All India Yog Vidya & Natural Life Association

All India Yog Vidya & Natural Life Association संस्था परिचय :

ईस्वी सन १९५४में गाँधी विचारों से प्रभावित कुछ प्रकृतिप्रेमी मित्रों ने दादा सुग्नाराम लड्कानी के नेतृत्व में प्राकृतिक जीवनशैली के प्रचार-प्रसार के उदेश्य से गुजरात कच्छ के गांधीधाम शहरमें ‘गांधीधाम प्राकृतिक जीवन समिति’ की रचना की कालांतर में यह संस्था विस्तरित होकर ‘गुजरात राज्य प्राकृतिक जीवन संघ’ एवम् आज के बृहत्तर स्वरूप ‘अखिल भारत योग विद्या एवं प्राकृतिक जीवन संघ’ के रूप में कार्यरत है.

ंस्था के प्रारंभकल से गुजरात के तत्कालीन राज्यपाल श्री श्रीमन्नारायणजी एवं सौ. मदालसा बहन तथा भारत के अनुभवी प्राकृतिक चिकित्सविद डो. शरणप्रसाद जुड़े रहे. बाद में योगाचार्य स्व. मनुवर्यजी महाराज, योगाचार्य महेशभाई भट्ट, श्री मनुभाई पटेल, डो. सुखबीरसिंह, डो. बी. व्यंकटराव, डो. भमगरा जैसे दिग्गज योग व् प्राकृतिक चिकित्साविदों से भी समय समय पर संस्था को सहयोग, संरक्षण व् मार्गदर्शन मिला.

29/03/2026

*ઉપવાસ પછીનું ફૂડ મેનેજમેન્ટ*
👏સ્વાસ્થ્ય અને સંયમનો વૈજ્ઞાનિક અભિગમ

હમણાં જ પુરી થયેલી
નવરાત્રી , થોડો સમય‌પહેલા ના રમઝાન, અને જૈન ચાતુર્માસ જેવા આપણા ધાર્મિક ઉપવાસો આપણા શરીર અને મન બંને માટે શુદ્ધિકરણની ઉત્તમ પ્રક્રિયા છે.

ઉપવાસ દરમિયાન શરીરને આરામ મળે છે અને આંતરિક સ્વચ્છતા ( *Detoxification* ) થાય છે.
પરંતુ
ઉપવાસ પૂર્ણ થયા પછીનો આહાર યોગ્ય રીતે ન લેવાય તો તેના લાભો ઓછા થઈ શકે છે અને મોટાભાગે હાની પણ‌ થાય છે

*ઉપવાસ પછી ખાસ સાવચેતી કેમ જરૂરી?*

લાંબા સમય સુધી ઉપવાસ દરમિયાન પાચનતંત્ર આરામની સ્થિતિમાં રહે છે.

- જઠરાગ્નિ મંદ બને છે
- પાચક રસો ( *enzymes* ) ઘટે છે
- આંતરડાની ગતિ ધીમી પડે છે

આવા સમયમાં અચાનક ભારે ભોજન લેવાથી નીચેની સમસ્યાઓ થઈ શકે:

- બ્લડ શુગરમાં અચાનક વધારો ( *Insulin Spike* )
- પાચનતંત્ર પર વધારાનો ભાર ( *Digestive Stress* )
- લિવર અને કિડની પર અસર
- આંતરડાના સ્વાસ્થ્યમાં ખલેલ

સમજીયે
ઉપવાસ તોડવાની યોગ્ય પદ્ધતિ ( *Gradual Feeding* )

*પ્રાકૃતિક ચિકિત્સા મુજબ* , ઉપવાસ પછી આહાર ધીમે ધીમે શરૂ કરવો જોઈએ:

1. પ્રવાહી તબક્કો (Liquid Stage)

શરૂઆત હળવા પ્રવાહીથી કરો:

- નવશેકું પાણી
- લીંબુ પાણી
- નાળિયેર પાણી
- તાજા ફળનો રસ

આ શરીરને હાઈડ્રેટ કરે છે અને પાચનતંત્રને ફરી સક્રિય કરે છે.

2. અર્ધ-પ્રવાહી તબક્કો (Semi-Liquid Stage)

આગળ વધીને:

- મગનું પાણી
- શાકભાજીનો ક્લિયર સૂપ
- પાતળી રાબ

આ તબક્કે ઓછું ફાઈબર રાખવું જરૂરી છે.

