24/09/2026
સમંદર પી જવાની હરક્ષણે તાકાત રાખું છું,
મને પડકાર ના હું સજ્જ મારી જાત રાખું છું.
સહજ રીતે ઘટે છે સર્વ ઘટના ભીતરે મારી,
સતત જોયાં કરું હું ને મને બાકાત રાખું છું.
- ત્રિલોક મહેતા
પારસ ફાઉન્ડેશન સોશિયલ મીડિયા પર ગુજરાતી ભાષાના કવિઓ, લેખકો અને સર્જકોની કૃતિઓને "આજની રચના" નામની શ્રેણીમાં દરરોજ પોસ્ટ કરી ગુજરાતી સાહિત્યને જીવંત રાખવાનું કાર્ય કરે છે.