Lions Club Of Dharampur State

Lions Club Of Dharampur State Happy to help someone who needed.

આવનારા નવા લાયનવાદી વર્ષ 2025-2026 માટે લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ ના નવા હોદેદ્દારોને ખુબ ખુબ અભિનંદન સહ અંતઃકરણ પૂર્વ...
30/06/2025

આવનારા નવા લાયનવાદી વર્ષ 2025-2026 માટે લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ ના નવા હોદેદ્દારોને ખુબ ખુબ અભિનંદન સહ અંતઃકરણ પૂર્વક શુભકામનાઓ.

નમસ્કાર મિત્રો,લાયનવાદી વર્ષ 2024-2025 ના અંતિમ દિવસે મારી આપ સૌ લાયનવાદી મિત્રો પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.આપ સ...
30/06/2025

નમસ્કાર મિત્રો,

લાયનવાદી વર્ષ 2024-2025 ના અંતિમ દિવસે મારી આપ સૌ લાયનવાદી મિત્રો પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.

આપ સૌ મિત્રોનો સહૃહદય આભાર
🙏🏻🙏🏻

મિત્રો,લાયનવાદી વર્ષ 2024-2025 ના અંતિમ દિવસે મારી ક્લ્બ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.આપ સૌ મિત્રોનો સહૃહદય આભાર 🙏...
30/06/2025

મિત્રો,

લાયનવાદી વર્ષ 2024-2025 ના અંતિમ દિવસે મારી ક્લ્બ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.

આપ સૌ મિત્રોનો સહૃહદય આભાર
🙏🏻🙏🏻

લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ દ્વારા સંચાલિત તેમજ ગ્રામ પંચાયત ખારવેલના સહયોગથી કાર્યરત ખારવેલ મુકામે R O પ્લાન્ટ કે જેમાં...
13/04/2025

લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ દ્વારા સંચાલિત તેમજ ગ્રામ પંચાયત ખારવેલના સહયોગથી કાર્યરત ખારવેલ મુકામે R O પ્લાન્ટ કે જેમાં સમયાંતરે એટલે કે દર 15 દિવસે ફિલ્ટરની સાફસફાઈ તથા ફિલ્ટર બદલવાનું કાર્ય તેમજ જરૂરી દેખરેખ ક્લબ દ્વારા રાખવામાં આવે છે જેનો મુખ્ય ઉદ્દેશ પાણીની ગુણવત્તા તેમજ ચોખ્ખાઈ અને ચોકસાઈ જળવાઈ રહે તેમજ આ થકી જાહેર જનતાની સ્વાસ્થ્ય અને સુખાકારી જળવાઈ રહે તે દિશામાં એક પગલું આગળ વધવાનો છે. વધુમાં આ પ્લાન્ટ દ્વારા સાવ નજીવા દરે એટલેકે વ્યવસ્થાપન ખર્ચને ધ્યાને લઈને 1 રૂપિયામાં 1 લીટર પાણી તથા 5 રૂપિયામાં 20 લીટર R O ફીલ્ટર્ડ શુદ્ધ પાણી ઉપલબ્ધ્ધ કરાવવામાં આવે છે. આ પ્લાન્ટનો ઉપયોગ ગ્રામજનો તેમજ જાહેર જનતા તથા ગ્રામ પંચાયત ખારવેલમાં કામ અંગે આવતા અંતરિયાળ વિસ્તારની જાહેર જનતા કરે છે. હાલ પર્યંત દરરોજ 30-35 જગ પાણી આ પ્લાન્ટ થકી જાહેર જનતા ઉપયોગ કરે છે અને સમયાંતરે તેનો વપરાશ વધે અને લોકોનું સ્વાસ્થ્ય અને સુખાકારી જળવાઈ રહે તેમજ દરેક ઉપભોક્તાઓને આર્થિક રાહત થઇ શકે તે દિશામાં સેવાકાર્ય કરવા માટે લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ કટિબદ્ધ છે.

*|| શ્રી રામ ||*લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટઆપ સર્વેને હનુમાન જયંતિની હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે!અંજનીનંદન પવનપુત્ર હનુમા...
12/04/2025

*|| શ્રી રામ ||*

લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ
આપ સર્વેને હનુમાન જયંતિની હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે!

અંજનીનંદન પવનપુત્ર હનુમાનજીના જન્મોત્સવના પાવન પર્વે
આપના જીવનમાં બળ, ભક્તિ, નિષ્ઠા અને વિજયની પરંપરા સતત વહેતી રહે –
એજ લાયન્સ પરિવારની હાર્દિક પ્રાર્થના છે.

ચાલો આજે આપણે હનુમાનજીના Ideal Leadership અને Nishkam Seva ભાવને આત્મસાત કરીએ
અને Lions Club ના મંચ પરથી વધુને વધુ માનવસેવા કરીએ.

*જય શ્રી રામ – જય હનુમાન*
*લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ પરિવાર*

Once a year, the hills echo with the heartbeat of runners.On 10 August 2025, Wilson Hill awakens once more.The air gets ...
08/04/2025

Once a year, the hills echo with the heartbeat of runners.

On 10 August 2025, Wilson Hill awakens once more.
The air gets cooler, the vibe gets louder, and the trail becomes your story.
SRMD WILSON HILL HALF MARATHON 3.0 | 2025 MONSOON EDITION – where every step writes a new chapter.

Are you ready to run your legend?






શ્રી રામ નવમીની હાર્દિક શુભેચ્છાઓ!શ્રી રામચંદ્રજીના પાવન જન્મોત્સવ નિમિત્તે આપ સૌને આનંદ, શાંતિ અને સમૃદ્ધિથી પરિપૂર્ણ જ...
06/04/2025

શ્રી રામ નવમીની હાર્દિક શુભેચ્છાઓ!

