25/09/2026
એક સાથી વડિલ શિક્ષક....❤️
શ્રી નટુભાઈ,
શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલ, હાયર સેકન્ડરી સાયન્સ વિભાગમાં બાયોલોજી વિષયના અધ્યાપક....
સુંદર સ્મિત તેમના ચહેરા ઉપર હોય- સુંદર દેખાવ સાથે વાંકડિયા વાળ. માત્ર શિક્ષણ તે ઉપરાંત સાંજની બેઠક જે સ્કૂલમાં મળે ત્યાં અચૂક હાજર હોય. જેની પણ સાથે સંવાદ કરે તો નજીક જઈ ધીમા અવાજે કન્વિંશિંગ શૈલી સાથે પોતાની વાત કરે.
ખાસ કરીને સાયન્સ વિભાગના વિદ્યાર્થીઓને બાયોલોજી લેબમાં ( એક સતત ચાલતી પ્રયોગ શાળા જેવું દૃષ્ય- જ્યાં સ્ફૂર્તિલા વિદ્યાર્થીઓ, નવીનભાઇ, સીતાબહેન , જયશ્રીબેન, ક્યારેક ફ્રી હોય તો અન્ય સાયન્સના અધ્યાપક પણ હોય....હું ફ્રી પિરિયડ દરમ્યાન ક્યારેક જઈ ચઢુ એટલે બધું યાદ..) દૃષ્ય દેખાય.
વિદ્યાર્થીઓ સાથે નટુભાઈ, સીતાબહેન, જયશ્રીબેન તેમનું કામ કરતાં હોય. હું કે અન્ય શિક્ષક ત્યાં હોય તો નવીનભાઇ સીંગ લઈ આવે અને અન્ય શિક્ષક એક સહજ ઔપચારિક કે અનૌપચારિક શૈક્ષણિક રીતિ તમે કહી શકો તેવો અનુભવ થાય.
મારે શ્રી નટુભાઈ સાથે થોડો વધુ નાતો એટલા માટે કે તેઓની નજીક રહેવાનું શક્ય બનેલું . શાળામાં જોડાયાની શરૂઆત હતી. તો ક્યારેક મારું વિહિકલ બગડે તો તેમની સાથે શાળામાં આવવા મળે. બંનેના પરિવાર જનો એકબીજાને જાણે-મળે એ પણ આગવો સંબંધ.
એક સરસ- આશ્ચર્યજનક ઘટના કે જે શ્રી નટુભાઈ વિષયક ઘટી હતી.મારો ક્રાફ્ટ્સ નો સબ્જેક્ટ જે આર્ટસ- કોમર્સ- સાયન્સ ત્રણેય વિભાગ વિભાગ સાથે મને જોડે. એક આર્ટસની વિદ્યાર્થીની શાળાના કવિતા/ સાહિત્ય/અન્ય વિષયક મેગેઝિન વિષે કાર્ય કરે મેગેઝિનનું નામ આપવા " ઈતિ વદતિ " " સંવિત્" વિગેરે નામ ચર્ચાય...મેગેઝિનના બે એક અંક પ્રગટ થયા....એકવાર ગુરુ- ઇશ્વર વિગેરે વિષયક વાતમાં મેં તે વિદ્યાર્થીનીને જણાવ્યું " એક સુંદર સ્મિત, કોઇ વૃક્ષ, કોઇ અદ્ભુત પ્રસંગ કે જેને તમે ગુરુ કે ઈશ્વર ગણી શકો...?! " તે વિદ્યાર્થીનીની આંખમાં જૂદી ચમક દેખાઈ...તેણે પૂછ્યું " એટલે?" મેં બસ એમ જ કહ્યું ," મને શ્રી નટુભાઈના સુંદર દેખાવ ઉપરાંત તેમનું સ્મિત બહુ ગમે છે...." ત્યા તરત તે વિદ્યાર્થીનીએ સહમતિ દર્શાવતો ભાવ પ્રસાર્યો. પછી થોડાંક દિવસો વીતે તેણીએ જણાવ્યુ કે સર, તમે અને શ્રી નટુભાઈ મારે ઘરે આવો. એક સ્મિત પછી મારે મન પણ ઈશ્વર છે તે બતાવવું છે. અમે ગયાં હતાં તેણીએ તેના રૂમમાં શ્રી નટુભાઈના સ્મિતની તસવીર તેનું દેવાલય હોય તેમ સાચવેલી...! "
આજે શ્રી નટુભાઈ યુ.એસ.એ.માં છે. તેઓને સાંભળવામાં તકલીફ છે. બાકી એ સ્મિત, એ શૈક્ષણિક થનગનાટ, એ શાંતિપૂર્વક તેમની સંવાદ કરવાની શૈલી...અને પિરિયડ પહેલાં લેબોરેટરીમાં ડિસેક્શન માટે નવીનભાઇને કહી/યાદ કરાવી હમેશા તૈયાર રહેતા ખુશમિજાજ અધ્યાપક એટલે શ્રી નટુભાઈ સાહેબ. Love you નટુભાઈ સાહેબ.
આપ સ્વસ્થ રહો ખૂશ રહો તેવી પ્રાર્થના....🙏🙏🙏🙏
- અખંડ વ્યાસ.