30/09/2025
જ્યોત ફાઉન્ડેશન અમદાવાદ( બધા જ પ્રકારના દિવ્યાંગોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત નોન પ્રોફીટેબલ સંસ્થા) દ્વારા તારીખ 25 9 2025 ના રોજ શકંબા પાર્ટી પ્લોટ મેમનગર ખાતે
ગરબે ઘૂમે દિવ્યાંગ 2025 નું આયોજન કરવામાં આવ્યું.
સતત આઠમાં વર્ષનો આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો. મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન પધાર્યા. સાથે કાલુપુર બેંકના શ્રી અંબર ભાઈ તથા કામેશ્વર મહાદેવ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ધીરેશ ભાઇ ટી શાહ પધાર્યા. સમીર ઓરકેસ્ટ્રા વાળા શ્રી દિનેશભાઈ તથા સમીરભાઈએ લાઈવ ગરબા ગાઈને દિવ્યાંગોના દિલને જીતી લીધા. દિવ્યાંગો નો ગરબા ગાવાનો આત્મવિશ્વાસ થનગનાટ અને જોશ જોઈને ઘણા લોકો રડી પડ્યા.દેવ પાર્ટી ઇવેન્ટ વાળા એ મોટું પતલુ છોટાભીમ ડોરેમોન જેવા કાર્ટૂન કેરેક્ટરો થીબાળકોને ખુશ કરી દીધા.
રણછોડ મહારાજે 151 દીવાની આરતી ઉતારી દિવ્યાંગોને ભક્તિમય બનાવ્યા. રામી બ્રધર્શ બનાવી આપેલા સુંદર સેલ્ફી પોઇન્ટ પર ફોટા પડાવી મજા માણી. દિવ્યાંગોને શ્રી ભાવેશભાઈ શાહ તરફથી ટિફિન તથા શ્રી નરેન્દ્ર ભાઈ જૈન તરફથી દાંડિયા ની ગિફ્ટ આપવામાં આવી. અમારા અનામી દાતા તરફથી સૂપ સ્ટાર્ટર સહિત સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવ્યું. સેવા ફોર સાઉલ ની ટીમે દિવ્યાંગોને વ્હીલ ચેરમાં લાવવા લઈ જવાની વ્યવસ્થા તથા પીરસવાની વ્યવસ્થા સંભાળી લીધી. આ ઉપરાંત ખુશી ઇવેન્ટ તરફથી ઇવેન્ટ મેનેજમેન્ટની વિનામૂલ્યે સેવા પૂરી પાડવામાં આવી. શકંબા પાર્ટી પ્લોટના મેનેજમેન્ટ એ પણ ખુબ સરસ સહકાર આપ્યો. નામી અનામી ઘણી વ્યક્તિઓએ દાન આપીને, પોતાના સોર્સીસ નો ઉપયોગ કરીને તો કેટલાકે પોતે સેવા આપીને મદદરૂપ થયા. લગભગ 1000 જેટલા દિવ્યાંગો એ દૂર દૂરથી આવીને ગરબા માણ્યા. દિવ્યાંગો પોતાના દુઃખ દર્દોને ભૂલીને આનંદ ઉત્સાહથી ગરબે ઘૂમી રહ્યા હતા. ઝૂમી રહ્યા હતા. તે જોઈ બાકીના લોકોની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. જિંદાદિલીથી જીવન કેવી રીતે જીવવું તે દિવ્યાંગો પાસેથી પ્રેરણા મળી.ફોટોગ્રાફર વિડીયોગ્રાફર ભાઈઓએ પણ આ કાર્યક્રમને પોતાના કેમેરામાં કંડાર્યો.
શ્રી અનિલભાઈ રાણાએ ગરબાનું લાઇવ કવરેજ 190 દેશોમાં પહોંચાડ્યું અમારા વોલેન્ટિયર ભાઈ બહેનોએ સતત ચાર મહિનાથી સાથ સહકાર આપી કાર્યક્રમના દિવસે સતત ઊભા રહી સેવા આપી. દિવ્યાંગોને કેટેગરી મુજબ લોકો મોટર પ્રજ્ઞા ચક્ષુ મુકબધીર તથા મનો દિવ્યાંગ ને ઉપયોગી એવા લગભગ 50 હજાર રૂપિયાના કુલ 22 ઇનામો આપ્યા આખરે આઈસ્ક્રીમ ખવડાવી સર્વેને વિદાય આપી સમસ્ત ગુજરાતમાંથી આવેલા દિવ્યાંગોને રાત્રે રોકાવાની તથા સવારે જતી વખતે ચા નાસ્તાની સગવડ પણ આપવામાં આવી. જ્યોત ફાઉન્ડેશનના ફાઉન્ડર પ્રેસિડેન્ટ જ્યોતિબેન શાહ કે જેઓ 85% દિવ્યાંગ છે તેઓએ જણાવ્યું કે અમારી સંસ્થામાં 1,500 જેટલા અલગ અલગ દિવ્યાંગતા ધરાવતા મેમ્બરો છે અમારી સંસ્થાને હજુ ઘણા કાર્યો કરવા છે જો કોઈ અમને મદદ કરવા માંગતા હોય તેઓ અમારો સંપર્ક કરી શકે છે બહેન શ્રી પ્રતિભા બેન જૈને પણ જ્યારે જોઈએ ત્યારે મદદ આપવાની તૈયારી બતાવી. આમ જ્યોત ફાઉન્ડેશનનો કાર્યક્રમ ખુબ સરસ રીતે સંપન્ન થયો