Bharat Patidar Samaj

Bharat Patidar Samaj Bharat Patidar Samaj, Community of Charotar Patidar who are living in various cities of India and other Countries.

અમેરિકા સ્થાયી - કરમસદના વતની જતિન પટેલ કે જેઓ પોતે અમેરિકન ક્રિકેટ ટીમના કોચ છે તેમણે કરમસદના રત્નો વિશે નવેસરથી વાંચવી...
24/10/2024

અમેરિકા સ્થાયી - કરમસદના વતની જતિન પટેલ કે જેઓ પોતે અમેરિકન ક્રિકેટ ટીમના કોચ છે તેમણે કરમસદના રત્નો વિશે નવેસરથી વાંચવી ગમે એવી રીતે કરમસદ રત્નોની વિગત બનાવી મોકલી છે જે ફરી પોસ્ટ કરુ છુ અને અમુક નવા નામો પણ ઉમેરવામા આવેલ છે.

Thank you Jatin Patel

આજે વીર વિઠ્ઠલભાઈ પટેલની પુણ્યતિથીના દિવસે વિઠ્ઠલભાઈ પટેલને સાદર શ્રધ્ધાંજલિ અને સ્મરણાંજલિમીઠા સત્યાગ્રહ / દાંડી સત્યાગ...
22/10/2024

આજે વીર વિઠ્ઠલભાઈ પટેલની પુણ્યતિથીના દિવસે વિઠ્ઠલભાઈ પટેલને સાદર શ્રધ્ધાંજલિ અને સ્મરણાંજલિ
મીઠા સત્યાગ્રહ / દાંડી સત્યાગ્રહ સમયે સરદાર પટેલની અંગ્રેજોએ રાસ ગામેથી ધરપકડ કરી અને આ ધરપકડ કરવા પાછળનો હેતુ મીઠા સત્યાગ્રહને અસફળ બનાવવાનો હતો, પરંતુ સરદાર પટેલે આ સત્યાગ્રહ જેલમાં રહી અસફળ બનવા ન દીધો, અને ગાંધીજીના મક્કમ નિર્ધાર અને નીડરતા હેઠળ સત્યાગ્રહ સફળ રહ્યો પરંતુ આ સત્યાગ્રહના શરૂઆત અને સફળતાનો પ્રચાર તો ખૂબ જ થયો,

ઘણા ઓછા લોકોને ખબર હશે કે શ્રી વિઠ્ઠલભાઈ પટેલે દૂરંદેશી વાપરી તેનો પ્રચાર પ્રસાર વિદેશોમાં પણ કર્યો અને કરાવ્યો હતો, ઇન્દુલાલ યાજ્ઞિક વર્ષ ૧૯૩૦ દરમ્યાન વિદેશ પ્રવાસે જવાના હતા ત્યારે શ્રી વિઠ્ઠલભાઈ પટેલે મીઠા સત્યાગ્રહના પ્રચાર માટેનું સાહિત્ય અને ફોટાઓ ઇન્દુલાલ યાજ્ઞિક દ્વારા વિદેશ મોકલાવેલ, જેથી આ સત્યાગ્રહ ફક્ત ભારત પૂરતો જ ન રહે પરંતુ આ સત્યાગ્રહની જાણકારી દેશ વિદેશમાં પણ થાય અને ભારતીયોના આઝાદી માટેના મક્કમ મનોબળની જાણ પણ દેશ-વિદેશમાં થાય.

રશેષ પટેલ - કરમસદ
+919879540349

*શું તમે જાણો છો મહેમદાવાદ પાસે આવેલ દંતવા ગામનું નામ વિઠ્ઠલપુરા કેમ પડ્યું?*૨૫ જુલાઈ ૧૯૨૭ થી ૨૯ જુલાઈ ૧૯૨૭ ચાર દિવસમાં ...
30/09/2024