3. નરમ આહાર (Soft Diet)

પછી હળવો અને સરળ પચી શકે તેવો આહાર લો:

- બાફેલી શાકભાજી
- મગ-ચોખાની ઢીલી ખીચડી
- સામો, કોદરી જેવા તૃણધાન્ય

આ ખોરાક પાચન માટે સહેલાં અને પોષણયુક્ત હોય છે.

*ખાસ‌* 👏🌳
શું ટાળવું જોઈએ?

*ઉપવાસ પછી તરત નીચેના ખોરાક ટાળવા જોઈએ* :

તળેલા અને તેલિયાં પદાર્થો
વધુ મીઠાઈ અને ખાંડવાળા ખોરાક
ચા અને કોફી (ખાલી પેટે)
ભારે અને મસાલેદાર ભોજન

*સ્માર્ટ ઉપવાસ* : શરીર સાથે મનનું શુદ્ધિકરણ

ઉપવાસનો હેતુ માત્ર ખોરાકનો ત્યાગ નથી, પરંતુ સંપૂર્ણ જીવનશૈલી સુધારવાનો છે:

*માનસિક શુદ્ધતા:* સકારાત્મક વિચાર, સારા પુસ્તકોનું વાંચન

*પ્રાણાયામ અને ધ્યાન:* મનને સ્થિર અને શાંત બનાવે છે

*મૌનનો અભ્યાસ* : આંતરિક ઊર્જા બચાવે છે અને એકાગ્રતા વધારે છે

*આમ* હવે સમજીયે તો,

ઉપવાસ એ શરીર અને મન માટે એક પ્રાકૃતિક “રીસેટ” પ્રક્રિયા છે.
જો ઉપવાસ પછી આહાર યોગ્ય રીતે અને સંયમથી લેવાય, તો તે લાંબા ગાળે આરોગ્ય, ઊર્જા અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.

હિમાંશુભાઈ લીંબાસિયા
( *નિસર્ગોપચારક* )
🌳નેચર કેર સેન્ટર, રાજકોટ
🌳અખીલ ભારત યોગ વિધા એવમ્ પ્રાકૃતિક જીવન સંઘ

जन हित में जारी
🌳👏

લાગું પડતા હોય તેવા મીત્રો/ગ્રુપ પરીવારજનો ને મોકલી શકાય

Modern life style factors
15/03/2026

Modern life style factors

15/03/2026

કુલપતી શ્રી સ્વાગત ઉદબોધન

ડો. હિતેશ જાની સંપૂર્ણ સ્વાસ્થ્ય કા વૈશ્વિક પ્રતીમાનબીજ વક્તવ્ય
15/03/2026

ડો. હિતેશ જાની
સંપૂર્ણ સ્વાસ્થ્ય કા વૈશ્વિક પ્રતીમાન

બીજ વક્તવ્ય

🪷 નિમંત્રણ: 31મું જ્ઞાનસત્ર - ભુજ 🪷"સ્વસ્થ શરીર, સ્વચ્છ મન અને સભ્ય સમાજ એ આજના યુગની અનિવાર્ય આવશ્યકતા છે"છેલ્લા 71 વર્...
15/03/2026

