Vanchit seva trust

Vanchit seva trust NGO

ડીસાના 200 વર્ષ ની ઉજવણીના ભાગરૂપે "બંધુ" સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત "સંસ્થા સેતુ"કાર્યક્રમ અંતર્ગત વિશિષ્ટ પરિણામ લક્ષી ...
02/12/2024

ડીસાના 200 વર્ષ ની ઉજવણીના ભાગરૂપે "બંધુ" સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત "સંસ્થા સેતુ"કાર્યક્રમ અંતર્ગત વિશિષ્ટ પરિણામ લક્ષી કામગીરી બદલ ડીસાવાસીઓ દ્વારા પરમ પૂજ્ય શ્રી નિજાનંદ બાપુ ટેટોડા ગૌશાળા ના મહંત શ્રી રામ રતનજી બાપુ પ્રકૃતિપુજક સેવાના ભેખધારી શ્રી નવીનકાકા ડીસાના ઉત્સાહી ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી, ભાજપ અગ્રણી શ્રી મગનભાઈ માળી સાહિત્યકાર શ્રી કનુભાઈ આચાર્ય, સાચા અર્થમાં સેવા શબ્દને સાર્થક કરનાર શ્રી ભગવાનદાસબંધુ રખેવાળના તંત્રી શ્રી વિક્રમભાઈ શેઠ , 200 જેટલી સંસ્થાઓના પ્રતિનિધિઓ ની ઉપસ્થિતિ માં પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડીયા તેમજ ડીસાના મોભી શ્રેષ્ટીઓ ના શુભ હસ્તે શરણાઈઓના સુર સાથે વંચિત સેવા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ઈશ્વરભાઈ રાવળ નું સન્માન પત્ર આપી ભવ્ય સન્માન કરવામાં આવ્યું

બાલ દેવો ભવઃ આજે બાળ દિવસ છેસર્વે ને વંચિત સેવા ટ્રસ્ટ તરફથી બાળ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ  વંચિત સેવા ટ્રસ્ટ વિચરતી વિમ...
14/11/2024

બાલ દેવો ભવઃ
આજે બાળ દિવસ છે
સર્વે ને વંચિત સેવા ટ્રસ્ટ તરફથી બાળ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ વંચિત સેવા ટ્રસ્ટ વિચરતી વિમુક્ત જાતિઓ ના બાળકો માટે બાળ ઘર ચલાવે છે અને જરૂરિયાતમંદ બાળકોને ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી રૂપે દાતાશ્રીઓના સહયોગથી શૈક્ષણિક કીટ નું વિતરણ પણ કરે છે સૌ બાળકો દેશ ના એક સારા નાગરિક બની ખૂબ આગળ વધે એવી શુભકામના

નોંધ..આ સ્ટેટ્સ મુકવા પાછળ નો અમારો હેતુ એ છે કે આ સારા કાર્ય જોઈ બીજા લોકો પણ અમારા આ સારા કાર્ય મા ટ્રસ્ટ મા જોડાય અને બીજાને મદદરૂપ થાય

31/10/2024

*"ચલો જલાયે દીપ વહા,જહાં અભી ભી અંધેરા હૈ"*

વંચિતોની વાચા બનીને કાર્ય કરતી સંસ્થા એટલે
*વંચિત સેવા ટ્રસ્ટ*

આપણા સૌના સાથ સહકાર થકી વંચિતોના વિકાસ માટે અનેક નવા ઉમદા કાર્યો કરવાની પ્રેરણા મળે તે માટે આપ સૌના આશીર્વાદ મળતા રહેશે તેવી આશા અને અપેક્ષા સાથે

આપ સૌને નવા વર્ષની હાર્દિક હાર્દિક શુભકામનાઓ
💐💐💐💐💐💐

*નૂતન વર્ષાભિનંદન*

વંચિત સેવા ટ્રસ્ટ ડીસા🙏🏻🙏🏻🙏🏻

31/10/2024

"ચલો જલાયે દીપ વહા,જહાં અભી ભી અંધેરા હૈ"

અંધકાર માંથી ઉજાસ તરફ થી લઇ જતું પર્વ એટલે દિવાળી પરંતુ મારું સૌભાગ્ય એ છે કે વિચરતી જાતિ માટે કામ કરતી સંસ્થાછે એની સાથે જોડાઈ ને મને પણ દરરોજ જે જરૂરિયાત વાળા લોકો છે એમને અમારી આ સંસ્થા અંધકાર માંથી ઉજાસ તરફ લઇ જવાનો પ્રયાસ કરે છે એમાં સારુ કાર્ય કરવાનો આનંદ છે

