Sardar Dham

Sardar Dham Sardardham is Charitable Trust. The objects for the integrated growth of Samast Patidar in the area of Social, Educational & Economical growth.

સરકારી યોજનાઓ સરળ રીતે જાણો, સમજો અને તેનો લાભ મેળવો - સરદારધામ સરકારી યોજના માર્ગદર્શન કેન્દ્ર
20/08/2026

સરકારી યોજનાઓ સરળ રીતે જાણો, સમજો અને તેનો લાભ મેળવો - સરદારધામ સરકારી યોજના માર્ગદર્શન કેન્દ્ર

સરદારધામ સમાજ સુરક્ષા કેન્દ્ર - સમાજની સુરક્ષા, સહયોગ અને માર્ગદર્શન માટે હંમેશા તમારી સાથે.
20/08/2026

સરદારધામ સમાજ સુરક્ષા કેન્દ્ર - સમાજની સુરક્ષા, સહયોગ અને માર્ગદર્શન માટે હંમેશા તમારી સાથે.

સરદારધામ ખાતે ભારતના 80મા સ્વાતંત્ર્ય દિનની ગૌરવપૂર્ણ ઉજવણી સાથે “સમાજ સુરક્ષા કેન્દ્ર” અને “સરકારી સહાય યોજના માર્ગદર્શ...
17/08/2026

સરદારધામ ખાતે ભારતના 80મા સ્વાતંત્ર્ય દિનની ગૌરવપૂર્ણ ઉજવણી સાથે “સમાજ સુરક્ષા કેન્દ્ર” અને “સરકારી સહાય યોજના માર્ગદર્શન કેન્દ્ર”નું થયું ઉદ્ઘાટન

ભારતના 80મા સ્વાતંત્ર્ય દિનની પાવન ઉજવણી નિમિત્તે સરદારધામ અમદાવાદ ખાતે રાષ્ટ્રભક્તિ, સમાજસેવા અને સમાજકલ્યાણને સમર્પિત ત્રિવેણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રધ્વજને વંદન સાથે કરવામાં આવી હતી. આ ગૌરવપૂર્ણ ક્ષણે સરદારધામ કન્યા છાત્રાલયના ભુમિદાતાશ્રી કૃપેશભાઈ ગાજીપરા તેમજ કન્યા છાત્રાલય વીંગદાતાશ્રી ગોપાલભાઈ પટેલ -કડીના વરદહસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

સ્વાતંત્ર્ય દિનની ઉજવણીને વધુ અર્થપૂર્ણ બનાવતા સરદારધામ દ્વારા સમાજહિતલક્ષી બે નવી પહેલો “સમાજ સુરક્ષા કેન્દ્ર” અને “સરકારી યોજના માર્ગદર્શન કેન્દ્ર” નું વિધિવત્ ઉદ્ઘાટન ટીમ સરદારધામ હોદ્દેદારોના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન કાર્યક્રમ દ્વારા સમાજના વિવિધ વર્ગોને સરકારી યોજનાઓ, સહાય અને સુરક્ષા સંબંધિત માર્ગદર્શન સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો મહત્વપૂર્ણ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમને વધુ રાષ્ટ્રભક્તિમય બનાવવા સરદારધામના દીકરા-દીકરીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરીને સૌમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત કરી હતી. ઉપરાંત દેશભક્તિના રંગે રંગાયેલા ગ્રુપ ડાન્સ તથા દેશભક્તિ ગીતોની રજૂઆતો કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બની હતી.

આ પ્રસંગે સરદારધામના ટ્રસ્ટીઓ, દાતાશ્રીઓ, આમંત્રિત મહેમાનશ્રીઓ, GPBO -યુવા સંગઠન સભ્યો, અધિકારી મિત્રો અને હોસ્ટેલના વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

મુંબઈમાં ‘પાટીદાર બિઝનેસ વિઝન-2026’નું થયું ભવ્ય આયોજન. સરદારધામના માર્ગદર્શન અને GPBO Network દ્વારા મુંબઈના ઐરોલી ખાતે...
13/08/2026

મુંબઈમાં ‘પાટીદાર બિઝનેસ વિઝન-2026’નું થયું ભવ્ય આયોજન. સરદારધામના માર્ગદર્શન અને GPBO Network દ્વારા મુંબઈના ઐરોલી ખાતે ‘પાટીદાર બિઝનેસ વિઝન-2026’ નોલેજ અને નેટવર્કિંગ સમિટનું સફળ આયોજન થયું હતું. આખો દિવસ ચાલેલા આ કાર્યક્રમમાં 570થી વધુ વેપારીઓ, ઉદ્યોગસાહસિકો અને મહિલા બિઝનેસ લીડર્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. બિઝનેસ ગ્રોથ, ટીમવર્ક, લીડરશિપ અને નેટવર્કિંગ અંગે વિવિધ નિષ્ણાતોના માર્ગદર્શન સાથે પ્રેરણાદાયી ટ્રેનિંગ સેશન યોજાયા હતા. સ્ટાર્ટઅપ્સને ઇન્વેસ્ટર પિચિંગ, ૨૦થી વધુ પ્રોડક્ટ ડિસ્પ્લે અને GPBO Network અંગે વિશેષ Visitor Awareness Program યોજાયો હતો. 20%થી વધુ મહિલા ઉદ્યોગસાહસિકોની સક્રિય ભાગીદારી સાથે ટોચના ત્રણ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. સરદારધામ GPBOના ‘સંપર્કથી સમૃદ્ધિ અને બિઝનેસ ગ્રોથ’ના વિઝનને આગળ ધપાવતી આ સમિટ પાટીદાર બિઝનેસ કોમ્યુનિટીને વધુ સંગઠિત અને વૈશ્વિક સ્તરે જોડવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ હતી.

