Sardardham Yuva Sangathan

Sardardham Yuva Sangathan Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sardardham Yuva Sangathan, Nonprofit Organization, Vaishnodevi Circle, Ahmedabad.
(579)

Sardardham has fixed a mission targeting empowerment of youth and there is aim to form an organization of 1 lakh Patidars youth with patriotic ideology and dedicate themselves to Sardar Saheb ideals and this target was accomplished in 2020 As per Mission-2026 Sardardham has fixed a mission targeting empowerment of youth and there is aim to form an organization of 1 lakh Patidars young Boys and Girls with patriotic ideology and dedicate themselves to Sardar Saheb ideals and this target was accomplished in 2020 it self, this organisational work is to be expanded from state to district, taluka and village levels. Motivational programmes are organized from time to time of eminent speakers with the bonafide purpose to encourage and inspire young generation towards a brighter future through this organization

ખુબ ખુબ અભિનંદન 💐💐💐💐💐💐💐💐💐💐💐💐
23/09/2026

ખુબ ખુબ અભિનંદન 💐💐💐💐💐💐💐💐💐💐💐💐

સરદારધામ સુરત - ટેન્ડર નોટિસ
19/09/2026

સરદારધામ સુરત - ટેન્ડર નોટિસ

18/09/2026

🎶 An Evening of Motivation & Music ✨

An evening filled with inspiration, soulful music & live performances! 🎤🎵

ખુબ ખુબ અભિનંદન 💐💐💐💐
17/09/2026

ખુબ ખુબ અભિનંદન 💐💐💐💐

GPBO સુરત ડિસ્ટ્રિક્ટ દ્વારા ‘The Bonding Trail’નું થયું આયોજન175થી વધુ સભ્યોની એક દિવસીય સફરમાં ટ્રેકિંગ, મેડિટેશન અને ...
16/09/2026

GPBO સુરત ડિસ્ટ્રિક્ટ દ્વારા ‘The Bonding Trail’નું થયું આયોજન

175થી વધુ સભ્યોની એક દિવસીય સફરમાં ટ્રેકિંગ, મેડિટેશન અને હૃદયસ્પર્શી બોન્ડિંગનો અનોખો અનુભવ

સુરત : નાના-મોટા વ્યવસાય સાથે જોડાયેલા વ્યવસાયિકોને એક મજબૂત બિઝનેસ નેટવર્ક સાથે મિત્રતા અને આત્મીયતાના સંબંધોથી જોડવાના ઉદ્દેશ્ય સાથે GPBO સુરત ડિસ્ટ્રિક્ટ દ્વારા ‘The Bonding Trail’ નામની એક દિવસીય પિકનિકનું આયોજન ધ્યાન અભિયાન આશ્રમ, સોનગીરી, આહવા-ડાંગ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સુરત શહેરના 175થી વધુ GPBO સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દૈનિક વ્યવસાયિક વ્યસ્તતા અને રૂટિનથી દૂર સભ્યોએ પ્રકૃતિના સાનિધ્યમાં ટ્રેકિંગ, મેડિટેશન સહિતની વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. એકબીજાને બિઝનેસ મેમ્બર તરીકે નહીં પરંતુ મિત્ર તરીકે ઓળખવાનો અને સંબંધોને વધુ મજબૂત બનાવવાનો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ હતો. પ્રકૃતિની શાંતિ અને ડાંગની સુંદરતા વચ્ચે લાંબા ટ્રેકિંગ દરમિયાન એકબીજાને મદદ કરવી, સાથે ચાલવું અને ગ્રુપમાં એકબીજાની કાળજી લેવાનો અનુભવ સભ્યો માટે ખાસ રહ્યો હતો. વિવિધ પ્રકારની મેડિટેશન પદ્ધતિઓને જાણવા અને અનુભવવાની સાથે દરેક સ્થળની ઊર્જા અને વાતાવરણનો મન પર થતો પ્રભાવ પણ સભ્યોએ અનુભવ્યો હતો. આ સફર દરમિયાન લાંબા સમય બાદ બાળપણ જેવી નિર્દોષ મસ્તી, સાથે જમવાનો આનંદ અને બસની પરત મુસાફરી દરમિયાન ખડખડાટ હસવાની પળોએ સભ્યોને રોજિંદા જીવનથી અલગ એક અનોખો આનંદ આપ્યો હતો. સભ્યોના જણાવ્યા મુજબ આ સફર જીવનભર યાદ રહી જાય તેવી બની હતી. ‘The Bonding Trail’ દ્વારા GPBOના સભ્યો વચ્ચે માત્ર બિઝનેસ સંબંધો જ નહીં, પરંતુ મિત્રતા, વિશ્વાસ, સહકાર અને આત્મીયતાના સંબંધો વધુ ગાઢ બન્યા છે. આ કાર્યક્રમ GPBOના ‘Business Beyond Boundaries’ સાથેના માનવીય જોડાણને પણ સુંદર રીતે પ્રતિબિંબિત કરતો રહ્યો હતો. આ યાદગાર અને અનોખી સફરના સફળ આયોજન બદલ સભ્યો દ્વારા GPBO સુરત ડિસ્ટ્રિક્ટની ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