🪷 નિમંત્રણ: 31મું જ્ઞાનસત્ર - ભુજ 🪷

"સ્વસ્થ શરીર, સ્વચ્છ મન અને સભ્ય સમાજ એ આજના યુગની અનિવાર્ય આવશ્યકતા છે"
છેલ્લા 71 વર્ષથી નેચરોપથી અને યોગના ક્ષેત્રમાં કાર્યરત સંસ્થા દ્વારા આગામી ભવ્ય જ્ઞાનસત્રનું આયોજન કરવામાં આવ્યું છે. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય મેળવવા માટે પ્રાકૃતિક જીવનશૈલી અપનાવવી એ જ સાચો માર્ગ છે.
🙏🏻 આયોજક: અખિલ ભારત યોગ વિદ્યા એવં પ્રાકૃતિક જીવન સંઘ - ભુજ અને શ્યામજી કૃષ્ણ વર્મા (કચ્છ) યુનિવર્સિટી.
🌳તારીખ: 14 અને 15 માર્ચ, 2026
🌳 સ્થળ: યુનિવર્સિટી કેમ્પસ, ભુજ (સંસ્થાનું હોમ ટાઉન)
જ્ઞાનસત્રની રૂપરેખા:
🔹 ભાગ-1: શનિવાર, 14/03/2026 (બપોરે 2:00 થી શરૂ)
આ સત્ર ખાસ કરીને નેચરોપથી, યોગ પ્રેક્ટિશનરો, થેરાપિસ્ટો અને વિદ્યાર્થીઓ માટે છે.
* પોતાનું કાર્ય સમાજમાં સફળતાપૂર્વક કેવી રીતે સ્થાપિત કરવું?
* વ્યવહારિક મુશ્કેલીઓનું માર્ગદર્શન અને સરકારની લેટેસ્ટ ગાઈડલાઈન/નિયમોની જાણકારી.
* વિશેષ આકર્ષણ: 'Right or Wrong' કાર્યશાળા, પેનલ ડિસ્કશન અને ગુણવત્તાયુક્ત સારવાર માટેનું ખાસ સત્ર.
🔹 ભાગ-2: રવિવાર, 15/03/2026 (સવારે 9:00 થી 5:00)
* વિવિધ વિષયો પર ઊંડાણપૂર્વક સત્રો.
* પોતાના કેસ પેપર રજૂ કરવાની અમૂલ્ય તક.
📞 સંપર્ક સૂત્ર:
* દિનેશભાઈ મુંદડા (ભુજ): 9427201151
* હિમાંશુભાઈ લીંબાસીયા (રાજકોટ): 9825900012
* શૈલેન્દ્રભાઈ ચતુર્વેદી (વડોદરા): 9825992939
* સુનીતિ બેન લાડકાની (ગાંધીધામ): 9898044466

આભાર સહ,
બહાદુર ભાગ્યા🙏🏻😌 (અધ્યક્ષશ્રી)
તથા સમસ્ત હોદ્દેદારગણ
અખિલ ભારત યોગ વિદ્યા એવં પ્રાકૃતિક જીવન સંઘ

14/03/2026

શનીવાર નું સત્ર:-
શનિવાર : તારીખ 14 3 2026
રૂમ નંબર 105
યુનિવર્સિટી ભવન કેમ્પસ - ભુજ

બપોરે 2 થી 2 . 30
આવનાર તમામનું રજીસ્ટ્રેશન -
ફી કલેક્શન -
શેરડીના રસનું અમૃતપાન
(અને શક્ય હોય તો કીટ બેગ વિતરણ કરી ) દરેકને પોતાનું બેસવાનું સ્થાન મેળવી લેવું દેવું

2. 30 થી 3

દીપ પ્રાગટ્ય
ધ્યાન પ્રાર્થના અને
અધ્યક્ષ શ્રી નો મોકલાવેલ સંદેશા નું વાંચન
હરીશભાઈ લાડકાની કરશે

:- સેમીનારની ભૂમિકા એટલે કે જ્ઞાન સત્ર ના વિષયની બાબતો ઉદ્દેશ્ય અને આવકાર હિમાંશુભાઈ લીંબાસીયા સર તરફથી રજૂ કરી સામાન્ય સૂચનાઓ જણાવાશે

👇
૩ થી ૩.૩o દરમિયાન
# સેશન પહેલું
(મા. ચંદ્રકાંત પંડ્યા‌ સર )
તરફથી પ્રસ્તુત થશે
જેમાં સફળ થેરાપીસ્ટ થવાની કલા - થેરાપીના કમાલો, જાણીતા અને ડરામણા રોગોમાં થેરાપી નો જાદુ ઉપર તેમનું માર્ગદર્શન રહેશે

ત્યારબાદ
👇
# સેશન્સ ૨ (બિજ સત્ર)
સમય 3:30 થી 4 .15
દર્દીઓ સાથે રોજિંદા કમ્યુનિકેશનમાં જોવા મળતા ભ્રમો અને સત્ય હકીકતો
Myth vs Facts
(Panel discussion)

