18/08/2026
પ્રેસ નોટ
ગુજરાત સરકારની ₹100 કરોડની AI પહેલનું અભાવિપ ગુજરાત પ્રદેશ દ્વારા સ્વાગત, વિદ્યાર્થીઓને ભવિષ્યલક્ષી શિક્ષણ અને કૌશલ્ય તરફ લઈ જતું મહત્વપૂર્ણ પગલું
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (અભાવિપ) ગુજરાત સરકાર અને Automation Anywhere વચ્ચે કૃત્રિમ બુદ્ધિમત્તા (Artificial Intelligence – AI) ક્ષેત્રના વિકાસ માટે થયેલા 10 વર્ષીય કરાર તથા આગામી દાયકામાં અંદાજે ₹100 કરોડના રોકાણની જાહેરાતનું હાર્દિક સ્વાગત કરે છે. વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ્સ અને MSME ક્ષેત્રને AI આધારિત કૌશલ્ય, તાલીમ અને નવીનતાની તકો ઉપલબ્ધ કરાવવાનો આ નિર્ણય રાજ્યના યુવાનોને વૈશ્વિક સ્પર્ધા માટે વધુ સક્ષમ બનાવશે.
આજના યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માત્ર ટેક્નોલોજી નહીં, પરંતુ શિક્ષણ, સંશોધન, ઉદ્યોગ અને રોજગારનું કેન્દ્રબિંદુ બની રહ્યું છે. ગુજરાત સરકારની આ પહેલ વિદ્યાર્થીઓમાં ભાવિ જરૂરીયાતોને અનુરૂપ કૌશલ્ય વિકાસ, નવીન વિચારસરણી અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપશે. અભાવિપ માને છે કે નવી શિક્ષણ નીતિ-2020ના ઉદ્દેશ્યોને સાકાર કરવા માટે આવી પહેલ સમયોચિત અને આવશ્યક છે.
અભાવિપ વર્ષોથી પોતાના વિવિધ આયામ કાર્યો અને ગતિવિધિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં ટેક્નોલોજી, નવીનતા, સ્ટાર્ટઅપ સંસ્કૃતિ, સંશોધન, કૌશલ્ય વિકાસ અને આત્મનિર્ભર ભારતના વિઝનને પ્રોત્સાહિત કરતી આવી છે. પરિષદ દ્વારા દેશભરમાં આયોજિત સ્ટુડન્ટ્સ ફોર ડેવલપમેન્ટ (SFD), સ્ટાર્ટઅપ અને ઇનોવેશન સંવાદ, ટેકનોલોજી વર્કશોપ્સ, કેરિયર ગાઇડન્સ કાર્યક્રમો, વિદ્યાર્થી સંસદ, તેમજ વિવિધ શૈક્ષણિક પરિસંવાદો અને તાલીમ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને આધુનિક ટેક્નોલોજી સાથે જોડવાના સતત પ્રયાસો કરવામાં આવ્યા છે. ગુજરાતમાં પણ અભાવિપ વિવિધ કેમ્પસોમાં કૌશલ્ય વિકાસ, નવીનતા અને રાષ્ટ્રીય પુનર્નિર્માણને કેન્દ્રમાં રાખી અનેક કાર્યક્રમોનું આયોજન કરતી રહી છે.
અ.ભા.વિ.પ ગુજરાત પ્રદેશ મંત્રી દેવાંશભાઈ બ્રહ્મભટ્ટ રાજ્ય સરકારને અનુરોધ કરે છે કે આ પહેલનો લાભ રાજ્યના સરકારી અને અનુદાનિત કોલેજોના વિદ્યાર્થીઓ, ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોના યુવાનો તેમજ નાના શહેરોના વિદ્યાર્થીઓ સુધી સમાન રીતે પહોંચે તે માટે વિશેષ આયોજન કરવામાં આવે. સાથે જ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં AI લેબ્સ, સ્કિલ સેન્ટર્સ, ફેકલ્ટી ટ્રેનિંગ અને ઉદ્યોગ-શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચેના સહકારને પણ વધુ મજબૂત બનાવવામાં આવે.
અભાવિપ ગુજરાત પ્રદેશ વિશ્વાસ વ્યક્ત કરે છે કે સરકાર, ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચેના સંકલિત પ્રયાસોથી ગુજરાત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને નવીનતાના ક્ષેત્રમાં દેશનું અગ્રણી રાજ્ય બનશે તથા રાજ્યના યુવાનોને વૈશ્વિક સ્તરની ત