Hurricane Report

Hurricane Report Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Hurricane Report, To. gundi vadi-vistar, Bhavnagar.

https://youtube.com/?si=1iFac4ncBvOR2jWq - Where Every Voice Matters

उस प्लेटफार्म पर आपका स्वागत है जहाँ बिना किसी शर्म या राजनीतिक सत्ता के डर के सीधे सवाल पूछे जाते हैं, और हमारा उद्देश्य समाज को विचारशील और मानवीय बनाना है।

14/04/2026

કમ છો બધાં??
મજામાં ને?
કેવો ચાલે છે ચુંટણી નો માહોલ? 😇

14/04/2026
આ લોકો ને કહીએ આ બધું કરવા કરતાં નાગરિકોને સરકાર અને પોલીસ નાં ગુલામ જ જાહેર કરી દયો.
12/04/2026

આ લોકો ને કહીએ આ બધું કરવા કરતાં નાગરિકોને સરકાર અને પોલીસ નાં ગુલામ જ જાહેર કરી દયો.

શું IPS અધિકારીઓ નાગરિકો કરતાં ઉપર છે?

સુરતના RTI એક્ટિવિસ્ટ સંજય ઇઝાવાએ 10 એપ્રિલ 2026ના રોજ ગૃહસચિવ/ મુખ્યમંત્રી, ગુજરાત રાજ્યને પત્ર લખી, ગુજરાતના IPS એસોસિએશનના ઠરાવને પડકાર્યો છે. તેમણે વડાપ્રધાન કાર્યાલયને પણ જાણ કરી છે.

IPS એસોસિએશને કહ્યું છે કે “IPS અધિકારીઓ સામે સોશિયલ મીડિયામાં ‘પાયાવિહોણા આરોપો’ લગાવનારા સામે પગલાં લેવાનો એસોસિએશને નિર્ણય લીધો છે.”

સંજય ઇઝાવાની રજૂઆત છે કે “IPS એસોસિએશન અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર દબાણ લાવવાની ચેષ્ટા કરી છે, જે બંધારણના આર્ટિકલ-19(1)(a)નો ભંગ કરે છે. પોલીસ અધિકારીઓ પોતાની સત્તાનો ઉપયોગ કરીને એસોસિએશન મારફતે દબાણ ઊભું કરે, તે ‘abuse of power’ છે. પોલીસ એક શિસ્તબદ્ધ દળ છે અને તેને કાયદાની મર્યાદામાં રહીને જ કાર્ય કરવું જોઈએ. એસોસિએશનના નામે દબાણ અથવા ધમકી આપવી લોકશાહી માટે ખતરનાક છે.”

થોડા મુદ્દાઓ:
[1] ગુજરાતના IPS એસોસિએશને જો “IPS અધિકારીઓ સામે પાયાવિહોણા આરોપો લગાવનારા સામે પગલાં લેવા”નો ઠરાવ કર્યો હોય કે નિર્ણય કર્યો હોય તો તે શરમજનક બાબત છે. કેમકે કાયદામાં જે જોગવાઈ હોય તેનો અમલ કરવાનો હોય, તે અંગે ઠરાવ કરવાનો ન હોય. ‘પાયાવિહોણા આરોપો’ સબબ બદનક્ષીની કાર્યવાહી થઈ શકે છે. FIR નોંધી શકાય છે. શું કાયદાની આ જોગવાઈઓ IPS એસોસિએશનના વિદ્વાન અધિકારીઓ જાણતા નહીં હોય?

[2] ‘પાયાવિહોણા આરોપો’ મૂકનાર સામે કાયદામાં જોગવાઈઓ હોય તો એસોસિએશનના નામે પગલાં લેવાની ધમકી આપવાની ચેષ્ટા કેમ? શું IPS એસોસિએશન લોકોને ડરાવવા માંગે છે? જો IPS એસોસિએશન ખરેખર નૈતિક હોત, તો તેણે 'તોડકાંડ'માં ફસાયેલા અધિકારીઓ સામે તપાસની માંગ કરી હોત, નહીં કે ટીકાકારોના મોઢા બંધ કરવાની ધમકી આપી હોત.

