Asmita Vikas Kendra

Asmita Vikas Kendra Asmita school for mentally challenged children free Boarding,Lodging & Education AT& post : Tralsa , Nabipur - Dayadra Road, Bharuch, Gujrat.

*ભરૂચની હોટલ લોર્ડ્સ રંગ ઇન ખાતે ગરિમાપૂર્ણ સન્માન સમારોહ: ત્રાલસાના અસ્મિતા વિકાસ કેન્દ્રના આચાર્ય મનીષાબેન ત્રિવેદી ટ્...
18/05/2026

*ભરૂચની હોટલ લોર્ડ્સ રંગ ઇન ખાતે ગરિમાપૂર્ણ સન્માન સમારોહ: ત્રાલસાના અસ્મિતા વિકાસ કેન્દ્રના આચાર્ય મનીષાબેન ત્રિવેદી ટ્રોફી અને પ્રશસ્તિપત્રથી સન્માનિત*

https://gujaratniparchhai.blogspot.com/2026/05/blog-post_17.html

17/05/2026
ભરૂચમાં 'News Capital Gujarat' દ્વારા નારી શક્તિનું ભવ્ય સન્માન: ત્રાલસાના અસ્મિતા વિકાસ કેન્દ્રના આચાર્ય મનીષાબેન ત્રિવ...
17/05/2026

ભરૂચમાં 'News Capital Gujarat' દ્વારા નારી શક્તિનું ભવ્ય સન્માન: ત્રાલસાના અસ્મિતા વિકાસ કેન્દ્રના આચાર્ય મનીષાબેન ત્રિવેદી સન્માનિત

મહિલા સશક્તિકરણને વેગ: ભરૂચમાં સેવા, શિક્ષણ અને વ્યવસાય ક્ષેત્રની અગ્રણી મહિલાઓનો સન્માન સમારોહ યોજાયો

મહિલા સશક્તિકરણના ઉમદા આશય સાથે ગુજરાતની નાણાંકીય ચેનલ 'News Capital Gujarat' દ્વારા ભરૂચની હોટલ લોર્ડ્સ રંગ ઇન ખાતે એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાની વિવિધ સામાજિક સેવાભાવી સંસ્થાઓ, શિક્ષણ જગત સાથે જોડાયેલી મહિલાઓ, શિક્ષિકાઓ તેમજ વ્યવસાયિક ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરનાર નારી રત્નોને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ બિરદાવવામાં આવ્યા હતા.

આ ગરિમાપૂર્ણ કાર્યક્રમ ભરૂચના અગ્રણી મહાનુભાવોના હસ્તે સંપન્ન થયો હતો, જેમાં ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ, ભાજપા જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી અને ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમિતભાઈ ચાવડા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. મંચસ્થ મહાનુભાવોના વરદહસ્તે સમાજ ઉપયોગી કાર્યો કરનાર મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી.

સંસ્થા માટે ગૌરવની ક્ષણ
આ સન્માન સમારોહમાં ત્રાલસા સ્થિત 'અસ્મિતા વિકાસ કેન્દ્ર' માં વિવિધ સામાજિક પ્રોજેક્ટ્સમાં કાર્યરત અને સંસ્થાના આચાર્ય મનીષાબેન ત્રિવેદીને તેમની પ્રશંસનીય સેવાઓ બદલ 'News Capital Gujarat' ચેનલ દ્વારા ટ્રોફી અને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મનીષાબેનની આ સિદ્ધિ બદલ અસ્મિતા વિકાસ કેન્દ્ર પરિવારમાં અને સામાજિક વર્તુળોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને સંસ્થા માટે આ ખૂબ જ ગૌરવની ક્ષણ સાબિત થઈ છે.

આ પ્રસંગે ભરૂચ જિલ્લાની તમામ સામાજિક સંસ્થાઓના અગ્રણી મહિલાઓએ મોટી સંખ્યામાં હાજરી આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર ગુજરાતમાં આ પ્રેરણાદાયી કાર્યક્રમનું 'News Capital Gujarat' ચેનલ દ્વારા લાઈવ (જીવંત) પ્રસારણ કરવામાં આવ્યું હતું. અસ્મિતા વિકાસ કેન્દ્રના સ્થાપક પરિવાર, ટ્રસ્ટીગણ અને સ્ટાફ મિત્રોએ આચાર્ય મનીષાબેન ત્રિવેદીને આ સફળતા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.

14/05/2026
આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સામાજિક ન્યાય આયોગ (IHRSJC) દ્વારા આજરોજ ભરૂચ શહેરના આંગણે એક ભવ્ય સન્માન સમારોહ "ભરૂચ રત્ન એવો...
10/05/2026

આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સામાજિક ન્યાય આયોગ (IHRSJC) દ્વારા આજરોજ ભરૂચ શહેરના આંગણે એક ભવ્ય સન્માન સમારોહ "ભરૂચ રત્ન એવોર્ડ્સ ૨૦૨૬" નું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં ઉત્કૃષ્ટ સેવાકીય યોગદાન આપનાર પ્રતિભાઓને બિરદાવવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં મુખ્ય અતિથિ વિશેષ આંતરરાષ્ટ્રીય સોશિયલ સેલિબ્રિટી અને વર્લ્ડ હ્યુમન રાઈટ્સ એમ્બેસેડર ડો. સંતોષ બજાજ (ઈન્ટરનેશનલ એન્ડ નેશનલ ચેરમેન, IHRSJC) હાજરી આપી હતી.
તેમજ કાર્યક્રમમાં વિશેષ મહાનુભાવ તરીકે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ એડવોકેટ પ્રકાશભાઈ મોદી તેમજ ભરૂચ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અજયસિંહ રાણા ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.
*અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા સન 2003 થી શિક્ષણ , દિવ્યાંગ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે જેવી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરી રહેલ છે. આ સન્માનનીય ક્ષણે, અસ્મિતા વિકાસ કેન્દ્રને પણ આ ગૌરવ પ્રદાન કરવામાં આવ્યું.*

"IHRSJC દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ એવોર્ડ સમારોહનો મુખ્ય હેતુ સમાજ સેવા, કલા, શિક્ષણ અને અન્ય ક્ષેત્રોમાં અપ્રતિમ કામગીરી કરનાર વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવાનો છે. આ કાર્યક્રમ ભરૂચના ગૌરવવંતા નાગરિકો માટે એક ગૌરવની ક્ષણ બની રહેશે. " અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા ને, સન્માન કરી બિરદાવવા બદલ આપ સહુ મહાનુભવોશ્રી , આયોજકશ્રી ઓ નો અસ્મિતા પરિવાર રદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.🙏🏻ધન્યવાદ 🙏🏻

અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થામાં વાલી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વાલીઓને સંસ્થાની પ્રવૃત...
02/05/2026

અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થામાં વાલી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વાલીઓને સંસ્થાની પ્રવૃત્તિઓ, બાળકો ના વિકાસ તથા ભવિષ્યલક્ષી આયોજન અંગે માહિતગાર કરવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન વાલીઓ સાથે મનો દિવ્યાંગ બાળકો ના શિક્ષણ, સંસ્કાર, આરોગ્ય તથા દૈનિક પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. વાલીઓએ પોતાના સૂચનો અને અભિપ્રાયો રજૂ કર્યા હતા.
આ પ્રસંગે સંસ્થામાં સેવારત બિન શૈક્ષણિક કર્મચારીઓની નિષ્ઠા અને સેવાભાવને બિરદાવવા બદલ સંસ્થા તરફથી ભેટ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થામાં વ્યવસાય રૂપે કાર્ય કરનાર મનો દિવ્યાંગ બાળકોને તમને વાલીઓ સાથે સ્ટાઈપેન્ડ ચેક અર્પણ કરાયા હતા.
કાર્યક્રમમાં શ્રી મહેન્દ્રભાઈ તથા ઉષાબેન પટેલ (દાતા શ્રી,વડોદરા) શ્રી કનુભાઈ તથા સરોજબેન પટેલ વડોદરા, શ્રી યશવંત ભાઈ પટેલ તથા ( પૂર્વ પ્રમુખ શ્રી અસ્મિતા ) તથા જયાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા . દાતાશ્રી મહેન્દ્રભાઈ પટેલે દાનનો ચેક સંસ્થાને અર્પણ કર્યો હતો. પધારેલ મહેમાન શ્રીઓ એ સંસ્થાના સેવાકીય કાર્યો ની પ્રશંસા વ્યક્ત કરી હતી.
સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી પ્રણવભાઈ ભટ્ટ દ્વારા સંસ્થા ની વિવિધ પ્રવૃત્તિઓ તેમજ ભવિષ્યની યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો . ઉપસ્થિત તમામ વાલીઓ, દાતાશ્રી તેમજ મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Address

At & Post Tralsa, Nabipur/Dayadra Road
Bharuch
392020

Opening Hours

Monday 9am - 5pm
Sunday 9am - 5pm

Telephone

+917874290301

Alerts

Be the first to know and let us send you an email when Asmita Vikas Kendra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Asmita Vikas Kendra:

Shortcuts

Share