19/05/2025
સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ બીલીમોરા દ્વારા ટ્રસ્ટના પૂર્વ મંત્રી સ્વ દિનેશભાઈ ભગવાનદાસ માલીની પ્રથમ પુણ્યતિથિ તા ૧૭/૦૫/૨૦૨૫ શનિવારના રોજ રામીબેન આમલીયન હોલ, સોમનાથ સંકુલ બીલીમોરા ખાતે રક્તદાન કેમ્પ તથા આયુર્વેદિક સારવાર કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમા ૧૪૧ યુનિટ રક્ત એકત્ર કરાયું હતું, તમામ રક્તદાન કરનારા દાતાશ્રીઓનો ટ્રસ્ટ વતી ખુબ ખુબ આભાર, અમારા ટ્રસ્ટ દ્વારા દર વર્ષે સ્વ. દિનેશભાઈ ભગવાનદાસ માલીની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનુ આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, આશા રાખીએ છીએ કે આ વર્ષની જેમ દર વર્ષે તમામ મિત્રોનો આ જ પ્રકારે સાથ અને સહકાર મળતો રહેશે.... આભાર 🙏