[3] IPS એસોસિએશને પહેલા નક્કી કરવું પડશે કે જે IPS અધિકારીઓ સામે સાચા આરોપ મૂકાય છે, તેમાં સરકારે કડક કાર્યવાહી કરવી તેવી IPS એસોસિએશન માંગણી કરશે? ઉદાહરણ તરીકે રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે ભાજપના ધારાસભ્ય અને સંસદસભ્યે ફરિયાદી પાસેથી 75 લાખનો ‘તોડ’ કરેલ છે, તેવો આક્ષેપ કરેલ. શું આ આક્ષેપ પાયાવિહોણો હતો? જો પાયાવિહોણો હતો તો ધારાસભ્ય/ સંસદસભ્ય સામે સરકારે કેમ પગલાં લીધા નહીં ? મનોજ અગ્રવાલે બદનક્ષીની ફરિયાદ કેમ ન કરી? બીજું ઉદાહરણ જોઈએ; જેલના વડા ટી. એસ. બિષ્ટે, આજીવન કેદની સજાના કેદીને અરજી લઈને તરત જ જેલમુકત કરી દીધો હતો, તેને ગુજરાત હાઈકોર્ટે તથા સુપ્રીમ કોર્ટે ફરી જેલમાં પૂર્યો. આ કિસ્સામાં બિષ્ટ સામે પગલાં લેવા IPS એસોસિએશને સરકારને દરખાસ્ત કરી? શું IPS એસોસિએશન સિનિયર પોલીસ અધિકારીઓના પાપ ઢાંકવા માટે જ છે?

[4] આ IPS એસોસિએશન ત્યારે કેમ સૂતું રહ્યું હતું જ્યારે પ્રામાણિક અને બંધારણને પ્રતિબદ્ધ રહીને ફરજ બજાવનાર IPS અધિકારી સતિષ વર્મા/ રજનીશ રાય/ રાહુલ શર્મા/ આર. બી. શ્રીકુમારને જાતજાતનો ત્રાસ આપવામાં આવ્યો, ત્યારે અન્યાય સામે અવાજ ન ઊઠાવ્યો? માની લઈએ કે સંજીવ ભટ્ટે ગુનો કર્યો હતો, પરંતુ CrPC કલમ 197 હેઠળ સરકારે 1990- 2011 દરમિયાન મંજૂરી ન આપી, પરંતુ સંજીવ ભટ્ટે મોદીજી વિરુદ્ધ સોગંદનામું કર્યું એટલે મંજૂરી આપી દીધી! આ બાબતે IPS એસોસિએશન મૌન કેમ રહ્યું હશે? પાલનપુર નાર્કોટિક્સ પ્લાન્ટ કેસમાં જે પોલીસ ઈન્સ્પેકટરે ડ્રગ્સ પ્લાન્ટ કર્યું તેને જ સરકારી સાહેદ બનાવીને સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા કરાવી દીધી! મુખ્ય આરોપીને સરકારી સાહેદ બનાવી શકાય? આ બાબતે IPS એસોસિએશન કેમ ચૂપ રહેલ? સંજીવ ભટ્ટને ફાંસીએ ચડાવી દો, પણ તેમને બચાવની તક તો આપો! સવાલ એ છે કે નિર્દોષ ‘કૌસર બી’ની હત્યા કરી લાશનો નિકાલ કરનાર પોલીસ અધિકારીને સરકારી સાહેદ કેમ બનાવેલ નહીં? નકલી એન્કાઉન્ટરના કેસમાં સરકારે CrPC કલમ 197 હેઠળ કેસ ચલાવવાની મંજૂરી ન આપી, ત્યારે IPS એસોસિએશન મૌન કેમ રહેલ?

[5] સવાલ એ છે કે શું બંધારણથી મળેલા પાવરનો ઉપયોગ પોતાની ભૂલો છુપાવવા માટે થઈ શકે? જ્યારે પોલીસ પોતે જ ટીકાથી ડરવા લાગે, ત્યારે સમજવું કે દાળમાં કંઈક કાળું નહીં, આખી દાળ જ કાળી છે. 'પાયાવિહોણા આરોપો' સામે લડવાની શક્તિ 'ધમકીના ઠરાવ'માં નહીં, પણ 'પારદર્શક ચરિત્ર'માં હોય છે. IPS અધિકારીઓ નાગરિકોના સેવક છે, માલિક નહીં; અને લોકશાહીમાં માલિક (જનતા)ને સવાલ પૂછવાનો પૂરો અધિકાર છે. આ ઠરાવ સાબિત કરે છે કે પોલીસતંત્ર હવે સેવામાંથી 'સત્તા'માં પરિવર્તિત થઈ ગયું છે.

[6] George Orwellની નવલકથા ‘એનિમલ ફાર્મ‘નું પ્રસિદ્ધ કથન છે : “All animals are equal, but some animals are more equal than others-બધા પ્રાણીઓ સમાન છે, પરંતુ કેટલાક પ્રાણીઓ બીજા કરતા વધુ સમાન છે.” આવા સામંતવાદી-હિટલરી સિદ્ધાંતમાં શું IPS અધિકારીઓ માને છે? શું IPS અધિકારીઓ નાગરિકો કરતાં ઉપર છે? rs [10 એપ્રિલ 2026]

12/04/2026

સ્થાનિક સ્વરાજની ચૂંટણી નો માહોલ જોતાં એવું લાગી રહ્યું છે કે લોકો હવે લોકશાહી નું હનન કરવા કોઈ પણ હદ સુધી જઈ શકે છે.

10/04/2026

અંદરોઅંદર મતભેદ અને મનભેદ માં તમારો કિંમતી સમય ના બગાડો, એકબીજા ઉપર આક્ષેપો અને પ્રતિઆક્ષેપો કરવાથી કશું નહીં મળે, તમારા મન માં એકબીજા માટે નફરત પેદા થશે અને તીરાડો વધશે.

સમાજ મોટો છે મનભેદ તો રહેવાનાં અને બધા સંગઠનો પોત પોતાની રીતે સમાજનાં કામ કરે છે, અને બધા સંગઠનો ની એવી ઈચ્છા હોય છે કે આખો સમાજ રાજકીય રીતે એ સંગઠન જે પક્ષનું સમર્થન કરતું હોય એ પક્ષ સાથે આંખો સમાજ રહે પણ આ શક્ય નથી, એટલે આવી કોશિશો કરવાથી એકબીજા થી દુરી વધશે અને જોડવાની જગ્યા એ તોડવાનું કાર્ય થશે, એટલે જેને જે પક્ષ કે પાર્ટી નું સમર્થન કરવું હોય એને કરવા દયો.

પટેલ સમાજ માથી કંઈક શીખો પટેલ સમાજ નું બધી પાર્ટી માં પ્રભુત્વ છે, પણ આપણે મન મોટા નથી રાખવા અને એકબીજા ની સામે આક્ષેપો પ્રતિ આક્ષેપો કરવા છે, આ બધું સાઈડમાં મુકીને જોડવાનું કાર્ય કરો તોડવાનું નહીં.

આપણા સમાજમાં આ જ ખામી છે કે એક માણસ ને સમાજનાં બે માણસો ઓળખતાં થાય ત્યાં તો એ જાહેર મંચ ઉપર અને સોશિયલ મીડિયામાં સરકાર ઉથલાવી દેવાની વાતો શરુ કરે થોડો સંયમ અને સિક્રેટ્સ રાખી ને રણનીતિ બનાવીને આગળ વધવું જોઈએ.

વધારે પડતું કહેવાય ગયુ હોય તો માફ કરજો. 🙏🏻

આ લોકો નાગરિકો ને શું એટલાં બધાં અંધભક્ત અને મુરખ સમજતા હશે, દેશ ની સુરક્ષા વોટ આપે તો જ કરવાની??
05/04/2026

આ લોકો નાગરિકો ને શું એટલાં બધાં અંધભક્ત અને મુરખ સમજતા હશે, દેશ ની સુરક્ષા વોટ આપે તો જ કરવાની??

05/04/2026

જમીર વેચી જીવતી જનતાને જગાડવાની આશા રણમાં મૃગજળ પાછળ દોડવા જેવી જ સમજવી.

03/04/2026

ग़ुलामों को ग़ुलामी का एहसास करा दो, वो ख़ुद विद्रोह कर देंगा ।

કોલે જ વાત થઈ કે પોલીસ નું કામ આરોપી ને પકડવાનું અને કોર્ટ સમક્ષ રજૂ કરવાનું છે, કોઈપણ નાની કે મોટી સજા આપવાનું કામ ફક્ત...
01/04/2026

કોલે જ વાત થઈ કે પોલીસ નું કામ આરોપી ને પકડવાનું અને કોર્ટ સમક્ષ રજૂ કરવાનું છે, કોઈપણ નાની કે મોટી સજા આપવાનું કામ ફક્ત ને ફક્ત કોર્ટ નું છે.

ઉત્કૃષ્ટ કામગીરી કરનારને અત્યાચાર કરવાનો પરવાનો મળી જતો નથી!

યૂટ્યુબર જ્યોત્સ્ના આહિર સાથે 31 માર્ચ 2026ના રોજ ‘પોલીસ આરોપીને/ નાગરિકને સજા કરી શકે?’ એ વિષય પર ઓનલાઇન ઈન્ટરવ્યૂ થયો.

જ્યોત્સ્ના: “હાલ તો એવું લાગે છે કે કોર્ટ હવે બંધ થઈ જશે! પોલીસ સ્ટેશન જ કોર્ટનું કામ કરે છે, શિક્ષા કરવાનું કામ કરે છે. પોલીસ બર્બરતાપૂર્વક મારઝૂડ કરે છે. ફેક્ચર કરે છે. નગ્ન કરે છે, પ્રાઈવેટ પાર્ટમાં પેટ્રોલ નાખે છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના DCP જગદીશ બાંગવાન અને સુરેશભાઈ વડેચા વચ્ચેની ઘટનાથી ઊહાપોહ થયો છે. શું પોલીસ સજા કરી શકે?”

જવાબ: “પ્રથમ તો સુરેશભાઈ આરોપી ન હતા. આ કિસ્સામાં સુરેશભાઈ સામે CrPC કલમ-151 હેઠળની કાર્યવાહી પોલીસે કરેલ. તેથી સુરેશભાઈ આરોપી નહીં પણ સામાવાળા હતા. 151 હેઠળની કાર્યવાહી ગુનો નથી, માત્ર અટકાયતી પગલું છે. સુરેશભાઈ સામે માત્ર અરજી થઈ છે. સારી ચાલ ચલગતનાં જામીન લેવાની આ કાર્યવાહી છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસ મારઝૂડ કરી શકે નહીં. સેશન્સ કોર્ટ/ હાઈકોર્ટ/ સુપ્રીમ કોર્ટ ફાંસીની સજા કરી શકે છે, પરંતુ પ્રાઈવેટ પાર્ટમાં પેટ્રોલ નાખવાની સજા ન કરી શકે. કાયદાથી નક્કી કરેલી સજા જ કોર્ટ કરી શકે છે. પોલીસ આવી કે બીજી કોઈ સજા કરી શકે નહીં. સુરેશભાઈએ બળાત્કાર કર્યો નહતો, હત્યા કરી ન હતી, કરોડો રુપિયાની છેતરપિંડી કરી નહતી, તે આતંકવાદી ન હતા. કોઈ ગંભીર ગુનો કર્યો નહતો. 151ની કાર્યવાહીમાં અમાનવીય/ અમાનુષી કૃત્ય થાય, તે ખરેખર કોગ્નિજન્સ લેવાનો મુદ્દો છે. આ કોગ્નિજન્સ જાગૃત નાગરિકોએ લેવું જોઇએ, મીડિયાએ લેવું જોઇએ, પોલીસના સિનિયર અધિકારીઓએ લેવું જોઇએ, સરકારે, હ્યુમન રાઇટ્સ કમિશને અને હાઇકોર્ટે લેવું જોઇએ. આમાંના કોઈએ કોગ્નિજન્સ લીધું નથી, જે શંકા પ્રેરે છે. પોલીસને સજા કરવાની સત્તા નથી, આ કામ કોર્ટનું છે. કોર્ટ પણ કાયદાથી નક્કી થયેલી સજા જ કરી શકે, પેટ્રોલ નાંખવાની સજા તો કોર્ટ પણ ન કરી શકે. પોલીસે આવું શા માટે કરવું જોઈએ? જ્યારે પોલીસ પાસે પૂરતા કાયદાઓ છે, સત્તા છે, લોકઅપ છે, જેલ છે. પોલીસ ધારે તો તેને ગુંડા ધારા હેઠળ પકડી શકે છે. જો પોલીસ એક્ટિવિસ્ટને વગર કારણે વર્ષો સધી જેલમાં પૂરી શકે તો ગુંડાને ન પૂરી શકે? પોલીસ પાસે સત્તા છે એટલે આવું અમાનુષી વર્તન કરવાની કોઈ જરુર નથી.”

