12/10/2025
મારા જીવનના ત્રણ આદર્શ વ્યક્તિઓ... મહેશભાઈ ભણશાલી.... તારાચંદભાઈ છેડા અને વેલજીભાઈ મહેતા...... જીવદયા અને સેવાકીય પ્રવૃતિઓના ભીષ્મ પિતામહ સમાન આ ત્રણ મહાનુભાવોનો મારા જીવનમાં ખૂબ જ ઊંડો પ્રભાવ રહ્યો છે... 1987/88 ના દુષ્કાળ સમયે ભણશાલી ટ્રસ્ટ દ્વારા કચ્છ વાગડ અને બનાસકાંઠામાં ઢોરવાડાઓ શરૂ કરવામાં આવ્યા હતા... ત્યારે ટ્રસ્ટમાં જોડાયો જ્યાં ગૌસેવાનું ઉત્તમ કાર્ય કરવાનું જાણવા સમજવા મળ્યું... આજે જીવનમાં જે કંઈ મેળવ્યું છે.. ભણશાલી ટ્રસ્ટમાં શીખેલા કાર્ય શીલતા,પ્રમાણિકતા, સત્યતા, નિષ્ઠા જેવા સંસ્કારો પાયામાં રહેલા છે, નાની ઉંમરમાં સેવાના સંસ્કાર બીજ સાથે અનાશક્ત ભાવે રહેવાના ગુણો રોપવામાં મહેશભાઈ ભણશાલીના જીવનનો પ્રભાવ રહ્યો છે...... કચ્છમાં જૈન સમાજના બે વ્યક્તિઓએ જીવદયાની આહલેક જગાવી એવો ગુંજતો કર્યો કે આજે પણ ગૌ સેવા અને જીવદયા ક્ષેત્રે આ બે મહાનુભાવોના નામ ખૂબ જ આદર પૂર્વક લેવાય છે... આમ તો સમગ્ર કચ્છમાં એમની સેવાની સુવાસ ફેલાયેલી છે પરંતુ મુખ્યત્વે પશ્ચિમ કચ્છમાં ગૌ સેવા અને જીવદયાના મુખ્ય કાર્ય સાથે આરોગ્ય, માનવ સહાય અને ધાર્મિક સહિત કોઈ પણ સેવા કાર્યોમાં અગ્ર નામ હોય તો એ તારાચંદભાઈ જગશી છેડા.... ( રાજકીય, સામાજિક ધાર્મિક કાર્યો વિષે લખવા બેસીશ તો ઘણું લખવા જેવું છે.) જીવદયાના તેમના કાર્યોએ મારા જીવનમાં આગવી છાપ છોડી છે....તેમની પાસે સેવાના અને જીવદયાના કાર્ય કરવાની મારા મનની વાત કરૂં ત્યારે એ મરક મરક હશે.. પછી કહે..... હી... કો....... 😁😁 શ્રી અજરામર ટ્રસ્ટની સ્થાપનાને ત્યારે પણ 10 વર્ષ થઈ ગયા હતા..એમના માર્ગદર્શન હેઠળ જ જીવદયા પ્રવૃત્તિની શરૂઆત કરી હતી... તેમણે જ શ્રી અજરામર ટ્રસ્ટના જીવદયા પ્રકલ્પનું "શ્રી મુનિસુવ્રત સ્વામી જીવદયા કેન્દ્ર" નામ આપ્યું હતું....અને એ જ રીતે પૂર્વ કચ્છમાં જેમણે જીવદયાના મહાયજ્ઞને જીવન પર્યન્ત પ્રજવલિત રાખ્યો તેવા આજીવન જીવદયાના ભેખધારી શ્રી વેલજીભાઈ ઈન્દરજી મહેતા.... પશુધનને આશરો આપી તેની સેવા કરવી એ જ સાચો ધર્મ એવું માનતા વેલજીભાઈ.... દુષ્કાળિયા મુલ્ક તરીકે ઓળખાતા વાગડના કોઈ પણ ગામથી પશુ ધન આવે તેને જીવદયા