Smeet Foundation

Smeet Foundation Every face with Smile

Our aim is to every face with
27/04/2026

Our aim is to every face with

Our aim every face with  .
04/04/2026

Our aim every face with .

પહેલાં વાંચો અને પછી હસજો 😂યાદ કરો, છેલ્લે તમે ક્યારે ખડખડાટ હસ્યા હતા? પેટમાં આંટી વળી જાય અને આંખો છલકાઇ જાય એવું હસવુ...
19/03/2026

પહેલાં વાંચો અને પછી હસજો 😂

યાદ કરો, છેલ્લે તમે ક્યારે ખડખડાટ હસ્યા હતા? પેટમાં આંટી વળી જાય અને આંખો છલકાઇ જાય એવું હસવું તમને ક્યારે આવ્યું હતું? 24 કલાકની 1440 મિનિટમાં એવી કેટલી ક્ષણો હોય છે જ્યારે તમારા ચહેરા પર હાસ્ય હોય છે? નાનું બાળક ઊંઘમાં પણ હસતું હોય છે. મોટા થઇ ગયા પછી આપણે ઊંઘમાં દાંત કચકચાવતા હોઇએ છીએ. હસવાની કળા આજનો માણસ ભૂલતો જાય છે. ખીલેલા ચહેરા લુપ્ત થતા જાય છે. રોડ ઉપર જતા હોવ ત્યારે લોકોના ચહેરા ઉપર જરાક નજર કરજો, કેટલાના ચહેરા પર હળવાશ હોય છે? તમારી સાથે કામ કરતા લોકોમાં કોને સારી રીતે હસતા આવડે છે?

જે માણસ અત્યંત સહજતાથી હસી શકે છે તેના ઉપર તમે આરામથી ભરોસો કરી શકો છો. બદમાશ, કપટી, લુચ્ચો કે સ્વાર્થી માણસ ક્યારેય ખૂલીને હસી શકતો નથી. એવા માણસનો ક્યારેય ભરોસો ન કરવો જે સમ ખાવા પૂરતુંય હસતો ન હોય. હાસ્ય માણસની પ્રકૃતિ બયાન કરી દે છે. લુચ્ચુ હાસ્ય પકડાઇ જાય છે. નિર્દોષ હાસ્ય દિલને સોંસરવું સ્પર્શી જાય છે. માણસ રડવાનું નાટક કરી શકે. હસવાનું નાટક કરે તો છતું થઇ જાય છે. આમ તો જે માણસ સાચું હસી ન શકે તે સાચું રડી પણ નથી શકતો.

જે વ્યક્તિ હસતી રહેતી હોય તેને કોઇ સૌંદર્ય પ્રસાધનની જરૂર પડતી નથી. હાસ્ય એવું આકર્ષણ છે જે લોકોને તમારા તરફ ખેંચે છે. હસવામાં નયા ભારનો ખર્ચ થતો નથી. એ પ્રૂવ થયેલી વાત છે કે જે માણસ હસતો રહે છે એ સ્વસ્થ રહે છે. લાફિંગ ક્લબમાં લોકો ખરેખર દિલથી હસતાં હોય છે કે ફક્ત હસવાનો અવાજ કાઢતાં હોય છે એ સૌથી મોટો સવાલ છે. આપણે હસવાનું ધીમે ધીમે ભૂલતા જઇએ છીએ. આવું જ ચાલ્યું તો એક દિવસ એવો આવશે કે હસવાનું શીખવાના ક્લાસ શરૂ કરવા પડશે.

સાવ એવું પણ નથી કે આપણે હસતાં નથી. થોડું થોડું મરકી લઇએ છીએ. ક્યારેક વોટ્સએપ પર કોઇ મેસેજ કે ક્લિપ આવે ત્યારે ઘડી-બે ઘડી હસવું આવે છે. સોશિયલ મીડિયા પર કોઇ વ્યંગ વાંચી કે જોઇને ચહેરો સહેજ ખીલે છે. એ સિવાય આપણે ક્યારે હસીએ છીએ? હસવા માટે આપણે કોમેડી શોનો સહારો લેતા થઇ ગયા છે. કોમેડી ફિલ્મો લોકોને ગમે છે કારણ કે એ બહાને થોડુંક હસવા તો મળે છે. હસવા માટે આપણે કોઇ ને કોઇ આધાર લેવો પડે છે કારણ કે સહજતાથી હસવાનું આપણે ભૂલી ગયા છીએ.

શેક્સપિયરે કહ્યું છે કે હાસ્ય વ્યક્તિને નીરોગી બનાવે છે અને દીર્ઘાયુષ્ય બક્ષે છે. આ વાત ઘણાં સંશોધનમાં પણ સાબિત થઇ છે. હમણાં જ થયેલો એક સર્વે એવું કહે છે કે હાસ્ય એ તદ્દન મફતમાં મળતી એવી દવા છે જે તમને અનેક બીમારીથી બચાવે છે. ખડખડાટ હસવાથી શરીરમાં એન્ડોર્ફિન નામનું હોર્મોન બને છે. આ હોર્મન દર્દ નિવારક છે. આ ઉપરાંત એ હાર્ટએટેકનું જોખમ ઘટાડે છે. હસતા માણસને ડિપ્રેશન આવતું નથી. હસવાથી આંખમાં ચમક આવે છે. અનિદ્રાનો રોગી જો હસવાનું વધારે તો રાતે ઊંઘ આવે છે. હસવાથી આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે. લોકોને એવી સલાહ આપવામાં આવે છે કે આખા દિવસમાં એટલિસ્ટ પંદર મિનિટ માણસે હસવું જોઇએ. હસવું એ એક પ્રકારનો યોગ જ છે. હસવાથી કાર્યક્ષમતા વધે છે અને સ્ટ્રેસ ઘટે છે.

હા, આજનો સમય હરીફાઇનો છે. ગોલ અને ટાર્ગેટ સાથે કદમ મિલાવવામાં માણસ હાંફી જાય છે. રાત પડે ત્યાં થાકીને ઠુસ્સ થઇ જાય છે. કર્મચારીને બોસનું ટેન્શન છે અને બોસ ઉપર તેની ટીમના સભ્યો બરાબર કામ કરે એ ચેક કરતા રહેવાનું પ્રેશર છે. બધા જ લોકો જાણે તંગ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે. હસવાનું તો સાવ ભુલાઇ જ ગયું છે. હસવાનો મૂડ જ નથી આવતો. આટલી બધી માથાકૂટ હોય એમાં હસવું કેવી રીતે? હકીકત એ છે કે હસતાં રહીએ તો કંઇ અઘરું નથી લાગતું. અત્યારના લોકોને માર્ક કરજો. લિફ્ટમાં ભેગા થઇ જાય તો પણ હસે નહીં. હેલ્લો કરે પણ ચહેરાની રેખા જરાયે બદલાય નહીં! બધું ધરાર કરતાં હોય એવું જ લાગે. ઘણા લોકો તો વળી એવા હોય છે જે ગંભીર કે સિન્સયર દેખાવવા માટે હસતા હોતા નથી. આપણને એવા લોકોને જોઇને એમ થાય કે જરાક હસી દે તો એનું શું લૂંટાઇ જવાનું છે? એક ફિલોસોફરે સરસ વાત કરી છે કે જેને હસતાં નથી આવડતું એ દુનિયાનો સૌથી ગરીબ માણસ છે. હસવા માટે ધનવાન હોવું જરૂરી નથી. ગમે એટલું ધન હોય તો તમે સુખી થઇ શકતા નથી પણ હસતા માણસને જોઇને આપણે એવું ચોક્કસપણે બોલીએ છીએ કે આના જેવો કોઇ સુખી માણસ નથી. બાળક પાસેથી કંઇ શીખવા જેવું હોય તો એ તેનું હાસ્ય છે.

વેલ, હવે થોડીક બીજી વાત. હસવા ઉપરથી માણસની પ્રકૃતિ ઓળખી શકાય? સામુદ્રિક શાસ્ત્ર અને બીજાં થોડાંક સંશોધનો પરથી એવું કહેવાયું છે કે માણસ કેવી રીતે હસે છે તેના પરથી એ કેવો માણસ છે એ ખબર પડી જાય છે! જે માણસ દિલ ખોલીને હસી શકે છે તે દયાળુ અને સહનશીલ હોય છે. આવું હસનારા સારા પ્રેમી પણ હોય છે. ઊંચા અવાજ સાથે ખડખડાટ હસનાર માણસ સફળ હોય છે. અટકી અટકીને હસનારો માણસ ઢોંગી, અહંકારી અને છેતરામણો હોય છે. ગભરાતા ગભરાતા હસવાવાળો માનસિક રીતે નબળો હોય છે. મૃદુ હસવાવાળો ગંભીર, ધૈર્યવાન અને શાંતિપ્રિય હોય છે.

