01/09/2026
વધુ એક સારા સમાચાર આપણા સમાજ સુરત ના વતની શ્રી પ્રદીપભાઈ પોપટલાલ કંસારા (મુળ સિહોર વિઠલદાસ રતનશીભાઈ પરિવાર)ના સુપુત્રી ચિ. જ્હાનવી પ્રદિપ કંસારા એ પણ GMERS વલસાડ ખાતે MBBS મા પ્રવેશ મેળવેલ છે. ચિ. જ્હાનવી એ ભાઈ શ્રી ડો. કૃપાલ (MBBS) ના નકશે કદમ માં કદમ મેળવી ને ભાઈ ની કોલેજ માં જ પ્રવેશ મેળવી સમાજ નું અને પરિવાર નું ગૌરવ વધારેલ છે. ચાલુ વર્ષે NEET UG ની પરીક્ષા કેન્સલ થઈ ફરીથી યોજાયેલ તેવા કપરા સંજોગોએ અનેક વિધાર્થીઓ નાસીપાસ થયેલા પણ આપણા સમાજ ની દીકરીઓએ ખૂબ ખંત પુર્વક ફરી થી એક્ઝામ માં પૂરા જોશ માં ભાગ લઈ ને પ્રવેશ મેળવેલ છે. તે બદલ મંડળ ખૂબ ખૂબ અભિનંદન સાથે ઉતરોત્તર પ્રગતિ કરે તેવી હાર્દિક શુભેરછા.