મંડળની પાંજરાપોળમાં આશરો આપવામાં આવે જ.... એ સમયે તો અત્યાર જેટલી સુવિધાઓ પણ ન હતી અને વર્તમાન સમયમાં જે રીતે દાતાઓ ઉદારતાથી દાન મોકલાવે છે તેવું પણ ન હતું... પણ જેણે જીવદયાને જ જીવનમંત્ર તરીકે આત્મસાત કરી લીધો હતો તેવા વેલજીભાઇ મહેતા દિવસો સુધી ફંડ ફાળા માટે ઘર અને ધંધો છોડી નીકળી પડતા..... આજે જીવદયા ક્ષેત્રે રાપર પાંજરાપોળનું જે નામ છે તેની પાછળ વેલજીભાઈ મહેતાએ દિવસ રાત જોયા વિના ગૌ ધન અને જીવોની સેવા સુશ્રુષા માટે તન અને મનથી કરેલી સેવાને આભારી છે......મારે જયારે પણ રાપર જવાનું થતું ત્યારે સ્થાનક સામે આવેલી તેમની દુકાને મળવાનું થતું... હું નાની નાની સેવાકીય પ્રવૃતિઓ કરતો તે તેઓ જાણતા હતા તેઓ હંમેશા કહેતા.... બોરીચા... તમે આટલી નાની ઉંમરે જે સેવાનો ભાવ રાખો છો તે બરાબર છે પણ... સેવા કરવી એ બહુ કપરું કામ છે.... લોકો તમારા સેવાકીય કાર્યોને પણ શંકાની નજરે જોશે... સારા કાર્યમાં જલ્દીથી કોઈ દાતા મદદ કરશે જ એવું વિચારી ન ચાલશો... સેવા તમે ભલે નિષ્કામ ભાવે કરતા હો પણ લોકોની દ્રષ્ટિ તેમાં પણ કશુંક શોધવા જ પ્રયત્ન કરશે... જેવી દુનિયા દેખાય છે તેવી નથી.... આ મને થયેલા અનુભવો કહું છું....તેઓ કહેતા જો કોઈનું સાંભળી તમે નાસીપાસ થઈ ગયા તો જીવનમાં ક્યારેય સેવાકાર્ય કરી નહિ શકો... મન મક્કમ રાખી દુનિયાની પરવા કર્યા વગર તમારા સેવા કાર્યને વળગી રહેશો તો જ સફળ થશો.... આજે મુરબ્બી વેલજીભાઈ મહેતા તો સદેહે નથી પરંતુ તેમણે કહેલી વાતો આજે મને અનુભવવા મળી રહીં છે..... જીવદયાના કાર્ય માટે જીવનમાં તેમણે કેટલો ભોગ દીધો હશે... કેટલાય કડવા ઘૂટડા પીધા હશે તેની કલ્પના જ મનને ઝંકૃત કરી દે છે.....જીવનના છેલ્લા સમય સુધી જીવદયાની જ સાધના આરાધના કરી મોક્ષગમન તરફનો માર્ગ નિશ્ચિત કરનારા વેલજીભાઈ ની સેવાઓને જયારે અક્ષરદેહ આપી કચકડે કંડારાઈ છે તે વેળાએ મને જીવદયા અને સેવાકીય પ્રવૃત્તિમાં પ્રત્યક્ષ બળ પુરૂ પાડનારા એ મહામાનવને નત મસ્તકે વંદન.... 👏👏👏 ( સ્વ. વેલજીભાઈ મહેતાના જીવન પર આધારિત ફિલ્મ "જીવ" ટૂંક સમયમાં રિલીઝ થવાની છે તે અવસરે વર્ષોથી મનમાં સંગ્રહિત શબ્દોને કલમ વડે શબ્દ દેહ આપવાનો પ્રયાસ)