Gujarat Kshtriya Sabha

Gujarat  Kshtriya Sabha દેશ અને ધર્મ માટે

18/11/2023

જય રઘુનાથજી...
આજના લાભપાંચમના પાવન પર્વ પર આપ સૌને ગુજરાત ક્ષત્રિય સભા વતી શુભકામનાઓ. વિક્રમ સંવંત 2080નું વર્ષ આપણા બધા માટે શુભ ફળદાયી નિવડે તેવી ભગવાન રામચંદ્રજીના ચરણોમાં પ્રાર્થના. આવનારા વર્ષમાં ક્ષત્રિય સમાજ નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે તે માટે આપણે સૌએ સાથે મળીને કામ કરવાનું છે. વાડાઓમાં વહેંચાયેલા સમાજને એક જ સૂત્રમાં પરોવવા આપણે સૌનો સાથ અને સહકારની આવશ્યકતા છે. સમાજના ઉત્થાન માટે આપણે છેવાડાના પરિવારને પણ જોડવો પડશે. કારણકે, આજનો યુગ એ સંગઠનનો યુગ છે. જે સમાજ સંગઠિત છે તેની દરેક માગ પૂરી થાય છે. સમાજના વિકાસ માટે આપણે આગેવાનો તૈયાર કરવા પડશે. સમાજના હિતને ધ્યાનમાં રાખી કામ કરી શકે તેવા રાજનેતાઓ પણ તૈયાર કરવા પડશે. આ બધું શક્ય ત્યારે જ થઇ શકે જ્યારે આપણે સંગઠિત હોઈએ. જે આગેવાનો સમાજના ઉત્થાનમાં કાર્ય કરી રહ્યા છે તેમની આગેવાની સ્વીકારવી પડશે. કારણકે, સારો સેનાપતિ યુદ્ધને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવતો હોય છે. નવ વર્ષમાં આપણે કેટલાક સંકલ્પ કરવાની પણ જરૂર છે. સમાજમાં રહેલી બદીઓને તિલાંજલિ આપવી પડશે. વ્યસન, બુરી સોબત અને વિખવાદ જેવી બદીઓ સમાજના મજબૂત પાયામાં લુણો લગાડવાનું કામ કરે છે. આપણા પૂર્વજોએ આપણને જે વારસો અને સંસ્કાર આપ્યા છે તે આપણે આવનારી પેઢીઓ માટે સાચવીને રાખવાના છે. આપણો ગૌરવપૂર્ણ ઈતિહાસ અને પરંપરાને જીવંત રાખવા હવે જાગૃત થવું પડશે. સમાજના સારા ભવિષ્યના નિર્માણ માટે એકતા, સંસ્કાર અને શિક્ષણની તાતી જરૂરિયાત છે. કારણકે, વર્તમાન સમયમાં જો ટકી રહેવું હશે તો શિક્ષણ અતિઆવશ્યક છે. શિક્ષણ થકી સમાજના વિકાસ માટેના દ્વાર આપણે ખોલી શકીશું. શિક્ષણ હશે તો સમાજના પરિવારો સારી આવક મેળવશે અને સમાજ આગળ આવશે. નવ વર્ષ આપણે સૌ સાથે મળી સમાજ હિતના કાર્યમાં સહભાગી થઈએ. જય સોમનાથ...જય રઘુનાથજી...

09/11/2023
07/11/2023

ગુજરાત ક્ષત્રિય સભા દ્વારા મહેસાણા જિલ્લામાં સંગઠનની પુનઃરચના માટે શ્રી વિરેન્દ્રસિંહજી પરમારના યજમાન પદે મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના નવા સુદાસાણાના લક્ષ્મીવિલા ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં પરમ પૂજ્ય સંત શ્રી આનંદનાથજી (શંકરા તીર્થ આશ્રમ.સાણદ) દાંતા સ્ટેટ મહારાણા નેક નામદાર શ્રી સિદ્ધિરાજસિંહજી, શ્રી કરણસિંહજી ચાવડા(પ્રમુખ શ્રી ગુજરાત ક્ષત્રિય સભા) શ્રી ડૉ.સી.જે.ચાવડા (ધારાસભ્યશ્રી.વિજાપુર) શ્રી કીર્તિસિંહજી વાઘેલા (પ્રમુખશ્રી.ભા.જ.પા.બ.કાંઠા) શ્રી વનરાજસિંહજી પરમાર (પ્રમુખ.ગુ.ક્ષ.સભા.બ.કાંઠા) શ્રી દિલીપસિંહજી બારડ(ડિરેક્ટરશ્રી.બનાસ ડેરી) શ્રી યશવંતસિંહજી રાઠોડ (સદસ્યશ્રી જી.પંચાયત.મહેસાણા) શ્રી રણજીતસિંહજી રાઠોડ (નિવૃત્ત પ્રિન્સિપાલ) શ્રી વિનુસિંહજી ચૌહાણ (પ્રમુખશ્રી.સતલસાણા તાલુકા.ભા.જ.પા) શ્રી હરપાલસિંહજી રાણા (સરપંચશ્રી.દાંતા)શ્રી રાજદિપસિંહજી ઝાલા (પ્રમુખશ્રી.ગુ.ક્ષ.સભા.સાં.કાંઠા) તથા સમાજના અગ્રણી આગેવાનો હાજર રહ્યા. કાર્યક્રમમાં માતાઓ, બહેનો,યુવાનો અને વડીલો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા....જય સોમનાથ....જય રઘુનાથ.