જ્યોત્સ્ના: “મીડિયાના કેટલાક મિત્રો આ ઘટનાને જુદી દિશામાં વાળી રહ્યા છે. હજુ તપાસ શરુ નથી થઈ, ત્યાં કેટલાંક પત્રકારોએ DCPને ક્લીન ચિટ આપી દીધી છે. કેમકે DCP બહુ બાહોશ છે/ બહાદુર છે/ પ્રામાણિક છે, મોટી મોટી ક્રિમિનલ ગેંગોને જેલમાં ધકેલી દીધી છે. આ રીતે, આ તપાસના તબક્કે ક્લીન ચિટ આપવી તે ઉચિત છે?”

જવાબ: “જૂઓ, આવું પ્રથમ વખત ચયું નથી. જ્યારે બળાત્કારી આશારામને જોધપુર પોલીસે અટક કર્યા ત્યારે બાબા રામદેવ/ VHPના નેતાઓ/ સુબ્રમણ્યમ સ્વામી જમણેરી મીડિયાએ આશારામને ક્લીન ચિટ આપી હતી! અને દલીલ કરતા હતા કે ‘આશારામ તો બહુ સારું કામ કરે છે, તેણે આદિવાસીઓને ખ્રિસ્તી થતાં બચાવ્યા છે! એટલે પોલીસ તેને કારણ વિના હેરાન કરે છે.’ એટલે સંત હોય તો પણ જ્યારે તેની સામે ગંભીર આરોપ લાગે ત્યારે તપાસ થવી જોઈએ. DCP સામે ગંભીર આરોપ છે ત્યારે તેની તપાસ કરવી જોઈએ. તેણે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે તેની ઢાલ નીચે બચાવ કરી શકાય નહીં. જે આક્ષેપ છે તેની મેડિકલ તપાસ થવી જોઈએ. મેડિકલ પુરાવાઓ મેળવવા જોઈએ, તપાસનું આ કામ બહુ અઘરું નથી. જે રીતે DCP પર આરોપો લાગ્યા એટલા માત્રથી તે દોષિત નથી, તે રીતે સુરેશભાઈ સામેની અરજીથી તે દોષિત ઠરી જતા નથી. DCP કેવા બહાદુર/ બાહોશ/ પ્રામાણિક છે, તેની પ્રશસ્તિ કરવાનો આ સમય નથી. આવું મીડિયા કરી શકે નહીં. DCPએ ગુંડાઓ સામે કડક કાર્યવાહી કરી તે સારી બાબત છે, પણ તે પોલીસની મૂળભૂત ફરજ છે. પોલીસને આ માટે સત્તાઓ આપવામાં આવી છે, એટલા માટે તેમને સવલતો અને પગાર આપવામાં આવે છે. જ્યારે DCP સામે અમાનુષી વર્તનના આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે DCPની પ્રશસ્તિ કરી શકાય નહીં. જો પ્રશસ્તિ કરે છે તો માનવાનું કે દાળમાં કાળું છે! કંઈક બીજું છે. DCPએ પ્રશસ્તિ વાળું કામ કર્યું હશે તો રાષ્ટ્રપતિ તરફથી તેમને મેડલ ચોક્કસ મળશે, તે સમયે પ્રશસ્તિ કરી શકાય, હાલ નહીં. મીડિયામાં જે ખોટા નેરેટિવ ચાલતા હોય તે બાબતે માહિતી ખાતું/ પોલીસ કમિશનર કે તેમના જનસંપર્ક અધિકારી સ્પષ્ટતા કરશે. મીડિયાએ પ્રશસ્તિ કરવાની જરુર નથી. ઉત્કૃષ્ટ કામગીરી કરનારને અત્યાચાર કરવાનો પરવાનો મળી જતો નથી!”

