Shreyas Samaj - ઠાસરા દશનાગર વણિક

Shreyas Samaj - ઠાસરા દશનાગર વણિક Shreyas Samaj - A strong society of Thasra Dashanagar Vanik gyati - is a charity organisation

01/08/2026

✨ હરિ થી હર ભક્તિરસ - ભજન સંધ્યા ✨
લેડીઝ વિંગ શ્રેયસ સમાજ દ્વારા આયોજિત ‘હરિ થી હર ભક્તિરસ - ભજન સંધ્યા’ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રસિદ્ધ ભજનિક શ્રી ચિરાગ કોઠારી ના મધુર સ્વરે ભક્તિરસનો આનંદ માણો અને ભોજન પ્રસાદનો લાભ લો.
🗓 તારીખ: ૬ સપ્ટેમ્બર ૨૦૨૬ (રવિવાર)
⏰ સમય: સાંજે ૪:૦૦ થી ૭:૦૦
📍 સ્થળ: ગજ્જર હોલ, લો ગાર્ડન, અમદાવાદ
આપ સૌ સપરિવાર પધારીને આ ભક્તિમય સંધ્યાની શોભા વધારો! 🙏🌸

AhmedabadEvents ChiragKothari GajjarHall LawGarden Bhajan Bhakti Ahmedabad DevotionalEvening GujaratiCulture Invitation

🌸 *શરદોત્સવ ગરબા – ભવ્ય આયોજન* 🌸શ્રેયસ સમાજના પ્રમુખશ્રી શ્રી દક્ષેશભાઈ શાહના દિશાનિર્દેશન તથા અગ્રણીશ્રી શ્રી ધીરેનભાઈ ...
26/07/2026

🌸 *શરદોત્સવ ગરબા – ભવ્ય આયોજન* 🌸

શ્રેયસ સમાજના પ્રમુખશ્રી શ્રી દક્ષેશભાઈ શાહના દિશાનિર્દેશન તથા અગ્રણીશ્રી શ્રી ધીરેનભાઈ શાહના માર્ગદર્શન હેઠળ, શ્રેયસ સમાજના હોદ્દેદારશ્રીઓ, કમિટી સભ્યો તથા ગરબા કમિટીના કન્વીનર શ્રી જીજ્ઞેશભાઈ શાહ સાથે શ્રી ચિરાગભાઈ પરીખ, શ્રી ધવલભાઈ શાહ, તેમજ લેડીઝ વિંગ કમિટીના શ્રીમતી સમીરાબેન અને શ્રીમતી રીનાબેન શાહ દ્વારા

✨ “*સ્વ. શ્રી કનૈયાલાલ દેસાઈ અને સ્વ. શ્રીમતી કુસુમબેન કનૈયાલાલ દેસાઈ શરદોત્સવ ગરબા – ૨૦૨૬*” ✨
નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

📅 *કાર્યક્રમની વિગતો*

📍 *તારીખ:* ૨૪-૧૦-૨૦૨૬ (શનિવાર)
🏛️ *સ્થળ:* શિવ શક્તિ પાર્ટી પ્લોટ, પાલડી, અમદાવાદ
🕖 *સમય:* સાંજે ૭:૦૦ વાગ્યાથી
🎫 *પ્રવેશ પાસ:* ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

🎁 *આકર્ષણો:*

* વિવિધ આકર્ષક ઇનામોની વણઝાર
* હેવી સ્નેક્સ તથા દૂધ-પૌવાનો પ્રસાદ

🙏 *ડોનેશન કેટેગરી*
🔸 સ્ટેજ સ્પોન્સર દાતા – ₹૧૧,૦૦૦/-
🔸 LED સ્ક્રીન /પાસ પર લોગો જાહેરાત – ₹૫,૦૦૦/-
🔸 દૂધ-પૌવા દાતા – ₹૧૦,૦૦૦/- 🔸 મહા આરતી દાતા – ₹૨,૫૦૦/-
🔸 વિવિધ ઇનામ માટે ડોનેશન આવકાર્ય.

સહકાર અને ઉપસ્થિતિ દ્વારા કાર્યક્રમને સફળ બનાવશો એવી અપેક્ષા.

લી.
શ્રી મૃણાલ દેસાઈ – મંત્રી
શ્રી જીગર દેસાઈ – સહમંત્રી
શ્રેયસ સમાજ

🌸 હરી થી હર ભક્તિરસ – ભજન સંધ્યા 🌸🎶 સંગીતમય ભક્તિ, સત્સંગ અને આધ્યાત્મિક આનંદની અનોખી સાંજ 🎶શ્રેયસ સમાજ મહિલા વિંગ દ્વાર...
23/07/2026

🌸 હરી થી હર ભક્તિરસ – ભજન સંધ્યા 🌸

🎶 સંગીતમય ભક્તિ, સત્સંગ અને આધ્યાત્મિક આનંદની અનોખી સાંજ 🎶

શ્રેયસ સમાજ મહિલા વિંગ દ્વારા આયોજિત, સ્વ. શ્રી આનંદરાય હીરાલાલ ગાંધી અને સ્વ. શ્રીમતી શારદાબેન આનંદરાય ગાંધી સ્મૃતિ ભજન સંધ્યામાં આપનું હાર્દિક સ્વાગત છે. 🙏

🎤 ગાયકવૃંદ: શ્રી ચિરાગ કોઠારી

📅 ૬ સપ્ટેમ્બર ૨૦૨૬ (રવિવાર)
⏰ સાંજે ૪:૦૦ થી ૭:૦૦ વાગ્યા સુધી
📍 ગજ્જર હોલ, લો ગાર્ડન, અમદાવાદ

🎫 પાસ: ₹૧૦૦ (તા. ૩૦-૦૮-૨૦૨૬ સુધી)
ત્યારબાદ ₹૨૦૦

આપ સહપરિવાર પધારી ભજન, ભક્તિ અને સત્સંગની આ દિવ્ય સાંજનો લાભ લો.

આયોજક: શ્રેયસ સમાજ મહિલા વિંગ

GujaratiCulture Ahmedabad DevotionalMusic ChiragKothari SpiritualEvening

શ્રેયસ સમાજના વ્હાલા જ્ઞાતિજનો, આવનારા મહિનાઓમાં શ્રેયસ સમાજ દ્વારા અનેક ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં...
06/07/2026

શ્રેયસ સમાજના વ્હાલા જ્ઞાતિજનો,

આવનારા મહિનાઓમાં શ્રેયસ સમાજ દ્વારા અનેક ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌ આ તારીખો અનામત રાખી પરિવાર સાથે ઉત્સાહપૂર્વક જોડાશો તેવી હાર્દિક વિનંતી.

વિગતવાર આમંત્રણ અને કાર્યક્રમની માહિતી સમયસર મોકલવામાં આવશે.

ચાલો, સૌ સાથે મળી શ્રેયસ સમાજના દરેક કાર્યક્રમને સફળ અને યાદગાર બનાવીએ.

🙏 આપની ઉપસ્થિતિ જ અમારી પ્રેરણા છે.

📌 *નોંધ*: ઉપરોક્ત કાર્યક્રમોની તારીખોમાં અનિવાર્ય સંજોગોમાં ફેરફાર થઈ શકે છે.

લી.
શ્રેયસ સમાજ કમિટી

શ્રી હાટકેશ્વર મહાદેવની પાવન ઉજાણી સફળતાપૂર્વક પૂર્ણ થઈ 🙏૭૦૦થી વધુ જ્ઞાતિજનોની ઉલ્લાસભરી ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ આનંદ અન...
19/04/2026

શ્રી હાટકેશ્વર મહાદેવની પાવન ઉજાણી સફળતાપૂર્વક પૂર્ણ થઈ 🙏

૭૦૦થી વધુ જ્ઞાતિજનોની ઉલ્લાસભરી ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ આનંદ અને ભક્તિથી છલકાયો. સૌએ મળીને સુંદર ક્ષણો નિભાવ્યા અને કાર્યક્રમ બાદ સૌએ પ્રસાદરૂપે રાત્રિભોજનનો આનંદ લીધો.

આ પ્રસંગની વિશેષ વાત એ રહી કે આપણી કમિટી સમર્પિત સભ્યોની ટીમના ફોટોગ્રાફ્સ સ્થાનિક અખબારમાં પણ પ્રસિદ્ધ થયા — જે દરેક માટે ગૌરવની વાત છે.

સમિતિના તમામ સભ્યોના નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો અને સહયોગ બદલ હાર્દિક અભિનંદન અને આભાર 🙏

🕉️ *ઉજાણી કાર્યક્રમ જાહેરાત*🕉️તા: ૧૨/૪/૨૦૨૬શ્રેયસ સમાજ દ્વારા આયોજિત (*દાતા*: સ્વ. શ્રીમતી પુષ્પાબેન હસમુખલાલ પરીખ તથા સ...
12/03/2026

🕉️ *ઉજાણી કાર્યક્રમ જાહેરાત*🕉️
તા: ૧૨/૪/૨૦૨૬

શ્રેયસ સમાજ દ્વારા આયોજિત
(*દાતા*: સ્વ. શ્રીમતી પુષ્પાબેન હસમુખલાલ પરીખ તથા સ્વ. શ્રી હસમુખલાલ ચંદુલાલ પરીખ)

*“શ્રી હાટકેશ્વર મહાદેવ ઉજાણી”*
નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

📅 *તારીખ:* ૧૨ એપ્રિલ ૨૦૨૬

📍 *સ્થળ*: ભૂદરપુરા પાર્ટી પ્લોટ, ભુદરપુરા રોડ, આંબાવાડી

🎟️ *પાસ ની કિંમત*– ₹૧૦૦

⏳ *પાસ વિતરણ:* તા. ૧૬/૩ થી ૫/૪ સુધી

- શ્રેયસ સમાજ ઉજાણી કમિટી

🕉️ મહાશિવરાત્રિના પાવન અવસર પર શ્રેયસ સમાજ તરફથી સૌને હાર્દિક શુભેચ્છાઓ.ભગવાન શિવ સૌના જીવનમાં શાંતિ, શક્તિ અને સુખ સમૃદ...
15/02/2026

🕉️ મહાશિવરાત્રિના પાવન અવસર પર શ્રેયસ સમાજ તરફથી સૌને હાર્દિક શુભેચ્છાઓ.

ભગવાન શિવ સૌના જીવનમાં શાંતિ, શક્તિ અને સુખ સમૃદ્ધિ વરસાવે અને સકારાત્મકતા તથા સદ્‍વિચારોથી આપણું જીવન ઉજ્જવળ બને તેવી પ્રાર્થના.

મહાશિવરાત્રિની હાર્દિક શુભકામનાઓ!

“Togetherness served with tradition! 🌸A joyful Undhiyu Party organised by the Ladies Wing Committee — full of flavour, f...
11/01/2026

“Togetherness served with tradition! 🌸
A joyful Undhiyu Party organised by the Ladies Wing Committee — full of flavour, fun, and friendship.”

Address

Gopalal Chhotalal Chatralay, 4 Nagrik Society, Bhudarpura Road, Ambavadi
Ahmedabad
380006

Opening Hours

Monday 11am - 7pm
Wednesday 9am - 7pm
Thursday 11am - 7pm
Friday 11am - 7pm
Saturday 11am - 7pm
Sunday 11am - 7pm

Telephone

+916353507167

Alerts

Be the first to know and let us send you an email when Shreyas Samaj - ઠાસરા દશનાગર વણિક posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Shreyas Samaj - ઠાસરા દશનાગર વણિક:

Shortcuts

Share