07/11/2023

ગુજરાત ક્ષત્રિય સભા દ્વારા મહેસાણા જિલ્લાના ઝોન-1ના 4 તાલુકાના પ્રમુખો અને ઉત્તર ગુજરાતના પ્રભારીની નિમણૂક કરવામાં આવી છે. શ્રી વિરેન્દ્રસિંહજી પરમારની ગુજરાત ક્ષત્રિય સભાના ઉત્તર ગુજરાતના પ્રભારી પદે નિયુક્તિ કરાવામાં આવી છે. શ્રી વનરાજસિંહજી પરમારની બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે. શ્રી રણજીતસિંહજી પરમાર (હડોલ) ની સતલસાણા તાલુકા પ્રમુખ તરીકે, શ્રી બળવંતસિંહજી રાજપુત (નંદાલી)ની ખેરાલુ તાલુકા પ્રમુખ તરીકે ,શ્રી પર્વતસિંહજી રાજપુત (કરબટિયા)ની વડનગર તાલુકા પ્રમુખ તરીકે તથા શ્રી દિલીપસિંહજી ચાવડા (દાઢિયાળ)ની વિસનગર તાલુકાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. જિલ્લાઓમાં સંગઠનની કામગીરી પૂર્ણ થયા બાદ સમગ્ર ગુજરાતના મુખ્ય 500 આગેવાનોની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવશે. આગામી કાર્યક્રમોની જાહેરાત આપને સોશિયલ મીડિયા દ્વારા અથવા સ્થાનિક આગેવાન દ્વારા કરવામાં આવશે.જય સોમનાથ.....જય રઘુનાથ.

ગુજરાત ક્ષત્રિય સભાના નવનિયુક્ત હોદ્દેદારો

ઉત્તર ગુજરાતના પ્રભારી:-શ્રી વિરેન્દ્રસિંહજી પરમાર
બનાસકાંઠા જિલ્લા પ્રમુખ:- શ્રી વનરાજસિંહજી પરમાર
સતલસાણા તાલુકા પ્રમુખ:-શ્રી રણજીતસિંહજી પરમાર (હડોલ)
ખેરાલુ તાલુકા પ્રમુખ:- શ્રી બળવંતસિંહજી રાજપુત (નંદાલી)
વડનગર તાલુકા પ્રમુખ:- શ્રી પર્વતસિંહજી રાજપુત (કરબટિયા)
વિસનગર તાલુકા પ્રમુખ:- શ્રી દિલીપસિંહજી ચાવડા (દાઢિયાળ)

ગુજરાત ક્ષત્રિય સભા દ્વારા મહેસાણા જિલ્લાના ઝોન-1ના 4 તાલુકાના પ્રમુખો અને ઉત્તર ગુજરાતના  પ્રભારીની નિમણૂક કરવામાં આવી ...
06/11/2023

ગુજરાત ક્ષત્રિય સભા દ્વારા મહેસાણા જિલ્લાના ઝોન-1ના 4 તાલુકાના પ્રમુખો અને ઉત્તર ગુજરાતના પ્રભારીની નિમણૂક કરવામાં આવી છે. શ્રી વિરેન્દ્રસિંહજી પરમારની ગુજરાત ક્ષત્રિય સભાના ઉત્તર ગુજરાતના પ્રભારી પદે નિયુક્તિ કરાવામાં આવી છે. શ્રી વનરાજસિંહજી પરમારની બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે. શ્રી રણજીતસિંહજી પરમાર (હડોલ) ની સતલસાણા તાલુકા પ્રમુખ તરીકે, શ્રી બળવંતસિંહજી રાજપુત (નંદાલી)ની ખેરાલુ તાલુકા પ્રમુખ તરીકે ,શ્રી પર્વતસિંહજી રાજપુત (કરબટિયા)ની વડનગર તાલુકા પ્રમુખ તરીકે તથા શ્રી દિલીપસિંહજી ચાવડા (દાઢિયાળ)ની વિસનગર તાલુકાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. જિલ્લાઓમાં સંગઠનની કામગીરી પૂર્ણ થયા બાદ સમગ્ર ગુજરાતના મુખ્ય 500 આગેવાનોની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવશે. આગામી કાર્યક્રમોની જાહેરાત આપને સોશિયલ મીડિયા દ્વારા અથવા સ્થાનિક આગેવાન દ્વારા કરવામાં આવશે.જય સોમનાથ.....જય રઘુનાથ.

