કે કાંટલુ ખાવાનું કે માં યશોદા કે દેવકી,વાસુદેવ કે નંદબાબા જેવું અને બાળ સ્વરૂપ માં કૃષ્ણના હિંડોળે ઝુલાવી,માખણ મિસરી કાંઠલું ખાય આનંદવિભોર સાથે જન્મોત્સવને માણે છે સાથે આ સ્મૃતિને પોતાના જીવનમાં, દાંપત્ય જીવનમાં માતૃત્વ બનવા સુધીની તમામ જ્ઞાનવર્ધક જાણકારીઓ ઢીંગલાં ઢીંગલી ની રમત ની જેમ શીખડાવવામાં આવે છે, ગોયણી સ્વરૂપે નવી પરણેલી દીકરીયું પણ આ સાતમ આઠમની પરંપરામાં ઘણું બધું શીખીને માં યશોદા તેમજ નંદબાબા-દેવકી - વાસુદેવ અને બાળ સ્વરૂપ કૃષ્ણ ભગવાનથી પ્રેરણા લઈ સાસરે ગોયણી સ્વરૂપે આપણી સમાજમાં વડીલોની પરંપરાથી દીકરીઓને ગૃહસ્થ જીવનની શિક્ષા દીક્ષા આપવામાં આવે છે,ગર્ભ સંસ્કાર ની વાતો પહેલાના વડીલો ખુલીને નહોતા કહી શકતા એટલે આ પરંપરામાં ગોયણી સ્વરૂપે દીકરીઓ પોતાની સખીઓ અને ભાભીઓ સાથે માં યશોદાને ઘડતા ઘડતા અને એને શણગાર સજાવતા મસ્તી મસ્તીમાં ઘણું બધું શીખી અને શીખવાડી જાય છે અને આ સાતમ આઠમના તહેવારોમાં ઢોલના તાલે રમતા રમતા મસ્તી મસ્તી માં દીકરીઓને માતૃત્વનું જ્ઞાન પણ આપવામાં આવે છે.*
*સાતમ આઠમના ઢોલના તાલે ઝૂમતા ગીતોના તાલે સુરની સાથે સાથે દાંપત્યજીવનની શીખ આપતા કૃષ્ણ જન્મની સાથે સાથે દિકરીઓને પણ વિશેષ લાગણીઓ સાથે પ્રેમ આપી માન સન્માન આપી ફરી પાછા સાસરીયે વિદાય કરે છે,એમના સુખી દાંપત્ય જીવન માટે પરિવાર તેમજ આખું ગામ,આખી સમાજ એમને શુભેચ્છાઓ અને લાગણી સાથે ભેટ આપી ફરીથી વિદાય આપે છે.*
*નવી પરણેલી દીકરીઓ માટે આ અવસર એ ખૂબ જ યાદગાર પળ હોય છે,જીવનભર એ યાદગાર પળોના સ્પંદન થી એની અંદર ઉત્સાહ આવે છે અને હંમેશા યાદ રાખે છે કે મારું ગામ , મારૂં પરિવાર ,મારી સમાજ મને કેટલો પ્રેમ કરે છે અને આવી જ લાગણી અને ઉત્સાહ-પ્રેમનાં સ્પંદનની સાથે એ પોતાનું જીવન સુંદર રીતે સાસરિયામાં જીવી જાય છે, સખીઓ સાથેની આ મીઠી યાદો એના દાંપત્યજીવનને પ્રાંગરવામાં સહયોગ આપે છે, શક્તિ આપે છે..*
*🙏🏻અસ્તુ🙏🏻*