ભવિષ્ય મા આપણા સૌના સાથ સહકાર થી અનેક નવા ઉમદા કાર્ય થાય એવી દિવાળી ના પર્વે ભગવાન શ્રી રામ ને પ્રાર્થના
વંચિત સેવા ટ્રસ્ટ ડીસા🙏🏻🙏🏻🙏🏻

25/09/2024

અમૃતધારા- કનુભાઈ આચાર્ય
શ્રી કે.જી વણઝારા ગીતા વાંચે છે; ગાય છે;તેમ નહીં જીવે છે .
પૂજાખંડમાં, પૂજાના વસ્ત્રોમાં શ્રી કે.જી વણઝારા સાહેબે અમને મળવા બોલાવ્યા. જાણે ઋષિના આશ્રમમાં આવ્યા હોઈએ ! ગીતાના ચોથા અધ્યાય - જ્ઞાનકર્મસંન્યાસ યોગના કર્મયોગ, યજ્ઞયોગ અને સંન્યાસયોગને વર્ણવતાં શ્લોકોના ગાનથી તેમણે અમારું સ્વાગત કર્યુ. અને ૩૮ મા શ્લોકથી સમાપન કર્યું. તેનું પ્રથમ ચરણ છેઃ-
ન હિ જ્ઞાનેન સદશં પવિત્રમિહ વિધતે - ને આ ચરણ દ્વારા આ સંસારમાં જ્ઞાનથી શ્રેષ્ઠ બીજુ કાંઈ નથી;. તેવું પ્રતિપાદિત કર્યું. કેવળ ગાન કે શબ્દોથી નહીં; તેમણે કર્મથી, સંસ્કારથી, વિદ્યાભ્યાસથી અને તપ દ્વારા જ્ઞાનની ઉત્કૃષ્ટતાને સિધ્ધ કરી છે.
વણજારા જાતિમાં જન્મેલા તેમણે સરકારમાં તળેટીથી શિખર સુધીની યાત્રા કરી છે. વણઝારા સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગમાં આવે છે ;ને સરકારમાં તમામ ર૬ વિભાગોમાં કારકુનથી માંડીને અધિક સચિવ તરીકે એક યા બીજા સ્વરૂપે હોદા ધારણ કરેલા છે. નિયામક વિકસતી જાતિ અને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગમાં અધિક સચિવ તરીકે કાર્ય કર્યું છે. જે જાતિમાં જન્મ થયો તે જ જાતિઓના વિભાગમાં ઉચ્ચ હોદા પર પહોંચ્યા. એવું તો અનેક અધિકારીઓના જીવનમાં બન્યુ હશે. પણ શ્રી કે.જી વણઝારા અલગ માટીના માણસ છે. પોતાની સ્થિતિ અને જાતિ પ્રત્યે અત્યંત સંવેદનશીલ હોવાને કારણે તેમણે ગીતાના અગિયારમાં અધ્યાયને આત્મસાત કરી, આ જાતિઓને અને પોતાની ફરજને દિવ્ય દ્રષ્ટિથી જોઈ છે. તેમને આખી ગીતા કંઠસ્થ છે અને દિવ્ય દ્રષ્ટિના આધ્યાત્મિક રહસ્યથી તેઓ અવગત છે ઃ ગીતા વાંચે છે, ગાય છે તેમ નહીં, ગીતાને જીવે છે.
ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કે - અર્જુન તું દિવ્ય દ્રષ્ટિથી આ જગતને નિહાળ. વણઝારા સાહેબના અંતર સત્વે કહ્યું, તું દિવ્ય દ્રષ્ટિથી તારી ફરજને નિભાવ. જ્યાં અને જેમને માટે ફરજ બજાવવાની હતી તેવા પછાત વર્ગોના પરિપત્રો કર્યા એટલે અચ્યુતમ્ કેશવમ્ થઈ ગયું તેમ નહીં. ઃ આ પછાતવર્ગોની ઉત્પત્તિ, તેમનું સમાજમાં સ્થાન, વેદોમાં, પુરાણોમાં, મધ્યકાલીન યુગથી સાંપ્રત સમય સુધીની તેમની પરિસ્થિતિ આ બધાનો તેમણે "તલસ્પર્શી અભ્યાસ" કર્યો. આપણે ગમે તે શબ્દ ગમે ત્યાં વાપરતાં હોઈએ છીએ. "તલસ્પર્શી અભ્યાસ "શબ્દ વાપરવો હોય તો શ્રી કે.જી વણઝારા માટે બેધડક વાપરી શકાય. તેમણે ભારતની ૭૦૦૦ જાતિઓ અને ગુજરાતના તમામ વર્ગોની જાતિઓના ઈતિહાસનો અભ્યાસ કર્યો. હિન્દુ, જૈન, બૌદ્ધ, શીખ, ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મશાસ્ત્રોનું અવગાહન કર્યું છે. અને તેના દોહન રૂપે અઢળક લખ્યું છે ઃ