જ્યોત્સ્ના: “આ દરમિયાન સમાચાર છે કે ‘પેટ્રોલની હાજરી મળી નથી.’ એટલે મીડિયા સુરેશભાઈ પર તૂટી પડ્યા. આ દરમિયાન સુરેશભાઈએ વીડિયો મારફતે સ્પષ્ટતા કરી છે કે ‘પેટ્રોલ બાબતે 24 કલાક દરમિયાન કે પછી સેમ્પલ લેવાયું જ નથી!’ આ અંગે શું કહેશો?”

જવાબ: “ગંભીર ઘટનાઓમાં જે તે વખતે સાયન્ટિફિક પુરાવા એકત્ર કરવા જોઈએ. સેમ્પલ તે સમયે લેવા જોઈએ. પછી ભોજન લીધું હોય, ટોયલેટ ગયેલ હોય તો પુરાવા ન પણ મળે. સુરેશભાઈ કહે છે કે પેટ્રોલ બાબતે કોઈ સેમ્પલ લીધું જ નથી. વિચારો, આ કિસ્સામાં પીડિત પોલીસ હોત તો? કેટલી ઝડપથી પુરાવા એકત્ર કર્યા હોત? આ કિસ્સામાં કેમ ત્વરિત પુરાવા એકત્ર કરવામાં ન આવ્યા? કેમકે આપણું તંત્ર હંમેશા આર્થિક/ સામાજિક/ રાજકીય/ ધાર્મિક રીતે જે પ્રભાવશાળી લોકો છે, તેના કંટ્રોલમાં છે. અને તેમની તરફેણમાં આપણું તંત્ર કામ કરે છે, નહીં કે સામાન્ય માણસની તરફેણમાં! સુરેશભાઈ સામાન્ય માણસ છે. એટલે તેમની તરફેણમાં ન સરકારી હોસ્પિટલ કામ કરે, ન પોલીસ કામ કરે, ન સરકાર કામ કરે, ન દરબારી મીડિયા કામ કરે. આ સ્થિતિમાં સામાન્ય માણસના હિતમાં પુરાવા એકત્ર કરવાની તાલાવેલી જોવા મળતી નથી. આ સૂચવે છે કે તંત્રને સામાન્ય માણસમાં કોઈ રસ નથી.”

જ્યોત્સ્ના: “શું ગુજરાતમાં અગાઉ કાયદો હાથમાં લેવાની કોઈ ઘટના બની હતી?”

