06/10/2025
માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન, ગાંધીનગર દ્વારા શિક્ષકોને ભાષા સજ્જતાની તાલીમ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સંયોજક તરીકે આરસીસી ભરુચ જોડાયું હતું. જે અંતર્ગત આજરોજ તારીખ - 4/ 10/ 2025 ના રોજ નારાયણ વિદ્યાવિહાર સ્કૂલ ખાતે પ્રશિક્ષક શ્રીમતી દર્શના વ્યાસ દ્વારા શિક્ષકોને ભાષા સજ્જતાની તાલીમ આપવામાં આવી હતી. જેમાં ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર શ્રીમતી સ્વાતિબા રાઉલજી, નારાયણ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી મહેશભાઈ ઠાકર, આરસીસી પ્રેસિડેન્ટ શ્રીમતી જાહ્નવી દર્શન, સેક્રેટરી શ્રી જતીન પ્રજાપતિ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર પ્રોજેક્ટનું ખુબ સુંદર અને સફળ સંચાલન પ્રોજેક્ટ ચેર પર્સન શ્રીમતી દર્શના વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં તેમને પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રીમતી રશ્મિબેન મોદીનો સાથ સહકાર રહ્યો હતો.