15/09/2026

સરદારધામ GPBO નેટવર્ક સંચાલિત અમદાવાદ ડિસ્ટ્રિક્ટ દ્વારા આયોજીત GPBO અમદાવાદ બિઝનેસ Expo 2026

GPBO અમદાવાદ બિઝનેસ એક્સ્પો 2026નું થયું ભવ્ય આયોજનસરદારધામ GPBO નેટવર્ક અંતર્ગત અમદાવાદ ડિસ્ટ્રિક્ટ દ્વારા તા.12 અને 13...
14/09/2026

GPBO અમદાવાદ બિઝનેસ એક્સ્પો 2026નું થયું ભવ્ય આયોજન

સરદારધામ GPBO નેટવર્ક અંતર્ગત અમદાવાદ ડિસ્ટ્રિક્ટ દ્વારા તા.12 અને 13 સપ્ટેમ્બર, 2026ના રોજ EKA Club, કાંકરિયા, મણીનગર ખાતે “GPBO Ahmedabad Business Expo 2026”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 125થી વધુ સ્ટોલ, 75થી વધુ બિઝનેસ કેટેગરી અને 32,000થી વધુ ચોરસ ફૂટના પ્રદર્શન ક્ષેત્ર સાથે 10,000થી વધુ મુલાકાતીઓએ એક્સ્પોની મુલાકાત લીધી હતી. આ એક્સ્પોનો મુખ્ય હેતુ ઉદ્યોગસાહસિકો, વેપારીઓ, ઉત્પાદકો, સર્વિસ પ્રોવાઇડર્સ, સ્ટાર્ટઅપ્સ અને ગ્રાહકોને એક મંચ પર લાવી બિઝનેસ નેટવર્કિંગ, નવા વ્યવસાયિક અવસરો, બ્રાન્ડ વિઝિબિલિટી તથા B2B અને B2C જોડાણોને પ્રોત્સાહન આપવાનો હતો. આ સફળ એક્સ્પોમાં રિયલ એસ્ટેટ, કન્સ્ટ્રક્શન, FMCG, ફૂડ, ટેક્સટાઇલ, જ્વેલરી, ઓટોમોબાઇલ, સોલાર, મેન્યુફેક્ચરિંગ, એન્જિનિયરિંગ, હેલ્થકેર, એજ્યુકેશન, ફાઇનાન્સ, IT સહિત વિવિધ ક્ષેત્રોના વ્યવસાયોએ ભાગ લીધો હતો. આ એક્સ્પો દ્વારા એક્ઝિબિટર્સને નવા ગ્રાહકો, બિઝનેસ લીડ્સ, ડિસ્ટ્રિબ્યુટર્સ અને બિઝનેસ પાર્ટનર્સ સાથે જોડાવાની તેમજ પોતાના ઉત્પાદનો અને સેવાઓને વિશાળ વર્ગ સુધી પહોંચાડવાની તક મળી હતી. પરિણામે અનેક નવા બિઝનેસ કનેક્શન અને માર્કેટ એક્સપાન્શનની તકો ઊભી થઈ હતી. આ એક્સ્પોના Powered by Sponsor D-Light Solar રહ્યા હતા. એક્સ્પો દરમિયાન સરદારધામ પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરિયા, માનદમંત્રી બી.કે. પટેલ, માનદમંત્રી ટી.જી. ઝાલાવાડિયા, ટ્રસ્ટી વિમલભાઈ ભાલોડી, મેઘમણી ગ્રુપના કિરણભાઈ પટેલ, AMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશભાઈ પટેલ, સમવેદ કોર્પોરેશનના દિનેશભાઈ ભડિયાદરા તથા ઈસનપુર વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર મૌલિક પટેલ અને સમાજ સેતુ સમિતી સભ્ય કે.જે. પટેલ સહિતના મહાનુભાવોએ મુલાકાત લીધી હતી. આ એક્સ્પોનું તમામ આયોજન અને સંચાલન અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ઓબ્ઝર્વર સુભાષ પટેલ, જય પટેલ તથા તેમની કોર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. GPBO અમદાવાદના સભ્યોના સક્રિય સહયોગથી યોજાયેલ આ એક્સ્પો “Business to Business, Business to Consumer અને Business to Opportunity” માટેનું સફળ અને અસરકારક બિઝનેસ પ્લેટફોર્મ સાબિત થયો હતો.