જવાબ: “30 વરસ પહેલાં, 1996- 97માં, હાલે રાજ્યના ઈન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે. લક્ષ્મીનારાયણ રાવ જ્યારે રાજકોટમાં DCP હતા ત્યારે તેમણે બર્બરતા આચરી હતી. રાવે નાના ગુનાના 7 આરોપીઓની પૂછપરછ દરમિયાન તેમની આંખોમાં ‘ટાઈગર બામ’ આંઝી દીધું હતું, જેથી સાતેય આરોપીઓની દષ્ટિ જતી રહી હતી!ફોરેન્સિક ટેસ્ટિંગમાં પણ ટાઈગર બામનો ઉપયોગ સાબિત થયો હતો. દ્રષ્ટિ ગૂમાવનારને કોઈ વળતર હજુ સુધી અપાયું નથી. ફરીથી આવું અમાનુષી કૃત્ય રાજકોટમાં જ થયું છે. આપણે એ જોવું જોઈએ કે સરકાર ખરેખર સંવેદનશીલ છે કે નહીં? પેટ્રોલના આ કિસ્સામાં પણ આપણે જોઈ શકીશું. આ બાબતે નેશનલ પોલીસ કમિશનના 8 રિપોર્ટના આધારે સુપ્રીમ કોર્ટે રાજ્યોના ચીફ સેક્રેટરીને બોલાવીને ખખડાવ્યાં હતા. ન છૂટકે સરકારે ‘ગુજરાત સ્ટેટ પોલીસ કમ્પ્લેઈન ઓથોરિટી’ની રચના ગાંધનગર ખાતે કરી છે. જ્યાં પોલીસ અધિકારી સામે ફરિયાદ કરી શકાય છે. પરંતુ આ ઓથોરિટી કામ કરે છે કે નહીં, તેની કોઈને ખબર નથી. તેણે કેટલાં પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા સરકારને ભલામણ કરી? સરકારે પગલાં લીધાં? જો લીધાં હોય તો તેની લોકોને જાણ કરવી જોઈએ. જે મીડિયા DCPનો બચાવ કરે છે તેને પણ એ પ્રશ્ન થતો નથી કે પોલીસ કમ્પ્લેઈન ઓથોરિટી ચૂપ કેમ છે? સરકાર કેટલી બધી સંવેદન બધિર બની ગઈ છે, તે આપણે જોઈ શકીએ છીએ.” rs [વીડિયો લિંક કોમેન્ટમાં, 31 માર્ચ 2026]

29/03/2026

બગદાણા ની ઘટનાને આ ઘટનાને સાથે સરખાવતા એવું ફલિત થાય કે એક કાયદાકીય રીતે જ ન્યાય મળશે, જેની સામે આક્ષેપો છે એ એક આઈ.પી.એસ. અધિકારી જગદીશભાઈ બાંગરવા છે, અને એને અધિકારી તરીકે વિશેષ પ્રક્રિયા થી જ સસ્પેન્ડ કે ડિસમિસ શકાય, ગુજરાત સરકાર માં પોલીસ વિભાગ અને આ કેન્દ્ર ની સરકાર માં થોડા નિતી નિયમો અલગ હોય છે, સૌપ્રથમ તો કોઈ એક સારા એડવોકેટની સલાહ લેવી જોઈએ કે આ ઘટનામાં સાચો ન્યાય કઈ રીતે મળશે.

બગદાણા ની ઘટનાની જેમ ઘટનાને લઈને યુવા નેતાઓ પક્ષ વિપક્ષ નાં નેતાઓ આક્ષેપ અને પ્રતિઆક્ષેપ કરવા તો પહોંચી જશે પણ ન્યાય ત્યાં ને ત્યાં રહી જશે, એટલે કાયદેસર ની કાર્યવાહી કઇ રીતે કરવી એ બાબતે માર્ગદર્શન લઈને આગળ વધવું જો યોગ્ય ન્યાય ની ગણતરી હોય તો.

આ પોલીસ અધિકારી નું કૃત્ય ખરેખર જઘન્ય અને શરમજનક હતું ન્યાય તો મળવો જ જોઈએ પણ મહેનત પણ સાચી દિશામાં થવી જોઈએ, નહીં કે ટોળાઓ ભેગા થયા, એકબીજા ઓ પર આક્ષેપો પ્રતિઆક્ષેપો કર્યા અને જુદા પડ્યા.

એક લીગલ ટીમ અને એડવાઇઝર કમીટીની રચના કરીને જે પણ કાયદેસરની કાર્યવાહી કરવી પડે એ દિશામાં મહેનત થાય તો પરિણામ મળે.

બાકી બગદાણા ની ઘટનાની જેમ આ ઘટનાં માથી પણ યુવા નેતાઓ નો જન્મ થશે એ તો સારી બાબત જ છે.

Address

To. Gundi Vadi-vistar
Bhavnagar
364070

Telephone

8000777545

Website

Alerts

Be the first to know and let us send you an email when Hurricane Report posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share