02/02/2026
વિશ્વકર્મા સમાજના સર્વાંગી વિકાસ માટે પંચાલ (વિશ્વકર્મા) યુવા સંગઠન , ગુજરાત પ્રદેશ છેલ્લા 4 વર્ષથી શિક્ષણ, સેવા અને રોજગારના માધ્યમથી વિશ્વકર્મા સમાજના ઉત્થાન માટે સતત કાર્યરત છે. પંચાલ (વિશ્વકર્મા) યુવા સંગઠન, ગુજરાત પ્રદેશના ગુજરાતના 22 જિલ્લા તેમજ કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે, દુબઇ, કેનેડા જેવા વિવિધ દેશોમાં પણ કાર્યરત છે. સમાજના છેવાડાના માનવી સુધી પહોંચી સમાજ સેવા કરી શકાય ઉદેશથી વિશ્વકર્મા સમાજના જે પણ ભાઈ બહેન પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશમાં જોડાવા ઈચ્છતા હોય એમણે નીચે આપેલા ફોર્મ માં પોતાની વિગત ભરી જોડાઈ શકે છે. જે નિઃશુલ્ક છે. પંચાલ (વિશ્વકર્મા) યુવા સંગઠન, ગુજરાત પ્રદેશમાં વિશ્વકર્માના 5 પુત્રો પંચાલ, લુહાર, સુથાર, ગજ્જર, મિસ્ત્રી, કડીયા તમામ વિશ્વાર્કમાં બંધુઓ તેમજ યુવાનો, વડીલો, મહિલાઓ , ઉધોગપતિ, સામાજિક કાર્યકર્તા કે કોઈ પણ ગોળ કે સમાજના વિશ્વકર્મા વંશજ સંગઠનમાં જોડાઈ શકે છે. તો આવો સૌ ભેગા મળી સમાજને નવી ઊંચાઈ સુધી લઈ જઈએ.
જોડાવા માટેની લિંક
https://forms.gle/xn4486QiTk59WNgYA
આભાર,
પંચાલ વિશ્વકર્મા યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ.