28/09/2026
*ક્યારેક કોઈ પાત્ર બનીને, ક્યારેક કોઈ પ્રસંગ બનીને…*
ગુજરાતી સાહિત્યના પાનાંમાંથી નીકળેલી રચનાઓ જ્યારે વિદ્યાર્થીઓના અંદાજમાં આપણી સામે આવે, ત્યારે દરેક રજૂઆત પોતાની એક ઓળખ લઈને આવે છે. 🪷
સાહિત્ય સરિતા વિદ્યાર્થીઓને માત્ર રજૂઆત કરવાની તક જ નથી આપતી, પરંતુ પોતાની પસંદ, પોતાની સમજ અને પોતાની રીતે કોઈ રચનાને રજૂ કરવાનો અવસર પણ આપે છે.
અહીં ગુજરાતી સાહિત્યની અલગ-અલગ રચનાઓને અલગ-અલગ અંદાજમાં રજૂ કરતા વિદ્યાર્થીઓની આ સફર જ આ કાર્યક્રમને ખાસ બનાવે છે.
તો પધારો, આ રજૂઆતોના સાક્ષી બનવા અને દરેક પ્રયત્નને દિલથી વધાવવા. ❤️