08/05/2026
એડવાન્સ એકાઉન્ટિંગ અને ટેલી પ્રાઇમ
(TallyPrime) તાલીમ
શું તમે કોમર્સના વિદ્યાર્થી છો અથવા એકાઉન્ટિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગો છો? તો આ કોર્સ તમારા માટે શ્રેષ્ઠ તક છે. અમે તમને શીખવીશું ટેલીનું લેટેસ્ટ અપડેટેડ વર્ઝન, જે નાના દુકાનદારોથી લઈને મોટી કંપનીઓ સુધી દરેક માટે અનિવાર્ય છે.
કોર્સની મુખ્ય વિગતો અને પ્રેક્ટિકલ તાલીમ:
નવું અપડેટેડ વર્ઝન: ટેલી પ્રાઇમના સૌથી લેટેસ્ટ ફિચર્સ સાથે કામ કરવાની સંપૂર્ણ સમજ.
કોણ જોડાઈ શકે?: કોમર્સ વિષયના વિદ્યાર્થીઓ તેમજ એકાઉન્ટિંગમાં રસ ધરાવતી કોઈપણ વ્યક્તિ.
વ્યાપક તાલીમ: નાની કંપનીઓ, દુકાનદારો કે મોટી કોર્પોરેટ ઓફિસોના એકાઉન્ટ્સ કેવી રીતે સંભાળવા તેનું માર્ગદર્શન.
વાર્ષિક અકાઉન્ટ અને બજેટ:વર્ષના અંતે ફાઈનલ એકાઉન્ટ્સ તૈયાર કરવા, બજેટિંગ અને નાણાકીય આયોજનની પ્રેક્ટિકલ સમજ.
ઓડિટ પ્રક્રિયા: સરકારશ્રીના નિયમો મુજબ થતા ઓડિટ માટે ડેટા કેવી રીતે તૈયાર કરવો તેની તાલીમ.
GST અને ટેક્સેશન: જીએસટી (GST) નું કેલ્ક્યુલેશન, રિટર્ન ફાઈલિંગ અને સરકાર દ્વારા લાગુ કરવામાં આવતા વિવિધ ટેક્સનું પ્રેક્ટિકલ જ્ઞાન.
આ કોર્સ કરવાના ફાયદા:
તમે કોઈપણ સંસ્થામાં પ્રોફેશનલ એકાઉન્ટન્ટ તરીકે કામ કરી શકશો.
સરકારી નિયમો અને ટેક્સ પ્રક્રિયાથી માહિતગાર થશો.
રોજિંદા વ્યવહારોનું સચોટ હિસાબી સંચાલન શીખશો.
📍 તાલીમ સ્થળ: દલિત શક્તિ કેન્દ્ર (DSK), નાની દેવતી, સાણંદ, અમદાવાદ - 382110
📅 તાલીમ શરૂઆત: 15 મે 2026
📞 વધુ માહિતી માટે સંપર્ક: 97277 45436
(સવારે 09:00 થી સાંજે 07:00 સુધી)
તમારા હિસાબી કૌશલ્યને બનાવો પ્રોફેશનલ અને મેળવો રોજગારીની નવી તકો!