17/12/2025
📍 Devgadh Baria, Dahod | Vali Sammelan (Parents' Conference) on Right to Education & Children's Holistic Development
🗓️ 17 December 2025
ANANDI and Devgadh Mahila Sangathan organized a 'Vali Sammelan' at Bamroli village, Devgadh Baria block, Dahod district, with the aim of strengthening primary education through Gram Panchayat leadership and community participation.
The conference witnessed the participation of 16 Gram Panchayat members, 21 SMC members, over 100 parents, and members of Devgadh Mahila Sangathan. The focus was on ensuring children’s holistic development, building awareness about the Right to Education, and making rural-public education systems more efficient and inclusive.
A special session was led by Mr. Avrut Bhatt, representative from Jawahar Navodaya Vidyalaya, Limkheda, who guided parents on Navodaya Vidyalaya facilities, quality education, and the admission process, encouraging parents to explore these opportunities for their children.
Panchayat representatives shared their experiences and emphasized the crucial role of education in village development. An 'Education Report Card' based on issues raised in earlier Bal Sabhas and Mahila Yuva Sabhas, was also presented.
The program concluded with an inspiring address by Payalben from Dalit Shakti Kendra, motivating parents and children to face challenges with resilience and work towards self-reliance.
Together, strengthening education through collective responsibility and informed participation. 🌱📚
-------------------------------------------------------------------
📍 દેવગઢ બારીયા, દાહોદ | શિક્ષણના અધિકાર અને બાળ વિકાસ અંગે વાલી સંમેલન
🗓️ 17 ડિસેમ્બર 2025
આનંદી અને દેવગઢ મહિલા સંગઠન દ્વારા દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના બામરોલી ગામે ગ્રામ પંચાયતના નેતૃત્વ અને લોકભાગીદારી દ્વારા પ્રાથમિક શિક્ષણને વધુ મજબૂત બનાવવા હેતુથી 'વાલી સંમેલન' નું સંયુક્ત આયોજન કરવામાં આવ્યું હતું.
આ સંમેલનમાં 16 પંચાયત સભ્યો, 21 SMC સભ્યો, 100થી વધુ વાલીઓ તેમજ દેવગઢ મહિલા સંગઠનના સભ્યો હાજર રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવો, શિક્ષણના અધિકાર અંગે જાગૃતિ ફેલાવવી અને ગામ સ્તરે શિક્ષણ વ્યવસ્થાને વધુ સક્રિય અને સમાવીશીલ બનાવવાનો હતો.
કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે જવાહર નવોદય વિદ્યાલય, લીમખેડાના પ્રતિનિધિ શ્રી આવૃત ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વાલીઓને નવોદય વિદ્યાલયની સુવિધાઓ, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને પ્રવેશ પ્રક્રિયા વિશે માર્ગદર્શન આપ્યું તથા ગ્રામીણ આદિવાસી વિસ્તારોના તેજસ્વી બાળકો માટે આ તકનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા.
સંમેલનમાં ઉપસ્થિત પંચાયત પ્રતિનિધિઓએ શિક્ષણના સ્તરને સુધારવા માટે પોતાના અનુભવો શેર કર્યા અને ગામના વિકાસમાં શિક્ષણની મહત્વપૂર્ણ ભૂમિકા ઉપર ભાર મૂક્યો. અગાઉ યોજાયેલી બાલ સભા અને મહિલા–યુવા સભામાં ઉઠેલા મુદ્દાઓના આધારે તૈયાર કરાયેલું 'શિક્ષણનું રિપોર્ટ કાર્ડ' પણ રજૂ કરવામાં આવ્યું.
કાર્યક્રમનો અંત દલિત શક્તિ કેન્દ્રની પાયલબેન ના પ્રેરણાદાયી વક્તવ્ય સાથે થયો, જેમાં તેમણે વાલીઓ અને બાળકોને પડકારો સામે હિંમતપૂર્વક આગળ વધવા અને આત્મનિર્ભર બનવા માટે પ્રેરિત કર્યા.
🌱📚 સામૂહિક જવાબદારી અને સક્રિય ભાગીદારી દ્વારા શિક્ષણને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું.