24/01/2026
પર્યાવરણમિત્ર એવોર્ડ – 2026
🌿 *ગુજરાત સરકાર દ્વારા મિશન ગ્રીન ભુજ નું ગૌરવપૂર્ણ સન્માન*🌿
ગુજરાત સરકારના પર્યાવરણ વિભાગ તથા સદભાવના વૃદ્ધાશ્રમ, રાજકોટ દ્વારા 30,000 થી વધુ વૃક્ષારોપણ અને સતત જતન માટે
મિશન ગ્રીન ભુજ સંસ્થાને માનનીય પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે "પર્યાવરણમિત્ર એવોર્ડ – 2026” અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા.
એવોર્ડ સ્વીકારતા મિશન ગ્રીન ભુજ ના સ્થાપક પ્રશાંતભાઈ જોશી નું કહેવું છે કે “સન્માન ભલે એક વ્યક્તિને મળતું હોય, પરંતુ એની પાછળ કરછમિત્ર સંસ્થા, એલ.એન.એમ. લાયન્સ હોસ્પિટલ, માતા-પિતાના આશીર્વાદ, જીવનસંગિની નો અડગ સાથ, ટીમ મેમ્બર્સની નિષ્ઠાપૂર્ણ મહેનત અને સેંકડો દાતાઓના પ્રેમ તથા આશીર્વાદ રહેલા છે.”
💚 આ સહયોગ અને વિશ્વાસ બદલ સૌનો હૃદયપૂર્વક આભાર અને અભિનંદન!
👉 ચાલો, મળીને “વતનને વૃંદાવન” બનાવવાનો સંકલ્પ આગળ વધારીએ. 🌱
🌳 મિશન ગ્રીન ભુજ 🙏🏼
9825326692