હાસ્ય કૃત્રિમ પણ હોય છે. એ શીખવવામાં આવે છે. એરહોસ્ટેસ કે વેઇટરનું હાસ્ય રિયલ હોતું નથી. એણે તો હસવું પડે છે. રાત પડે એ બિચારાઓનું તો ખોટું ખોટું હસીને જડબું દુ:ખી જતું હશે. ઘણા લોકોએ તો એટલું બધું કૃત્રિમ હસવું પડે છે કે એ લોકો સાચું હસવાનું પણ ભૂલી જાય છે. સાચું હાસ્ય ચહેરા પરના ઉમળકાથી ઓળખાઇ જાય છે. આપણે કોઇના ઘરે જઇએ ત્યારે એના ચહેરા પરના હાસ્ય ઉપરથી સમજી જઇએ છીએ કે એને આપણું આગમન ગમ્યું છે કે નહીં. ગમતી વ્યક્તિ આવે ત્યારે ચહેરા પર એક ગજબ પ્રકારની લાલાશ આવી જાય છે.

સો વાતની એક વાત, તમારે ખુશ રહેવું છે? તમારે તમારું કામ હળવાશથી કરવું છે? તો હસવાનું વધારી દો. કોઇ અભ્યાસ, કોઇ સંશોધન કે કોઇ સર્વેએ એવું નથી કહ્યું કે, હસવાથી કોઇ ગેરફાયદો થાય છે. હસવામાં કોઇ ખર્ચ પણ થવાનો નથી. માણસે હસતા મોઢાને પોતાની પ્રકૃતિ બનાવવી જોઇએ. તમે હસશો તો આખું જગત તમારી સાથે હસશે. હોમરે કહ્યું છે, હાસ્ય એ પ્રેમની ભાષા છે. સુખી થવા કે ખુશ રહેવા માટે માત્ર એટલું જ કરવાની જરૂર છે, હસવાનું થોડુંક વધારી દો! હાસ્ય એ એવો જાદુ છે જે આખી દુનિયાને આકર્ષે છે. બાય ધ વે, તમે હસવાનું ભૂલી તો નથી ગયાને? એટ લાસ્ટ, વોટ્સએપથી મળેલો એક મેસેજ… જો ત્રણ સેકન્ડ હસવાથી ફોટો સારો આવી શકતો હોય તો હંમેશાં હસવાથી જિંદગી કેવી સરસ બની જાય!

13/01/2026


ભારતમાં અનાથ બાળકનું આધાર કાર્ડ કાઢવાની ખાસ વ્યવસ્થા છે. પ્રક્રિયા આ રીતે થાય છે:

અનાથ બાળક માટે આધાર કાર્ડ કાઢવાની રીત :

1. પરિચય આપનાર (Introducer) જરૂરી
અનાથ બાળક પાસે માતા-પિતાના દસ્તાવેજ ન હોય તો UIDAI દ્વારા માન્ય Introducer (જેમ કે ચાઈલ્ડ કેર ઇન્સ્ટિટ્યુશનના અધિકારી, વોર્ડન, સામાજિક કાર્યકર) દ્વારા ઓળખ આપવામાં આવે છે.

2. ચાઈલ્ડ કેર ઇન્સ્ટિટ્યુશન (CCI) નું પ્રમાણપત્ર
બાળક જો અનાથાશ્રમ / બાલગૃહમાં રહેતું હોય તો
ત્યાંથી મળતું પ્રમાણપત્ર માન્ય હોય છે.

3. આધાર એનરોલમેન્ટ સેન્ટર પર જવું
નજીકના આધાર નોંધણી કેન્દ્ર પર બાળકને લઈ જવું.
Introducer સાથે હાજર રહેવું.

4. બાયોમેટ્રિક માહિતી

5 વર્ષથી નાનું બાળક → ફિંગરપ્રિન્ટ નહીં, ફક્ત ફોટો
5 વર્ષથી ઉપર → ફોટો, ફિંગરપ્રિન્ટ, આંખની સ્કેન

5. આધાર જનરેટ થાય
નોંધણી પછી બાળકને આધાર નંબર આપવામાં આવે છે.

ખાસ નોંધ :
અનાથ બાળક માટે જન્મ પ્રમાણપત્ર ફરજિયાત નથી.
UIDAI ની Introducer-based enrollment યોજના ખાસ આવા બાળકો માટે છે.

અડગ મનનો માનવી શું કરી શકે છે એનું ઉત્તમ ઉદાહરણ"અકસ્માત પછી મહિનાઓ હોસ્પિટલમાં વિતાવ્યા, અનેક થેરાપીઓ કરાવી, ફરીથી લખતા ...
12/01/2026

અડગ મનનો માનવી શું કરી શકે છે એનું ઉત્તમ ઉદાહરણ

"અકસ્માત પછી મહિનાઓ હોસ્પિટલમાં વિતાવ્યા, અનેક થેરાપીઓ કરાવી, ફરીથી લખતા શીખી અને વ્હીલચેર પર કોલેજ જવાનું શરૂ કર્યું."

કેરળની રહેવાસી ડૉ. મારિયા બીજુ વ્હીલચેર પર છે. તેમ છતાં, જિંદગીથી હાર માનીને બેસી રહેવાને બદલે, તેમણે મુશ્કેલીઓનો મક્કમતાથી સામનો કર્યો. વ્હીલચેર પર રહીને જ તેમણે પોતાની MBBSની ડિગ્રી પૂર્ણ કરી.

2015માં, મારિયાએ સખત મહેનત કરીને કેરળના થોડૂપુઝા સ્થિત 'અલ અઝહર મેડિકલ કોલેજ'માં MBBS કોર્સ માટે એડમિશન મેળવ્યું હતું. ડોક્ટર બનવાનું સપનું પૂરું કરવાની એ તેમની પ્રથમ સીડી હતી.

તેઓ ફર્સ્ટ યરમાં હતા ત્યારે એક દિવસ હોસ્ટેલમાં કપડાં સૂકવવા માટે બાલ્કનીમાં ગયા હતા. ત્યારે જ અચાનક ભીની ફ્લોર પર લપસી જવાને કારણે તેઓ બીજા માળેથી નીચે પડી ગયા. આ અકસ્માત બાદ તેમના ગળાના મણકા (vertebra) અને સાથળનું હાડકું તૂટી ગયું.

તેમનું શરીર લગભગ 70% જેટલું લકવાગ્રસ્ત થઈ ગયું. ડોક્ટરોએ સ્પષ્ટ કહી દીધું હતું કે ગળાથી નીચેનું શરીર કદાચ ક્યારેય કામ નહીં કરે— પરંતુ મારિયાએ આ પરિસ્થિતિને સ્વીકારવાની ના પાડી.

અનેક જટિલ સર્જરીઓ અને મહિનાઓના કઠિન રિહેબિલિટેશન પછી, મારિયા વ્હીલચેર પર બેસીને ફરી કોલેજ પરત ફરી. તેમને ફરીથી લખતા શીખવું પડ્યું, પુસ્તકોના પાના ઉથલાવવા પણ એક પડકાર બની ગયો હતો. દરેક દિવસ પીડા અને થાકથી ભરેલો હતો, પરંતુ સપનાની જ્યોત બુઝાઈ નહીં.

અસાધારણ ધીરજ અને મહેનતના જોરે તેમણે માત્ર MBBSનો અભ્યાસ જ પૂર્ણ નથી કર્યો, પરંતુ એ જ મેડિકલ કોલેજમાં હાઉસ સર્જન તરીકે સેવા પણ આપી. આજે ડૉ. મારિયા બીજુ માત્ર એક ડોક્ટર જ નથી, પણ એ લાખો લોકો માટે આશાનું કિરણ છે જેઓ સંજોગો સામે હાર માની લે છે.

ડૉ. મારિયા બીજુની કહાણી માત્ર સંઘર્ષની જ નથી, પરંતુ અદમ્ય ઈચ્છાશક્તિ અને આત્મવિશ્વાસનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

05/12/2025
Every   is important
27/11/2023

Every is important

સ્મિત ફાઉન્ડેશનદિવસ ૧તા ૨૦/૫/૨૨ ના રોજ અંકલેશ્વર વાલીયા ચોકડી પર નાના બાળકોને સ્લેટ, પેન, દેશીહિસાબ, બિસ્કિટ અને શેરડીનો...
20/05/2022

સ્મિત ફાઉન્ડેશન
દિવસ ૧
તા ૨૦/૫/૨૨ ના રોજ અંકલેશ્વર વાલીયા ચોકડી પર નાના બાળકોને સ્લેટ, પેન, દેશીહિસાબ, બિસ્કિટ અને શેરડીનો રસ આપવાનો પોગ્રામ રાખવામાં આવ્યો હતો

Every face with smile

Address

Ankleshwar
393010

Telephone

+919913206892

Website

Alerts

Be the first to know and let us send you an email when Smeet Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Smeet Foundation:

Share