રજૂ કરશે હિમાંશુભાઈ લીંબાસીયા સર
આ આ વિષયમાં આ સેશન્સમાં આપણી સંસ્થાના 71 માં વર્ષ પ્રવેશ નિમિત્તે 71 પ્રશ્નો નો સંપુટ રજૂ થશે ઉપરાંત ઓડિયન્સ માંથી પણ પ્રશ્નો લેવાશે (જેમને પોતાના પ્રશ્નો પ્રસ્તુત કરવા હોય તે અગાઉથી જ કાગળમાં લખીને લાવે અને આ સત્ર પહેલા ઉદઘોષક ને આપી દેવા શક્ય હશે તેટલા ની તેના પર વાત થશે)
*વિષય* : સંપૂર્ણ આરોગ્ય
આહાર ચિકિત્સા,એનેટોમી, જલ ચિકિત્સા ,વિવિધ થેરાપી ઓ, નેચરોપેથી , એક્યુપ્રેશર હિલિંગ યોગ પ્રાણાયામ ,ધ્યાન, પ્રાર્થના,મસાજ ,એનિમા ,
, બોટનિકલ હર્બ, પ્રોડક્ટસ. નેચરલ ફાર્મિંગ, મ્યુઝિક થેરાપી, જીવનશૈલી, વગેરે પર આધારિત હશે
(ત્યારબાદ જરૂર હોય તો પાંચ મિનિટ બ્રેક અપાશે)

👇
# સેશન્સ ૩
4.15 થી 5: એક કલાક નું સેશન્સ શ્રી સંજય સિંહ સર (ખારોઈ) લેશે જેમાં નાના સેટઅપ - મોડેલનું આદર્શ સ્વરૂપ કઈ રીતે બનાવી શકાય અને પ્રાથમિક કામ કરતા થેરાપિસ્ટ માટે કોઈ રજીસ્ટ્રેશન કે સરકારી કાયદાઓ હોય તો તેનું માર્ગદર્શન,અપાશે.
સમાજમાં ક્લાસિક નેચરોપેથી નો ફેલાવો કરવા ઉપસ્થિત ઉપસ્થિત ઓડિયન્સ સૈનિક બનીને પોતાની ભૂમિકા કઈ રીતે ભજવી શકે તેનું માર્ગદર્શન આપશે
તેઓના ભૂતકાળમાં થયેલા શ્વાસ નેચરોપેથી ચેન સેન્ટરો ના મોડલની પણ ચર્ચા કરાશે

👇
સેશન્સ - 4
5 to 5.15
હિતેશ મહારાજ
ગ્રહો અને આરોગ્ય
(ભારતીય આરોગ્ય પરંપરા નો એક અદ્ભુત વિષય)
૧૫ મીનીટ

👇
, # સેશન્સ - 5
પરીચય - અભીવાદન
સમય 5:15 થી 5.30

ઉપસ્થિત ઓડીયન્સ માંથી જે લોકો સમાજમાં નેચરોપેથી યોગ વિગેરેમાં કારકિર્દી ની સક્સેસ સ્ટોરી બનાવેલ છે અથવા સેવા પ્રકલ્પે પોતાનું યોગદાન આપે છે તેવા દસેક લોકોને મંચ પર બોલાવી તેમનો પરિચય પોતાનો - કાર્ય પરિચય - અનુભવ અને સંસ્થા સાથેનું તેનું જોડાણ પ્રસ્તુત કરશે (પ્રવુતિઓ કરનાર લોકો આ માટે પ્રથમ થી જ પોતાની વિગતો ઉદઘોષક ને પંહોચાડવી
👇
સેશન્સ 6
5.30 થી 6 પ્રથમ અંતિમ સત્રમાં દિનેશ સર તરફ થી આભાર વિધી અને
- સંસ્થા અને કોર્સ નો પરિચય
- આજની અને આવતીકાલને બે દિવસના કાર્યક્રમની રૂપરેખા
- ભોજન
- નિવાસ
- ટ્રાન્સપોર્ટેશન વિગેરે ઉપરાંત જનરલ સૂચનાઓ અપાશે
-
આમ 6 વાગ્યે આપણે પૂરું કરીશું.
(મોડું શરૂ થાય તો 6.30 કે ૭ વાગ્યે પૂરું થશે)
ત્યારબાદ જે બહારથી આવેલ છે તે જુબેલી સર્કલ નજીક ભાનુશાલી નગર માં આવેલ ચારણ બોર્ડિંગ નિવાસમાં સહુ પ્રસ્થાન કરશે અને બાજુમાં જ બીએપીએસ સ્વામિનારાયણ રસોડામાં રાત્રિ ભોજન લેશે
લોકલ સ્વ ગૃહે જશે
👇🌹👇
(પોતાની સાથે બહારથી આવેલ સાથી /મહેમાન ને પોતાના ઘરે ભોજન માટે લય જય શકાય પણ ખરૂ👏😊🌹)

#સેશન્સ ૭
સહુથી અગત્યનું અંતિમ સત્ર
(જમ્યા પછી )
8:45 થી એક કલાક ચારણ બોર્ડિંગ પ્રાંગણમાં જ સૌરભ ત્રીવેદી સર
(આ સત્ર લેવા ખાસ‌ હૈદરાબાદ થી આવનાર છે ) નું માર્ગદર્શન નું સત્ર યોજાશે
જેઓ ગુજરાત અને ભારતના પ્રખ્યાત મોસ્ટ પ્રીમિયમ ફાઈલ સ્ટાર કક્ષાના નેચરોપથી સેન્ટરો ના સેટ અપનો તેમનો બહોળો અનુભવ ધરાવે છે
જે ખાસ આપનું નાનુ મોડલ પણ કઈ રીતે સક્સેસ બની શકે તે માટે તેમનો સંવાદ વ્યક્તિગત ધોરણે કરશે સાપ સવાલ જવાબ કરી શકશો
આ સત્ર બાદ સૌ શયન માટે છૂટા પડશે અને બીજા દિવસે રવિવારે
સવારે ૮ના અલ્પાહાર અને પછી ના સત્ર માટે હાજર થયા જવાનું રહેશે
રવિવારનું સાંજે 5:00 વાગે સમાપન બાદ સૌ વિદાય લેશે

08/03/2026

ટીમ ઈન્ડિયાને હાર્દિક અભિનંદન!

ક્રિકેટના મેદાનમાં મળેલી આ જીત માત્ર એક રમતની જીત નથી;
આ જીત આપણને યાદ અપાવે છે કે જ્યારે એકતા, સમર્પણ અને અડગ વિશ્વાસ સાથે પ્રયત્ન થાય, ત્યારે અશક્ય પણ શક્ય બની જાય છે.

મેદાન પર 11 ખેલાડીઓએ દેશ માટે મહેનત કરી —
હવે મેદાનની બહાર ૧૪૦ કરોડ ભારતીયો પોતાની જવાબદારી નિભાવે, તો ભારતની જીતને કોઈ રોકી શકશે નહીં.

હવે આપણી આગળની મેચ શું છે?

સ્વચ્છતા અને પર્યાવરણ
આપણા ઘર, મહોલ્લા અને શહેરને સ્વચ્છ રાખીએ.
કચરો કચરાપેટીમાં નાખવાનો સંકલ્પ — સ્વચ્છ અને સ્વસ્થ ભારત તરફનું સૌથી સરળ અને શક્તિશાળી પગલું છે.

જ્ઞાન અને ટેકનોલોજી
જેમ ક્રિકેટમાં પ્રેક્ટિસ અને ચોકસાઈ જીત અપાવે છે, તેમ જીવનમાં શિક્ષણ અને નવી ટેકનોલોજી આપણું સાચું શસ્ત્ર છે.
સતત શીખતા રહીએ અને આગળ વધતા રહીએ.

આરોગ્ય અને શક્તિ
ફિટ ખેલાડી જ મેચ જીતે છે અને તંદુરસ્ત સમાજ જ મજબૂત દેશ બનાવે છે.
પ્રાકૃતિક કૃષિ અને પ્રાકૃતિક જીવનશૈલી.
યોગ, સંતુલિત આહાર અને નિયમિત કસરત — આ જ ભારતની સાચી શક્તિ છે.

સંસ્કૃતિ અને દેશપ્રેમ
તિરંગો લહેરાય ત્યારે જે ગર્વ અનુભવાય છે, એ ગર્વ આપણે પોતાની ભાષા, સંસ્કૃતિ અને સંસ્કારો પ્રત્યે પણ રાખીએ.
દેશપ્રેમ શબ્દોમાં નહીં, પરંતુ આપણા જીવનમાં દેખાવા જોઈએ.

એકતા – ભારતની સૌથી મોટી શક્તિ
મેદાન પર ખેલાડીઓ અલગ પ્રદેશમાંથી આવે છે, છતાં રમે છે તો માત્ર “ભારત” માટે.
જો આપણે પણ ભેદભાવ ભૂલીને એક બનીએ, તો દુનિયાની કોઈ શક્તિ ભારતને આગળ વધતા રોકી શકશે નહીં.

યાદ રાખીએ…
વર્લ્ડ કપ એક દિવસમાં જીતાતો નથી;
દરેક બોલ, દરેક રન અને દરેક ક્ષણની મહેનતથી જીત મળે છે.

એ જ રીતે ભારતની મહાનતા પણ દરેક નાગરિકના સારા વિચાર, સારા સંકલ્પ અને સારા કાર્યથી જ બને છે.

આવો સંકલ્પ કરીએ —
મેદાન પરની જીતને હવે રાષ્ટ્રની પ્રગતિમાં ફેરવીએ.

આપણી દરેક સારી આદત, દરેક સકારાત્મક પગલું —
એ જ ભારતની સાચી જીત છે.

વંદેમાતરમ. 🇮🇳

28/12/2025

🗓️ Save the Date | તારીખ નોંધી રાખજો! 🗓️
24 અને 25 જાન્યુઆરી, 2026 (શનિ-રવિ)
🌿 પ્રકૃતિના ખોળે, આરોગ્યના દ્વારે: હાર્દિક નિમંત્રણ 🌿
આપણા શરીરને કુદરતી રીતે સ્વસ્થ રાખવાની કળા શીખવા માટે પધારો ભુજ (કચ્છ)!
અખિલ ભારત યોગ વિદ્યા એવમ્ પ્રાકૃતિક જીવન સંઘ અને શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી (કચ્છ યુનિવર્સિટી) ના સંયુક્ત ઉપક્રમે આયોજિત:
✨ બે દિવસીય જ્ઞાન સત્ર અને આરોગ્ય મેળો ✨
> "આ શિબિર તમને તમારી જાત સાથે મળવાનો અને આંતરિક શક્તિને ઓળખવાનો મોકો આપશે. નવું વર્ષ, નવો સંકલ્પ - નિરોગી કાયા માટે યોગ અને પ્રકૃતિનો સથવારો."
>
આ સેમીનારની વિશેષતાઓ:
* વિદ્વાન વક્તાઓ: યોગ અને નેચરોપેથીમાં જીવન સમર્પિત કરનાર તજજ્ઞોનું માર્ગદર્શન.
* રમણીય કેમ્પસ: 150 એકરમાં ફેલાયેલા પ્રકૃતિના સાનિધ્યમાં શીખવાનો લ્હાવો.
* જ્ઞાનનો મેળો: આરોગ્ય વિષયક ઊંડાણપૂર્વકનું જ્ઞાન મેળવવાની અમૂલ્ય તક.
* કચ્છનો પ્રવાસ: કચ્છના અદ્ભુત શિયાળાને માણવા માટે સહપરિવાર આયોજન કરો.
📍 રજીસ્ટ્રેશન વિગત (વહેલા તે પહેલાના ધોરણે)
* વિદ્યાર્થીઓ માટે: ₹300/- (ટોકન શુલ્ક)
* અન્ય માટે: ₹500/-
(નોંધ: આ શુલ્કમાં ભોજન, નિવાસ અને તમામ સત્રોનો સમાવેશ થાય છે.)
📞 સંપર્ક અને રજીસ્ટ્રેશન:
* હિમાંશુભાઈ (રાજકોટ): 9825900012
* દિનેશભાઈ (ભુજ): 9427201151

* શૈલેન્દ્રભાઈ (વડોદરા): 9825992939
* ડો. કશ્યપ ત્રિવેદી સર: 9427407451
આવો, આ 2026 ના વર્ષને સ્વાસ્થ્યપ્રદ અને યાદગાર બનાવીએ. આપ સહુ પ્રાકૃતિક-યૌગિક સાથીઓની રાહમાં...
ટીમ: અખિલ ભારત

જય તંદુરસ્તી

खास :-

2 દિવસ પછી ઓન લાઈન રજીસ્ટ્રેશન ની લીંક જાહેર કરાશે
તે જોતી રહેવી અને ભરી આપવી
આ વખતે વહેલા તે પહેલા ના ધોરણે ફક્ત 200 લોકો નો સમાવેશ ઓપન કેટેગરી મા છે - અને 100 લોકો ને કેમ્પસ મા નીવાસ સાથે )
સ્પોટ રજીસ્ટ્રેશન થશે નહી દરેક નેચરોપથી અને યોગ ના છાત્રો માટે આ ખુબ સારી તક છે ..)

अखिल भारत योग विद्या एवं प्राकृतिक जीवन संघ द्वारा पं.श्यामजी कृष्ण वर्मा कच्छ युनिवर्सिटी संलग्न संचालित डिप्लोमा इन यो...
22/12/2025

अखिल भारत योग विद्या एवं प्राकृतिक जीवन संघ द्वारा
पं.श्यामजी कृष्ण वर्मा कच्छ युनिवर्सिटी संलग्न संचालित डिप्लोमा इन योग एवं नेचरोपेथी पाठ्यक्रम की 7 वीं बेच के विद्यार्थियों का पदवी दान समारोह कुलपति डॉ मोहन भाई पटेल की अध्यक्षता में संपन्न हुआ।

अखिल भारत योग विद्या एवं प्राकृतिक जीवन संघ के महामंत्री, सुप्रसिद्ध प्राकृतिक चिकित्सक एवं आयुर्वेदाचार्य स्मृति शेष डॉ...
17/12/2025

अखिल भारत योग विद्या एवं प्राकृतिक जीवन संघ के महामंत्री, सुप्रसिद्ध प्राकृतिक चिकित्सक एवं आयुर्वेदाचार्य स्मृति शेष डॉ.जय संघवी सा. की 5वीं पुण्य तिथि पर हम सब सदस्य गण उन्हें हार्दिक श्रद्धांजली अर्पित करते हैं। उन्होंने संस्था के सेवा कार्यों को समाज के अधिक से अधिक लोगों तक पहुंचाने हेतु बहुत पुरुषार्थ किया ।
प्राकृतिक जीवन शैली व प्राकृतिक चिकित्सा के क्षेत्र में उनके योगदान को कभी भुलाया नहीं जा सकता।

આજે 2 ઓક્ટોબર ના રોજ સંસ્થા ના સ્થાપક  આપણા દાદાજી સુજ્ઞારામ લાડકાની જી ની  106 મી જન્મ જયંતી નિમિત્તે ગાંધીધામ મધ્યે ને...
02/10/2025

આજે 2 ઓક્ટોબર ના રોજ સંસ્થા ના સ્થાપક આપણા દાદાજી સુજ્ઞારામ લાડકાની જી ની 106 મી જન્મ જયંતી નિમિત્તે ગાંધીધામ મધ્યે નેચરોપેથી એક્યુપ્રેશર સારવાર શિબિર રાખવામાં આવેલ હતી
જેનો બહોળી સંખ્યા મા લાભાર્થીઓ એ લાભ લિઘો હતો

સંસ્થાની કારોબારીમાંથી દિનેશ મુંદડા, હરીશભાઈ લાડકાણી (દાદાજીના પુત્ર )સુનિતાબેન લાડકાની, ટ્રસ્ટી શ્રી વિનોદભાઈ રાઠી વગેરે સદસ્યો હાજર રહેલ અને કાર્યક્રમ મા
ઓનલાઈન માં સંસ્થાના પ્રમુખ શ્રી બહાદુર ભાઈ ભાગ્યાના આશીર્વાદ મેળવીને આ શિબિર નું શુભારંભ કરવામાં આવેલ આ શિબિરમાં ભુજ થી 10 થેરાપિસ્ટ અને ગાંધીધામ થી પાંચ થેરાપિસ્ટ સાથીઓ એ સેવાઓ આપી હતી
કાર્યક્રમ માટે હરીશભાઈ લાડકાણી પરિવારનું આર્થિક સહયોગ અને માર્ગદર્શન મદદરૂપ બન્યુ હતા
તેમનો તેમજ સેવા આપનાર સર્વે લોકોનો ખુબ ખુબ આભાર માનીયે છીયે

દિનેશ મુદડા
મંત્રીશ્રી

Address

E-3, Katira Complex, Near Toral Garden, Mundra Relocation
Bhuj
370001

Telephone

+919427201151

Website

Alerts

Be the first to know and let us send you an email when All India Yog Vidya & Natural Life Association posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to All India Yog Vidya & Natural Life Association:

Share