ગુજરાત ક્ષત્રિય સભાના નવનિયુક્ત હોદ્દેદારો

ઉત્તર ગુજરાતના પ્રભારી:-શ્રી વિરેન્દ્રસિંહજી પરમાર
બનાસકાંઠા જિલ્લા પ્રમુખ:- શ્રી વનરાજસિંહજી પરમાર
સતલસાણા તાલુકા પ્રમુખ:-શ્રી રણજીતસિંહજી પરમાર (હડોલ)
ખેરાલુ તાલુકા પ્રમુખ:- શ્રી બળવંતસિંહજી રાજપુત (નંદાલી)
વડનગર તાલુકા પ્રમુખ:- શ્રી પર્વતસિંહજી રાજપુત (કરબટિયા)
વિસનગર તાલુકા પ્રમુખ:- શ્રી દિલીપસિંહજી ચાવડા (દાઢિયાળ)

ગુજરાત ક્ષત્રિય સભા દ્વારા મહેસાણા જિલ્લામાં સંગઠનની પુનઃરચના માટે શ્રી વિરેન્દ્રસિંહજી પરમારના યજમાન પદે મહેસાણા જિલ્લા...
06/11/2023

ગુજરાત ક્ષત્રિય સભા દ્વારા મહેસાણા જિલ્લામાં સંગઠનની પુનઃરચના માટે શ્રી વિરેન્દ્રસિંહજી પરમારના યજમાન પદે મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના નવા સુદાસાણાના લક્ષ્મીવિલા ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં પરમ પૂજ્ય સંત શ્રી આનંદનાથજી (શંકરા તીર્થ આશ્રમ.સાણદ) દાંતા સ્ટેટ મહારાણા નેક નામદાર શ્રી સિદ્ધિરાજસિંહજી, શ્રી કરણસિંહજી ચાવડા(પ્રમુખ શ્રી ગુજરાત ક્ષત્રિય સભા) શ્રી ડૉ.સી.જે.ચાવડા (ધારાસભ્યશ્રી.વિજાપુર) શ્રી કીર્તિસિંહજી વાઘેલા (પ્રમુખશ્રી.ભા.જ.પા.બ.કાંઠા) શ્રી વનરાજસિંહજી પરમાર (પ્રમુખ.ગુ.ક્ષ.સભા.બ.કાંઠા) શ્રી દિલીપસિંહજી બારડ(ડિરેક્ટરશ્રી.બનાસ ડેરી) શ્રી યશવંતસિંહજી રાઠોડ (સદસ્યશ્રી જી.પંચાયત.મહેસાણા) શ્રી રણજીતસિંહજી રાઠોડ (નિવૃત્ત પ્રિન્સિપાલ) શ્રી વિનુસિંહજી ચૌહાણ (પ્રમુખશ્રી.સતલસાણા તાલુકા.ભા.જ.પા) શ્રી હરપાલસિંહજી રાણા (સરપંચશ્રી.દાંતા)શ્રી રાજદિપસિંહજી ઝાલા (પ્રમુખશ્રી.ગુ.ક્ષ.સભા.સાં.કાંઠા) તથા સમાજના અગ્રણી આગેવાનો હાજર રહ્યા. કાર્યક્રમમાં માતાઓ, બહેનો,યુવાનો અને વડીલો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા....જય સોમનાથ....જય રઘુનાથ.

“ગિરાસ” અંકલેશ્વર દ્વારા નિર્માણ પામનાર શૈક્ષણિક સંકુલના ભૂમિ પૂજનમાં હાજરી આપી…આ સંકૂલ દક્ષિણ ગુજરાતનું પ્રવેશ ધામ બનશે...
05/11/2023

“ગિરાસ” અંકલેશ્વર દ્વારા નિર્માણ પામનાર શૈક્ષણિક સંકુલના ભૂમિ પૂજનમાં હાજરી આપી…આ સંકૂલ દક્ષિણ ગુજરાતનું પ્રવેશ ધામ બનશે….જેમાં સમાજ ના યુવા ભાઈ બહેનોને વિવિધ પ્રકારની સ્પર્ધાત્મક તાલીમ માટે તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે…સંસ્થાના પ્રમુખ શ્રી વિજયસિંહજી આટોદરીયા,દક્ષિણ ગુજરાતના અગ્રણી આગેવાનો શ્રી દિલીપસિંહજી રાઠોડ,શ્રી મારુતિસિંહજી આટોદરીયા અને સમગ્ર ટીમને શુભ કામના….જય સોમનાથ.જય રઘુનાથ