સરદારધામ ઈન્ટરનેશનલ કન્વેન્શન 2027ની કોર ટીમની બીજી મહત્વપૂર્ણ બેઠક સરદારધામ અમદાવાદ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં આયોજન, વિ...
13/08/2026

સરદારધામ ઈન્ટરનેશનલ કન્વેન્શન 2027ની કોર ટીમની બીજી મહત્વપૂર્ણ બેઠક સરદારધામ અમદાવાદ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં આયોજન, વિવિધ ટીમોની કામગીરી, ટીમ સંકલન, મહેમાનોની સુવિધા, પ્રચાર-પ્રસાર અને ટેક્નોલોજી સહિતના વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. પ્રમુખસેવક ગગજીભાઈ સુતરીયાએ કન્વેન્શનને ઐતિહાસિક અને દિશાસુચક બનાવવા ટીમવર્ક, સમયબદ્ધ કામગીરી અને સેવા ભાવના પર ભાર મૂક્યો હતો. વિવિધ ઝોનના સભ્યો તથા ઓનલાઈન જોડાયેલા સભ્યોએ સૂચનો અને નવીન વિચારો રજૂ કર્યા હતા. આ બેઠક સાથે કન્વેન્શનની તૈયારીઓને વધુ વેગ મળ્યો છે અને આગામી દિવસોમાં આયોજનને વધુ વ્યાપક સ્તરે આગળ ધપાવવામાં આવશે.

12/08/2026
12/08/2026

✨ સરદારધામ GPBO Elite Wingનું સુરતમાં થયું ભવ્ય લોન્ચિંગ ✨

વિઝન, બિઝનેસ અને નવી તકોને એક મંચ પર લાવતી નવી સફરનો પ્રારંભ.

નવી દિશા • નવી તકો • નવી સફળતા

મુંબઈ અને નવી મુંબઈના યુવાધનના શૈક્ષણિક તથા વ્યવસાયિક વિકાસને પ્રોત્સાહન આપવા સરદારધામ દ્વારા નવી મુંબઈ ખાતે આયોજનાત્મક ...
10/08/2026

મુંબઈ અને નવી મુંબઈના યુવાધનના શૈક્ષણિક તથા વ્યવસાયિક વિકાસને પ્રોત્સાહન આપવા સરદારધામ દ્વારા નવી મુંબઈ ખાતે આયોજનાત્મક બેઠક યોજાઈ હતી. બેઠકમાં મહારાષ્ટ્રના યુવાઓને MPSC સહિતની સિવિલ સર્વિસ પરીક્ષાઓ માટે માર્ગદર્શન, તાલીમ અને સહયોગ આપવા તેમજ વધુમાં વધુ યુવાનોને વહીવટી સેવાઓમાં જોડવા માટે આયોજન કરવામાં આવ્યું. સાથે જ મુંબઈ-નવી મુંબઈના પાટીદાર સમાજને એક મંચ પર લાવવા વિશાળ સ્નેહમિલન યોજવા અને સમાજના સંગઠનને વધુ મજબૂત બનાવવા વિવિધ સમિતિઓની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ પ્રસંગે સરદારધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરિયાએ યુવાશક્તિને સમાજ અને રાષ્ટ્રના વિકાસની સૌથી મોટી મૂડી ગણાવી સૌને સંગઠિત થઈ કાર્ય કરવા આહ્વાન કર્યું.

સુરત ખાતે સરદારધામ GPBO ELITE વિંગનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું.‘Think Bigger, Lead Better, Grow Faster’ના મંત્ર સાથે...
10/08/2026

સુરત ખાતે સરદારધામ GPBO ELITE વિંગનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું.‘Think Bigger, Lead Better, Grow Faster’ના મંત્ર સાથે ‘Business Beyond Boundaries’ થીમ હેઠળ પ્રેરણાદાયી લીડરશિપ અને બિઝનેસ ગ્રોથ સેશન યોજાયું.ટ્રાન્સફોર્મેશન એન્ડ લાઇફ કોચ શ્રી મનીષ વઘાસિયાએ લીડરશિપ, નેટવર્કિંગ, નિર્ણયશક્તિ, સતત શીખવા અને સફળતા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું. તેમણે ‘Connect - Collaborate - Grow’ તથા ‘Planning, Preparation, Practice, Performance, Patience’ જેવા સફળતાના મંત્રો સમજાવ્યા. આ ઉપરાંત GPBO ELITE ની લીડરશિપ ટીમની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સુગ્નેશા કોલડીયા, નિકુંજ મૈયાણી, ભાર્ગવ ભીંગરાડીયા, મૌનિક વિરડીયા અને ચિરાગ પાંચાણીને ટીમ સભ્ય તરીકે તથા મહેશ કાબરીયાને કેપ્ટન તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી, આ પ્રસંગે દિયાળભાઈ વાઘાણી અને ધીરુભાઈ નારોલા સહિત ઉદ્યોગસાહસિકો અને બિઝનેસ લીડર્સ ઉપસ્થિત રહ્યા હતા.સભ્યોએ કાર્યક્રમને અત્યંત પ્રેરણાદાયી અને ઉપયોગી ગણાવી ભવિષ્યમાં આવા વધુ ગુણવત્તાસભર કાર્યક્રમો યોજવા બદલ સરદારધામ GPBO ELITEનો આભાર વ્યક્ત કર્યો હતો.

Address

Vaishnodevi Circle
Ahmedabad
382470

Alerts

Be the first to know and let us send you an email when Sardar Dham posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share