07/12/2024
#અમે_કીધું_અને_તમે_કર્યું
શ્રી ચાણપા પ્રાથમિક શાળામાં દાતા તરફથી પાણીનો બોર કરી આપવામાં આવ્યો
છેલ્લા ઘણા સમયથી અનિયમિત પાણીની સમસ્યાથી શાળાના વિદ્યાર્થીઓને મળશે હવે રાહત
ચોટીલા શહેરથી એક દમ નજીક આવેલા ચોટીલા તાલુકાના ચાણપા ગામમાં આવેલ સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૮ સુધીના ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે આ ગામની સરકારી શાળામાં ચોટીલા શહેરમાંથી પણ ૨૦ થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. આ શાળામાં પાણી વિતરણ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવતું હતું પણ શાળામાં ૧૫૦ વિદ્યાર્થીઓ અને સ્ટાફ સહિતના લોકોની જરૂરિયાત અને શાળાના પટાંગણમાં ઉછરી રહેલા વૃક્ષોને નિયમિત પાણી મળતું ન હતું જે બાબતની ચિંતા કરીને શાળાના આચાર્યએ ચોટીલામાં છેલ્લા વીસ વર્ષથી સેવાકીય પ્રવૃતિઓ કરતી સંસ્થા રામ-રહિમ ફાઉન્ડેશનને જાણ કરાતા સંસ્થા દ્વારા મૂળ ચોટીલાના અને હાલ અમદાવાદ રહેતા શ્રી નિલેશભાઈ ખંધારનો સંપર્ક કરતા તેમણે ક્ષણ ભરનો પણ વિલંબ કર્યા વિના તરત જ આ સેવાનો લાભ લીધો હતો અને નિલેશભાઈના માતૃશ્રી હેમલતાબેન અંબાલાલભાઈ ખંધાર પરિવાર તરફથી આ શાળામાં બોર કરીને મોટર, પાઈપ, વાયર અને બોરની સુરક્ષા માટે પાક્કો ઓટલા સહિતનો તમામ ખર્ચ ઉપાડ્યો હતો. જેનું આજ રોજ પ. પુ. ગીતા કુમારીજી મહાસતીજીના જન્મ દિવસે અનાવરણ કરવામાં આવ્યું હતું.
આ પાણીના બોરના લોકાર્પણ પ્રસંગે શ્રી ચાણપા ગામની પ્રાથમિક શાળામાં પધારેલ દાતાશ્રી શ્રીમતી ઉર્વિબેન નીલેશભાઈ ખંધાર, શ્રી નીલેશભાઈ અંબાલાલભાઈ ખંધાર અને તેમના સાથી મિત્ર પારસભાઈ ખંધાર, નીતાબેન ખંધાર, રામ-રહીમ ફાઉન્ડેશનના પ્રમુખ મોહસીનખાન પઠાણ, જ્યોતિબેન સીતાપરા, દિલાવરખાન પઠાણ, તસ્લીમબેન પટેલ સહિતના મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું અને દાતા પરિવાર તથા આવેલ તમામ મહેમાનોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. નાના નાના ભુલકાઓએ પ્રાર્થના અને ભજન ગાઈને મહેમાનોને આવકાર્યા હતા તેમજ દાતાશ્રી નિલેશભાઈ અંબાલાલભાઈ ખંધારના ગુરુશ્રી પ. પુ. ગીતાકુમારીજીના જન્મ દિવસની ખુશીમાં શાળાના બધા બાળકોને અભ્યાસમાં ઉપયોગી તેવા રાઈટિંગ પેડ અને બિસ્કીટ આપી રાજી કરવામાં આવ્યા હતા. શાળા પરિવાર તેમજ આચાર્યશ્રીએ દાતા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.
રામ રહીમ ફાઉન્ડેશન ચોટીલા પરિવાર દ્વારા દાતાશ્રી નિલેશભાઈ અંબાલાલભાઈ ખંધારનું સન્માન પુષ્પ રૂપી શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય મનોજભાઈ પંચાલ, ભરતસિંહ પરમાર, મહેન્દ્રભાઈ પ્રણામી, હિતેન્દ્રભાઇ વર્મા, આશાબેન પંચાલ અને દેવલબેન વ્યાસ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.
#રામ_રહીમ_ફાઉન્ડેશન #સેવા #પાણી #ચાણપા #પ્રાથમિક #શાળા #ખંધાર
#મદદ #શિક્ષણ #શૈક્ષણિક #સેવા #દાતા_સન્માન