ગુજરાતનાં પછાત વર્ગો ઈતિહાસ અને અસ્મિતા, સામાજિક, શૈક્ષણિક તેમજ અન્ય પછાતવર્ગ ( એસ.ઈ.બી.સી. અને ઓ.બી.સી ) ની સમસ્યાઓ અને સમાધાન એ વિષય ઉપરના દસ મહાગ્રંથો તેમણે લખ્યા છે. એ તમામ જાતિની, તેમના નામની વ્યુત્પત્તિ અનેક સંદર્ભોથી તેમણે કરી છે. મૂળ સંસ્કૃત શબ્દો, તેના અર્થો ,ભગવદ્ ગૌમંડલમાં જાતિના વિવિધ અર્થો ,વિગેરે.ઘણા બધા ગુજરાતનાં મુખ્યમંત્રીઓના કાર્યકાળમાં મહત્વની જવાબદારી સંભાળતાં હજારો ગ્રંથો કેવી રીતે વાંચ્યા હશે ? ને આ બધી નોંધો ઉતારી હશે ? આ બધી જાતિઆનો વ્યવસાય, પહેરવેશ, ભાષા, રિવાજો, વ્યવહાર, જીવનની આગવી શૈલી માન્યતાઓ, તેમના દેવો- દેવતાઓ - દેવીઓ અંધશ્રદ્ધા, વહેમો, કોઈપણ જાતિ વિશે આટલી સમગ્રતાથી ભાગ્યે જ કોઈએ લખ્યું હશે.
દેશમાં જાતિવાદ વધુ ને વધુ વકરી રહ્યો છે. ભારતનો ઈતિહાસ, સમાજ વ્યવસ્થા, અને વર્ણવ્યવસ્થા જોતાં જાતિઓની નાબુદી શક્ય નથી .પરંતુ જાતિવાદને નાબુદ કરી શકાય તેમ છે. આ ગ્રંથમાળા લખવાનો મારો આશય વર્ણવાદ અને જાતિવાદમાંથી બહાર નીકળવું તે છે. તેમ તેઓ જણાવે છે.
તેઓ પોતાની કેફિયતમાં જણાવે છે કે- સન ર૦૧૪માં હું નિવૃત્ત થયો પછી સર્વોચ્ય અદાલત અને વડી અદાલતમાં વકીલાત શરૂ કરી ,ત્યારે મારો વિચાર હતો કે મારે ગુજરાતની એસઈબીસી અને વિચરતી - વિમુક્ત જાતિઓનો ઈતિહાસ લખવો. જેથી આ જાતિઓનો ઈતિહાસ, અસ્મિતા, અધિકારો, સમસ્યાઓ અને તેનાં સમાધાન પ્રત્યે સરકાર અને સરકારી અધિકારીઓનું ધ્યાન દોરી શકાય :અને નાની- નાની સમસ્યાઓનું સરળતાથી સમાધાન થઈ શકે.
તેમને ગુજરાત અને ભારતના અનેક એવોર્ડો પ્રાપ્ત થયા છે. પણ મને લાગે છે કે યુનિવર્સિટિઓએ તેમને એક નહીં; અનેક માનદ ડૉક્ટરેટની ડિગ્રીઓ આપવી જોઈએ. વિચરતિ વિમુક્ત અને પછાત જાતિઓ અશિક્ષિત છે ઃ એ તો શું આપી શકે ? પણ વણઝારા સાહેબે જે કામ કર્યું છે અને તેમને મેં જે કામ કરતા જોયા છે ઃ તે માટે એક ઉદાહરણ રજૂ કરવું ગમશે.
એક જગ્યાએ મંદિરનું કાર્ય ચાલતું હતું. કેટલાક શિલ્પીઓ પથ્થર ઉપર મૂર્તિ કંડારી રહ્યા હતા. એક બુદ્ધિજીવી આવ્યો. એક શિલ્પીને તેણે પૂછયું ,"શું કરો છો ? "
પથરા તોડીએ છીએ અને પેટ ભરીએ છીએ.
બીજા શિલ્પીને પૂછયું. ત્યારે તેણે કહ્યું - "પથ્થર ઘડીએ છીએ ને મૂર્તિ બનાવીએ છીએ". ત્રીજા શિલ્પીને પૂછયું. તેણે કહ્યું - "આ પથ્થરમાં મારો ભગવાન છૂપાયો છે. તેને બહાર લાવવાનું કામ કરું છું. પુજા કરું છું. "
પહેલો શિલ્પી કામને વેઠ સમજતો હતો. બીજો શિલ્પી કામને ફરજ સમજતો હતો. ત્રીજો શિલ્પી કામને પૂજા સમજતો હતો. નૂતન ભારતી મડાણાના નિયામક ર્ડો. કનુભાઈ વોરા અને વિચરતી જાતિઓ માટે કર્મશીલ ઈશ્વરભાઈ રાવળ અમને ત્રણેને પૂજા ખંડમાં એટલે તેમણે બોલાવ્યા હશે. ??
૦૦૦

10/04/2024
ખૂબ ખૂબ અભિનંદન ઈશ્વરભાઈ પુરબીયા આપના સેવા કાર્યોને  સત સત નમન🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
07/01/2024

ખૂબ ખૂબ અભિનંદન ઈશ્વરભાઈ પુરબીયા આપના સેવા કાર્યોને સત સત નમન🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

*💐બંધુ"બાલઘરમાં હનુમાન ચાલીસા કંઠસ્થ ગાન સ્પર્ધા યોજાઇ 💐*              વંચિત સેવા ટ્રસ્ટ દ્વારા દેવીપૂજક વસાહતમાં ચાલતા ...
11/12/2023

*💐બંધુ"બાલઘરમાં હનુમાન ચાલીસા કંઠસ્થ ગાન સ્પર્ધા યોજાઇ 💐*
વંચિત સેવા ટ્રસ્ટ દ્વારા દેવીપૂજક વસાહતમાં ચાલતા બંધુ બાલઘરમાં *મા.શ્રી ભગવાનદાસ"બંધુ"સાહેબની જન્મ દિવસ ની ઉજવણી ના ભાગરૂપે*
*"હનુમાન ચાલીસા કંઠસ્થ ગાન સ્પર્ધાયોજાઇ હતી.*
વંચિત સેવા ટ્રસ્ટના ઉપપ્રમુખ ભગવાનદાસ ઠક્કર, "બંધુ" ના જન્મ દિવસ નિમિત્તે બાળકોએ કંઠસ્થ કરેલ હનુમાન ચાલીસાની ગાન સ્પર્ધામાં વિજેતા બાળકોને સ્કૂલ બેગ ભેટ આપવામાં આવી હતી.
આ પ્રસંગે વંચિત સેવા ટ્રસ્ટના પ્રમુખ સાહિત્યકાર કનુભાઈ આચાર્ય, સવૅ શ્રી ચિત્રકાર-લેખક નાથાલાલ
બ્રહ્મક્ષત્રિય, ચિત્રકાર ચંદુભાઈ
એ.ટી.ડી.વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ઇશ્વરભાઇ રાવળે સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું.જે બાળકો શિક્ષણથી વંચિત છે
તેવા બાળકો સુધી પહોંચીને
તેમને શિક્ષિત બનાવવા વંચિત
સેવા ટ્રસ્ટ સંકલ્પબદ્ધ છે દેવીપૂજક વસાહતમાં "બંધુ" બાલઘરના બાલદોસ્ત
અનિલભાઈ રાવળ દ્વારા બાળકોને શિક્ષણ આપવામાં
આવે છે.
આ પ્રસંગે સર્વ મંગલમ વિદ્યાલયના કોમ્પ્યુટર ઓપરેટર જગદીશભાઈ રાવળ તેમજ દેવીપૂજક બાળકોના વાલીઓ પણ આ પ્રસંગે હાજર
રહ્યા હતા.......💐

🙏🏻*જય શ્રી રામ* 🙏🏻          વંચિત સમુદાયો કે જેઓ વિકાસથી જોજનો દૂર છે.અને પોતાના પરિવાર નું પેટિયું રળવા આજે પણ ગામે ગામ...
07/12/2023

🙏🏻*જય શ્રી રામ* 🙏🏻
વંચિત સમુદાયો કે જેઓ વિકાસથી જોજનો દૂર છે.અને પોતાના પરિવાર નું પેટિયું રળવા આજે પણ ગામે ગામ ફરી વિચરણ કરી રહ્યા છે.
પેટ નો ખાડો પૂરવા રઝળપાટ કરતાં આવા વંચિત સમુદાયોના પરિવારો ને "વિકાસ"શબ્દ થી શું? લેવા દેવા.......એમને તો માત્ર એક ટંક નું ખાવાનું મળી જાય ત્યારે બીજા ટંક નું ક્યાંથી મેળવી શકશું તેની ચિંતામાં "વિકાસ" શબ્દ સાવ વિસરાઈ ગયો છે.તો પછી શિક્ષણ ની તો વાત જ ક્યાં રહી.........આપણે સૌ જાણીએ છીએ કે પરિવાર કે સમાજમાં શિક્ષણ સિવાય વિકાસ શક્ય નથી.આવા પરિવાર નાં બાળકો નિયમિત શાળાએ જતા થાય શિક્ષણ મેળવતા થાય અને બાળકો ને શિક્ષણ મેળવવાની રૂચિ પેદા થાય.તેવા આશય અને ગમ્મત ગુલાલ સાથે શિક્ષણ મેળવી પ્રગતિ કરી શકે. તે માટે વંચિતોના હિતચિંતક, જીવદયાપ્રેમી,માનવતાવાદી, જેમના થકી અનેકવિધ, સેવાકીય પ્રવૃતિઓ થઈ રહી છે.તેવા માનનીય શ્રી ભગવાનદાસ ઠક્કર (બધું) સાહેબની પ્રેરણાથકી ધનતેરસના પવિત્ર દિવસે"બધું" બાલઘરની શુભ શરૂઆત કરવામાં આવી.
જેમની કલમ થકી હંમેશા વાંચિતોની પીડાઓ ને વેદનાઓ ને વાચા આપી સમાજ અને સરકાર સમક્ષ મુકવાનો સરાહનીય સફળતાપૂર્વક પ્રયાસ કરનાર વરિષ્ઠ સાહિત્યકાર શ્રી કનુભાઈ આચાર્ય.
સાહિત્યિક, વ્યાસંગી તેમજ ગરીબ પરિવારોના શુભચિંતક જેવો વંચિત પરિવારો ના વિકાસ માટે સતત ચિંતીત છે તેવા શ્રી જયંતીભાઈ ઠક્કર(ઓઢાવાળા).નિજ આનંદ માણનાર અને વંચિતોની વેદના પ્રત્યે જેમને કરૂણાભાવ છે તેવા શ્રી નાથાભાઈ બ્રહ્મક્ષત્રિય. શ્રી અનિકેતભાઈ ઠક્કર
શ્રી સર્વમંગલમ્ વિદ્યાલયના આચાર્ય શ્રી વિનીતાબેન સુથાર. શિક્ષક શ્રી અલકાબેન ઠક્કર.મિત્તલબેન દરજી.અંજનાબેન મકવાણા.આશાબેન દરજી.જયશ્રીબેન પટેલ. શ્રવણભાઈ પ્રજાપતિ.
" બંધુ"બાલઘર ના પ્રેરણાદાયી કામ કરનાર બાલદોસ્ત શ્રી અનિલભાઈ રાવળ
વસાહત ના વાલીશ્રીઓ સહિત સૌ શુભચિંતકોની ઉપસ્થિતિમાં " બધું બાલધર" થી નવીન સાહસરૂપી કાર્ય ની શરૂઆત કરવામાં આવી

વંચિત સેવા ટ્રસ્ટ દ્વારા સહકાર આપનાર તમામનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો

Address

Deesa
385535

Website

Alerts

Be the first to know and let us send you an email when Vanchit seva trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share