શ્રી રામચંદ્રજીના પાવન જન્મોત્સવ નિમિત્તે આપ સૌને આનંદ, શાંતિ અને સમૃદ્ધિથી પરિપૂર્ણ જીવનની શુભકામનાઓ પાઠવીએ છીએ.
આ પવિત્ર પર્વ પર આપણા જીવનમાં ધર્મ, કર્તવ્ય અને સત્યની અસર વધુ મજબૂત બને એવી પ્રાર્થના કરીએ છીએ.
ચાલો, શ્રી રામના આદર્શોને અનુસરી સમાજમાં સદભાવના, એકતા અને સેવા ભાવના ફેલાવીએ.

જય શ્રી રામ!
લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ

https://youtu.be/mAh9p7vSDPc?si=bpZKpXW-reAhtdS7
23/03/2025

https://youtu.be/mAh9p7vSDPc?si=bpZKpXW-reAhtdS7

શહીદ દિવસ નિમિત્તે મેગા રક્તદાન કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન - કુલ 160 યુનિટ બ્લડ એકત્રલાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ અને ....

શહીદ દિવસ નિમિત્તે મેગા રક્તદાન કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન - કુલ 160 યુનિટ બ્લડ એકત્રલાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ અને રાષ્ટ...
23/03/2025

શહીદ દિવસ નિમિત્તે મેગા રક્તદાન કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન - કુલ 160 યુનિટ બ્લડ એકત્ર

લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રેરિત શ્રી ગુરુજી સ્મૃતિ સમિતિ, ધરમપુર દ્વારા શહીદ દિવસ નિમિત્તે આયોજિત મહા રક્તદાન કેમ્પમાં નાગરિકોનો ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો હતો.

આ કેમ્પ 23 માર્ચ 2025, રવિવારના રોજ મહારાણા પ્રતાપ મેરેજ હોલ, ગૌરવ પથ, ધરમપુર ખાતે યોજાયો હતો, જેમાં ધન્યવાદનિય સહકાર અને ઉત્સાહ સાથે નાગરિકોએ ભાગ લીધો. કેમ્પ દરમ્યાન કુલ 160 યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું, જે એક નોંધપાત્ર સફળતા છે.

પ્રથમ 100 રક્તદાતાઓને સ્પોર્ટ્સ ટી-શર્ટ ભેટ આપવામાં આવ્યા હતા. ઉપરાંત, દરેક રક્તદાતાને વાયરલેસ નેકબેન્ડ, ફૂડ હેમ્પર્સ, મલ્ટીપરપઝ બેગપેક, શોપિંગ બેગ, વોટર બોટલ, કીચેન અને પક્ષીઓ માટે પાણીના પાત્ર જેવી ભેટો સાથે સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.

આ મહત્વપૂર્ણ સેવા કાર્યની સફળતા માટે તમામ રક્તદાતાઓ, સ્વયંસેવકો, સ્પોન્સરો, શુભેચ્છકો તથા આયોજકોનો આભાર માનવામાં આવ્યો છે. આ રીતે શ્રદ્ધાંજલિરૂપે શહીદોને સમર્પિત આ સેવા યજ્ઞ સમાપન પામ્યો.

*આમંત્રણ*સ્નેહી મિત્રો,લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ દ્વારા આયોજિત અને RSS પ્રેરિત શ્રી ગુરુજી સેવા સમિતિ, ધરમપુર ના સહયોગ...
22/03/2025

*આમંત્રણ*

સ્નેહી મિત્રો,

લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ દ્વારા આયોજિત અને RSS પ્રેરિત શ્રી ગુરુજી સેવા સમિતિ, ધરમપુર ના સહયોગથી *શહીદ દિવસ* નિમિત્તે *મહા રક્તદાન કેમ્પ* નું આયોજન કરવામાં આવ્યું છે. શહીદોએ દેશની આઝાદી માટે પોતાના રક્ત અને અમૂલ્ય પ્રાણનું બલિદાન આપ્યું. આપણા એ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા આપણે સૌ સાથે ભેગા મળીને રક્તદાન થકી કોઈકને નવું જીવનદાન મળી શકે તે ઉમદા હેતુ માટે એક પગલું આગળ ભરીએ જે સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ કહેવાશે!

*આપ રક્તદાન કરવા ઇચ્છતા હો તો નીચે દર્શાવેલ રજીસ્ટ્રેશન લિંક ઉપર આપનું નામ નોંધાવો.*
👇🏻👇🏻

https://docs.google.com/forms/d/e/1FAIpQLScywdSD6C0Fpk5qEEas25IOwph9z6caJRHZjOuE7G6s2tfoNA/viewform?usp=header

તારીખ : *23 માર્ચ 2025*
વાર : *રવિવાર*
સમય : *સવારે 9:00 થી સાંજે 4:00 કલાક સુધી*
સ્થળ :*મહારાણા પ્રતાપ મેરેજહોલ, *ગૌરવ પથ, ધરમપુર. જી - વલસાડ*
સંપર્ક સૂત્ર : *+ 91 95587 11188*

*આપ સરળતાથી સ્થળ પર પહોંચી શકો તે માટે ગુગલ મેપની લિંક અહીં મુકવામાં આવી છે જેને આપ અનુસરી શકો છો.*
👇🏻👇🏻

https://maps.app.goo.gl/M4AAAg2eL3eDGVuw5?g_st=awb

આપના આગમનની રાહ જોતું અને આપને આવકારવા થનગની રહેલું આપનું,
લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ

અવિરત આપની સેવામાં,
*લાયન પારસ ભટ્ટ*
પ્રેસિડેન્ટ
લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ

Address

Dharampur
396050

Website

Alerts

Be the first to know and let us send you an email when Lions Club Of Dharampur State posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share