हिन्दू आध्यात्मिक एवं सेवा संस्थान - HSSF Gujarat

  • Home
  • India
  • Ahmedabad
  • हिन्दू आध्यात्मिक एवं सेवा संस्थान - HSSF Gujarat

हिन्दू आध्यात्मिक एवं सेवा संस्थान - HSSF Gujarat हिन्दू आध्यात्मिक एवं सेवा संस्थान (HSSF)

સમાપન સમારોહ હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળા (HSSF) ના ચતુર્થ તથા અંતિમ દિવસે સમાપન સમારોહમાં સ્કૂલના વિધ્યાર્થીઓએ દેશભક...
26/01/2025

સમાપન સમારોહ

હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળા (HSSF) ના ચતુર્થ તથા અંતિમ દિવસે સમાપન સમારોહમાં સ્કૂલના વિધ્યાર્થીઓએ દેશભક્તિ, સાયબરસેફ્ટી અને ભારતના ઇતિહાસ વિષય પર સુંદર ડાન્સ – ડ્રામા અને નાટિકાની પ્રસ્તુતિ કરી.

આ અવસરે પરમ પૂજનીય દ્વારકેશલાલજી વૈષણવાચાર્ય,કલ્યાણ પુસ્ટિ હવેલી, અમદાવાદ દ્વારા પોતાના પ્રવચનમાં જણાવ્યું કે પારિવારિક સંસ્કાર અને જીવન મૂલ્યોનો અભાવ છે તેના માટે સેવા સંસ્થાઓ ચિંતિત છે,જીવનમાં આપણાંમાં આચાર ,વિચાર અને સંસ્કારની સંપન્નતા લાવવી હશે તો તેને આપણાં આચાર -વિચારમાં ઉતારવા પડશે. સમાજમાં વિવિધ મેળાઓ યોજાતા હોય છે પરંતુ આ મેળાનો સંકલ્પ ધાર્મિક અને સેવાકીય સંસ્થાઓનું યોગદાન એ ધ્યાનમાં આવે તેના માટે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળા માં આપણે જે શ્રવણ અને દર્શન કર્યું એ સમગ્ર ઉપદેશ અને આદેશને આત્મસાત કરી સનાતનની જયજયકાર માટે કાર્ય કરવું જોઈએ.

પૂ. સંતપ્રસાદ સ્વામીએ (હાલોલ) પોતાના આશીર્વચનમાં જણાવ્યું કે આપણે પ્રકૃતિ,ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે જાગૃત અને સજાગ થવાની જરૂર છે. જો 50% સમાજ આપણાં સાંસ્કૃતિક ચિન્હો ધારણ કરતો થઈ જાય તો આપણી સમસ્યાઓનું આપમેળે નિવારણ આવી જશે.

ચાર દિવસના આ ભવ્ય કાર્યક્રમનો લાભ આશરે 8 લાખ લોકોએ લીધો. 264 સેવા સંસ્થાઓના સ્ટોલ આ મેળામાં હતા. તે સિવાય લાઈવ કુંભ દર્શન, અયોધ્યા રામ મંદિર દર્શન, CRPF, RAF, ISRO,આદિવાસી સમાજની ઝાંખી,સ્વામી આયપ્પા મંદિર,મહર્ષિ વશિષ્ઠ યજ્ઞ શાળા સહિત અનેક સંસ્થાઓએ સુંદર ઝાંખી અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

માતૃ-પિતૃ વંદન અને સંયુક્ત પરિવાર સન્માનહિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળા (HSSF) ના ચતુર્થ તથા અંતિમ દિવસે માતૃ-પિતૃ વંદન ...
26/01/2025

માતૃ-પિતૃ વંદન અને સંયુક્ત પરિવાર સન્માન

હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળા (HSSF) ના ચતુર્થ તથા અંતિમ દિવસે માતૃ-પિતૃ વંદન અને સંયુક્ત પરિવાર સન્માનના કાર્યક્રમમાં અનેક પરિવારોને સહભાગી થવાનો અવસર મળ્યો.

સત્રના મુખ્ય અતિથિ પ.પૂ. પ્રેમસ્વરૂપદાસજી મહારાજ, શ્રી ગોવિંભાઈ ધોળકિયા (સાંસદ, રાજ્યસભા), ભાજપના વરિષ્ઠ અગ્રણી શ્રી સુરેન્દ્રભાઈ પટેલ (સુરેન્દ્રકાકા) તથા અનેક વરિષ્ઠ સામાજિક કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.