*શું તમે જાણો છો મહેમદાવાદ પાસે આવેલ દંતવા ગામનું નામ વિઠ્ઠલપુરા કેમ પડ્યું?*

૨૫ જુલાઈ ૧૯૨૭ થી ૨૯ જુલાઈ ૧૯૨૭ ચાર દિવસમાં વરસાદે આશરે ૧૦૦૦૦ ચોરસ માઈલમાં ૪૦૦૦ ગામોમાં જળબંબાકાર મહાવિનાશ વેરેલો અને આ જોઈ વિઠ્ઠલભાઈ ખૂબજ દુ:ખી થયા હતા. ૧૮ ઓગષ્ટ ૧૯૨૭ના દિવસે વડી ધારાસભા ની બેઠક હોવાના કારણે મને-કમને વિઠ્ઠલભાઈ પટેલે સિમલા તો જવું પડ્યું પરંતુ દિલ દિમાગ તો રેલ સંકટ અને રેલ પીડિતોના કારણે દુ:ખી હતું. તેમણે ગાંધીજી અને વલ્લભભાઈ પટેલની પરવાનગી લઈ રેલપીડિતોના લાભાર્થે ફંડ શરૂ કર્યું અને તેમાં પોતાના જ રૂ. ૧૦૦૦૦/- આપ્યા અને વાઈસરોયે પણ રૂ. ૫૦૦/- નો ફાળો નોંધાવ્યો. આ ફાળાનો આંક એક લાખ વટાવી ગયો. નાભાના નરેશ રૂ. ૫૦૦૦૦/- આપવા તૈયાર થયા હતા પરંતુ તેમની શરત હતી કે વડી ધારાસભામાં કેટલાક પ્રશ્નો પૂછવાની છૂટ મળે. આ દરખાસ્ત વિઠ્ઠલભાઈ પટેલ સ્પીકર તરીકે સ્વીકારી ના શક્યા. અને બેધડક નાભા નરેશની દરખાસ્ત ફગાવી દીધી. વિઠ્ઠલભાઈ ના પ્રયાસોને કારણે મુંબઈ સરકારે રૂ. દોઢ કરોડ ઉપરાંતની રકમની ગ્રાન્ટની સાથે અન્ય મદદ પણ પહોંચાડી.

૨૦ સપ્ટેમ્બરે ધારાસભા પૂર્ણ થઈ અને પોતાનું કામ સમેટી ૨૭ સપ્ટેમ્બરે તેઓ નડીઆદ પહોંચ્યા અને નડિયાદ વડુમથક બનાવી રાહત કાર્યોમાં જોડાયા. સરકારી રાહત કાર્યો મિ. ગેરેટના હસ્તક હતી અને પ્રજાકીય રાહત કાર્યો વલ્લભભાઈ કરતાં હોવાથી બંને સંગઠનોનો સમન્વય કરી સરસ પરિણામ લાવવા માટે તેમણે નવા બાંધકામ કરવાનું શરૂ કર્યું. ૨૬ નવેમ્બરે આદર્શ ગામની રચના કરી, મહેમદાવાદ તાલુકામાં આવેલ દંતવા ગામ પૂરે પૂરું ખતમ થઈ ગયું હતું તેનું કોઈ નિશાન નહોતું રહ્યું તે ગામનું નવસર્જન વિઠ્ઠલભાઈ પટેલે કર્યું અને ગામના લોકો અને કાર્યકરોએ આ ગામનું નામ વિઠ્ઠલ પૂરા રાખ્યું.

15/06/2024
સુરતની સ્ત્રીઓની જેલ માં મહિલાઓ માટે કોઈ સગવડ નહોતી કરવામાં આવતી, ત્યાંની જેલોમાં મચ્છરો, ગંદકી પારાવાર હતી. અને આ બધી વ...
03/04/2024

સુરતની સ્ત્રીઓની જેલ માં મહિલાઓ માટે કોઈ સગવડ નહોતી કરવામાં આવતી, ત્યાંની જેલોમાં મચ્છરો, ગંદકી પારાવાર હતી. અને આ બધી વાતનો વિરોધ કરતાં મણિબેને ઉપવાસની ધમકી આપી ત્યારે તેમના પર કેસ ચલાવવામાં આવ્યો અને તેમણે ૧૦ મહિનાની કેદ ફરમાવવામાં આવી.

પિતાના પડછાયામાં રહી આઝાદીની લડતમાં પોતાનું યોગદાન આપનાર મણીબેન પટેલને તેમના જન્મદિવસે શત શત નમન...

Wish you a very happy birthday shree Dilip Patel‘ Mamaji ‘
02/04/2024

Wish you a very happy birthday shree Dilip Patel
‘ Mamaji ‘

Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Bharat Patidar Samaj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share