14/01/2023
આંકલાવ તાલુકાના ગંભીરા ગામે જન સેવા સંગઠન ભારત દ્વારા નાના બાળકો સાથે ઉતરાણ પર્વની ઉજવણી કરવામાં આવી
ગંભીરા ગામ ના સામાજીક કાર્યકર અને જન સેવા સંગઠન ભારત ના ગુજરાત રાજ્ય ના આણંદ જિલ્લા ના પુર્વ પ્રમુખ હાલ વડોદરા જિલ્લા ના પ્રમુખ બિપીનભાઈ રાઠોડ દ્વારા આજે શિક્ષણ એજ કલ્યાણ ગંભીરા ના બાળકો સાથે ઉતરાયણ પર્વ ની ઉજવણી કરવામાં આવી બાળકો ને પતંગો અને નાસ્તા નુ વિતરણ કરવામાં આવ્યું બિપીનભાઈ રાઠોડ છેલ્લા ચાર વર્ષથી સેવાકીય પ્રવૃતિઓ કરે છે ગત તારીખ ૧૩ જાન્યુઆરી ના રોજ શિક્ષણ એજ કલ્યાણ ગંભીરા ના બાળકો સાથે ઉતરાયણ પર્વ ની ઉજવણી કરી હતી એમા ભારત વિકાસ પરિષદ અલકાપુરી શાખા વડોદરા ના અનીતા બેન અગ્રવાલ અને એમની ટીમ અને શ્વેતા બેન શાહ વડોદરા ના સમાજ સેવિકા અને રેણુકા બેન મહેતા વડોદરા ના સમાજ સેવિકા સહયોગી આપ્યો હતો
રિપોર્ટર અરવિંદસિંહ પઢિયાર આકલાવ