સત્ર દરમિયાન સભાને પ.પૂ. પ્રેમસ્વરૂપદાસજી મહારાજે આશિર્વચન આપતા કહ્યું કે, દરેક પરિવારોએ ભારતીય સંસ્કૃતિ અને પ્રણાલીને વળગી રહેવું જોઇએ. તેમણે ભારત ભૂમિની વાત કરતા જણાવ્યું કે આપણા રાષ્ટ્રની સંસ્કૃતિના સંસ્કારો માતા પિતાને આદર આપતા શીખવે છે અને પતિ-પત્નીનો સાથ સાત ભવ સુધી નિભાવવાની શીખ આપે છે. તેમણે કહ્યું કે ભારત ભૂમિ તો સ્વામી વિવેકાનંદ, છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપની ભૂમિ છે અને યુગો યુગોથી તેમના પરાક્રમોના ડંકા દેશ- વિદેશમાં વાગી રહ્યા છે.

શ્રી ગોવિંદભાઈ ધોળકિયાએ તેમના ઉદ્બોધન થકી હિંદુ આધ્યાત્મિક અને સેવા મેળાના આયોજકો તથા નિસ્વાર્થ કાર્યરત HSSF ના કાર્યકર્તાઓને ખૂબ અભિનંદન પાઠવ્યા. વધુ ઉમેરતાં તેમણે કહ્યું કે સમયથી પહેલા અને ભાગ્યથી વધુ કંઈ જ મળતું નથી. એટલે જ નાગરિકોને સંબોધતા જણાવ્યું કે હવે ‘ધર્મના પ્રસાર અને રક્ષણ માટેનો સમય પાકી ગયો છે અને તે કાર્ય પાર પાડવા આપણા સૌના ભાગ્યનો ઉદય થઈ ગયો છે. તેથી જ ના આ કાર્ય સર્વથા ઉચિત છે તેમાં હું સહી કરું છું.‘

GovindDholakia.com

26/01/2025

આદિવાસી સંસ્કૃતિનું ગામ ખાતે પરંપરાગત નૃત્ય…

રાષ્ટ્રીય એકતા, અખંડિતતા જાળવીએ, બંધારણીય મૂલ્યો નું જતન કરીએ, ગણતંત્રદિવસ ની હાર્દિક શુભકામનાઓ.   મેળાનાં BSF, CRPF, RA...
26/01/2025

રાષ્ટ્રીય એકતા, અખંડિતતા જાળવીએ,
બંધારણીય મૂલ્યો નું જતન કરીએ, ગણતંત્રદિવસ ની હાર્દિક શુભકામનાઓ.

મેળાનાં BSF, CRPF, RAF કેમ્પ માં ધ્વજ વંદન નો ઉર્જા સભર કાર્યક્રમ.

  હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો- Day 3
26/01/2025



હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો- Day 3

  આજના પ્રમુખ કાર્યક્રમો (Day-4)
26/01/2025



આજના પ્રમુખ કાર્યક્રમો (Day-4)

કન્યા વંદન કાર્યક્રમ હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળા (HSSF) ના ત્રીજા દિવસનું મુખ્ય આકર્ષણ કન્યા વંદન રહ્યું. આ કાર્યક્ર...
25/01/2025

કન્યા વંદન કાર્યક્રમ
હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળા (HSSF) ના ત્રીજા દિવસનું મુખ્ય આકર્ષણ કન્યા વંદન રહ્યું. આ કાર્યક્રમમાં ૫.પૂ. મહામંડલેશ્વર કૃષ્ણમણી મહારાજ (જામનગર), ડૉ. વાગેશકુમારજી, કાંકરોલી (વાગેશબાવાજી), સુશ્રી ભાનુબેન બાબરીયા (રાજ્ય કક્ષા મંત્રી- મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય) તથા ડો. અમીબેન ઉપાધ્યાય (VC, ડો. આંબેડકર યુનિવર્સિટી)ની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

કન્યા વંદન કાર્યક્રમમાં યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા… શ્લોક સાથે કન્યા પૂજનની શરૂઆત કરવામાં આવી હતી. આમંત્રિત મહેમાનો દ્વારા મંચ પર દિવ્યાંગ કન્યાઓ સહિત અમદાવાદની વિવિધ સંસ્થાઓમાંથી આવેલ 1271 કન્યાઓનું પૂર્ણ શાસ્ત્રોક્તવિધિથી પૂજન કરવામાં આવ્યું હતું.

પરિવારમાં અને સમાજમાં કન્યાઓ અને નારીનું સન્માન વધે તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો પાસે માતા-પિતા અને ગુરૂઓનું સન્માન, પર્યાવરણની જાળવણી, પશુ-પક્ષીઓના રક્ષણ અને જાળવણી માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.

Address

Gujarat University Ground, Near GMDC Office, Helmet Circle
Ahmedabad
380052

Website

Alerts

Be the first to know and let us send you an email when हिन्दू आध्यात्मिक एवं सेवा संस्थान - HSSF Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share