05/11/2023

ગુજરાત ક્ષત્રિય સભા ફક્ત વાતો નથી કરતું સમય આવ્યે પોતાની ફરજ પણ નિભાવે છે. સમાજના છેવાડાના પરિવારને જ્યારે કોઈ પરેશાન કરવાની કોશિશ કરે ત્યારે ગુજરાત ક્ષત્રિય સભા સામૂહિક શક્તિથી પ્રશ્નોનું નિરાકરણ કરવા હંમેશા તત્પર રહે છે. ગુજરાત ક્ષત્રિય સભા હજાર હાથ ભેગા કરી લોકશાહીમાં અવાજ ઉઠાવવા સક્ષમ છે. ભૂતકાળમાં આવા જ એક આપણા સમાજના પરિવારને મુશ્કેલી પડી હતી ત્યારે ગુજરાત ક્ષત્રિય સભાના એક અવાજે સમાજના હજારો યુવાનો એકઠા થયા અને પરિવારની સમસ્યાનું નિરાકરણ કર્યું હતું તે સમયની તસવીર.............જય સોમનાથ

ગુજરાત ક્ષત્રિય સભાના ઇન્સ્ટાગ્રામ પેજ પર પણ તમામ માહિતી મેળવી શકશો.
04/11/2023

ગુજરાત ક્ષત્રિય સભાના ઇન્સ્ટાગ્રામ પેજ પર પણ તમામ માહિતી મેળવી શકશો.

1 Followers, 0 Following, 2 Posts - See Instagram photos and videos from Gujarat Kshtriya Sabha ()

04/11/2023

આપણો ક્ષત્રિય ધર્મ હિંદુ વર્ણાશ્રમ મુજબના ચાર વર્ણોમાંનો એક વર્ણ છે. વેદ અને મનુસ્મૃતિમાં વર્ણવ્યા મુજબ પરંપરાગત રીતે વૈદિક હિંદુ સમાજ વ્યવસ્થામાં રાજકર્તા, યોદ્ધા અને રક્ષક તરીકેનું સ્થાન ધરાવતો વર્ણ છે. ઈશ્વરને જ્યારે મનુષ્ય રૂપે અવતરવાની ઈચ્છા થઇ ત્યારે તેમણે પણ ક્ષત્રિયકુળમાં જન્મ લીધો. ભગવાન શ્રીરામ, શ્રીકૃષ્ણ ક્ષત્રિય તરીકે ધરતી પર અવતર્યા અને માનવ સમાજને નવી રાહ બતાવી.તો ભગવાન બુદ્ધ અને મહાવીર પણ ક્ષત્રિય તરીકે ધરતી પર અવતર્યા અને માનવ સમાજને અહિંસાનો માર્ગ બતાવ્યો, આપને કદાચ જાણીને નવાઈ લાગશે કે જૈનના તીર્થંકર પણ ક્ષત્રિય હતા. કારણકે ક્રાંતિ અને શાંતિ સમાજમાં ક્ષત્રિય જ લાવી શકે.....................જય સોમનાથ

વર્તમાન પરિસ્થિતિમાં જો ટકવું હશે તો આપણે એક થવું પડશે. આપણે આપણા માટે એક થવું પડશે.આપણી આવનારી પેઢીના ભવિષ્ય માટે એક થવ...
03/11/2023

વર્તમાન પરિસ્થિતિમાં જો ટકવું હશે તો આપણે એક થવું પડશે. આપણે આપણા માટે એક થવું પડશે.આપણી આવનારી પેઢીના ભવિષ્ય માટે એક થવું પડશે.કારણકે,સંગઠનમાં જ શક્તિ છે ભાઈઓ. અને તેના માટે જ આપણા પ્રમુખશ્રી કરણસિંહજી ચાવડા અથાગ પરિશ્રમ કરી રહયા છે. તેમના પ્રયત્નોમાં આપણે પણ સહભાગી થઈએ અને સમાજ માટે થોડો સમય આપીએ.મહેસાણામાં થનારા સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી સમાજના ઉત્થાનમાં ફાળો આપીએ... જય સોમનાથ

Address

Ahmedabad
380060

Telephone

+919601288808

Website

Alerts

Be the first to know and let us send you an email when Gujarat Kshtriya Sabha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Gujarat Kshtriya Sabha:

Share