07/09/2025
સ્વ.ભિમુભા રતનસંગ જેઠવાની પુણ્યતિથિ નિમિતે અમારા મિત્રશ્રી મહેન્દ્રસિંહ જેઠવાના આર્થિક સહયોગથી જય સોમનાથ ચેરીટેબલ ટ્રસ્ટ અને સહયોગ ગ્રુપ અને વૃંદાવન ગ્રુપ ભાણવડ દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 606 યુનિટ જેટલું રકતદાન કરવા બદલ દરેક રક્તદાતા ભાઈઓ બહેનો નો ખૂબ ખૂબ આભાર....
ખુબ ખુબ આભાર દરેક રક્તદાતાશ્રીઓનો ત્યારબાદ ખાસ આભાર શ્રી મહેન્દ્રસિંહ જેઠવા કે જેમના સદવિચારથી કેમ્પમાં મુખ્ય દાતા તરીકે યોગદાન આપ્યું અને એમના વિશાળ મિત્ર વર્તુળને લીધે જ અમે આ રેકોર્ડ બ્રેક 606 જેટલા યુનિટ એકત્રીત કરી શક્યા છીએ...આ બાદ આયોજક મિત્રોને પ્રોત્સાહિત કરવા માટે પધારેલા દરેક આગેવાનશ્રીઓ જેમણે પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી ખાસ સમય કાઢી હાજરી આપી,પોલીસ પરિવાર એ સિવાય એમની સાથે પધારેલા દરેક મહાનુભાવો નો પણ ખૂબ ખૂબ આભાર...રક્તદાન કરનાર દરેક ભાઈઓ બહેનોનો જેટલો આભાર માનીએ ઓછો છે એ સિવાય ભાણવડના દરેક સેવાકીય તેમજ યુવા ગ્રૂપ કે જેમણે હજી ભવિષ્યમા પણ આવા કામોમા સાથ આપવાની પણ ખાત્રી આપી છે અને અમારા ભાણવડના પત્રકાર મંડલના મિત્રો શ્રી જે અમને દરેક વખતે મદદરુપ બને છે ત્યારબાદ અમારા ત્રણેય ગ્રુપના દરેક સાથી સભ્યો અને ફરીવાર આ કેમ્પમા કોઇપણ રીતે મદદરુપ થયેલા દરેક મિત્રો,વડિલો અને અમારા શુભચિંતકોનો અમારા ગ્રુપ વતી ખુબ ખુબ આભાર...
આ શુભકાર્ય કરવામા કદાચ કોઇ કચાશ રહી હોઇ કે કોઇને કે કોઇપણ ભુલ રહી હોઇ તો એક ક્ષમા કરશો...
સોમનાથ ગ્રુપ-સહયોગ ગ્રુપ અને વૃંદાવન ગ્રુપના...જય સોમનાથ...મહાદેવ હર...