કતારગામની સોસાયટી ખાતે સરદારધામની વિચાર ગોષ્ઠી યોજાઈસરદારધામના પ્રમુખસેવક ગગજીભાઈ સુતરિયાની સુરત મુલાકાત દરમિયાન ગઈકાલે ...
12/09/2026

કતારગામની સોસાયટી ખાતે સરદારધામની વિચાર ગોષ્ઠી યોજાઈ

સરદારધામના પ્રમુખસેવક ગગજીભાઈ સુતરિયાની સુરત મુલાકાત દરમિયાન ગઈકાલે સાંજે કતારગામ ખાતે કેન્ડલવુડમાં વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. માનદમંત્રીશ્રી ધીરુભાઈ માલવિયાના નેતૃત્વમાં યોજાયેલી આ વિચાર ગોષ્ઠીમાં સ્થાપક ટ્રસ્ટીશ્રી જગદીશભાઈ શિંગાળા, ટ્રસ્ટીશ્રી લક્ષ્મણભાઈ સોનાણી, ટ્રસ્ટીશ્રી અમરશીભાઈ મિયાણી સહિત મોટી સંખ્યામાં સોસાયટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

વિચાર ગોષ્ઠી દરમિયાન સમસ્ત પાટીદાર સમાજની એકતા, સંગઠન અને યુવાશક્તિના સર્વાંગી વિકાસના ઉદ્દેશ સાથે સુરત ખાતે ૩૧ વિઘા જમીનમાં આકાર પામી રહેલા સરદારધામના ઐતિહાસિક પ્રકલ્પ અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરદારધામના ફેઝ-૧માં ૧૦,૦૦૦ દીકરા-દીકરીઓ માટે પરવડે તેવી ફી સાથે ગુરુકુલમ, ફેઝ-૨માં વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ પ્રોજેક્ટ તથા ફેઝ-૩માં યુનિવર્સિટી નિર્માણના સંકલ્પ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

સુરત શહેરના આંગણે સાકાર થઈ રહેલો આ ઐતિહાસિક અને આઇકોનિક પ્રકલ્પ આવનારી પેઢીઓના શિક્ષણ, સંસ્કાર અને સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. ત્યારે આ ભવ્ય પ્રકલ્પના નિર્માણમાં સુરતના સમાજબંધુઓએ તન-મન-ધનથી જોડાઈ પોતાની સામાજિક જવાબદારી નિભાવવી જોઈએ તેવી અપીલ કરવામાં આવી હતી. વિચાર ગોષ્ઠીના અંતે સમાજની એકતા, સહયોગ અને સહભાગિતાના બળથી સરદારધામના આ ભવ્ય સંકલ્પને સફળતાના શિખરે પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ખુબ ખુબ અભિનંદન 💐💐💐💐💐💐
11/09/2026

ખુબ ખુબ અભિનંદન 💐💐💐💐💐💐

Address

Vaishnodevi Circle
Ahmedabad
382421

Opening Hours

Monday 10am - 7pm
Tuesday 10am - 7pm
Wednesday 10am - 7pm
Thursday 10am - 7pm
Friday 10am - 7pm
Saturday 10am - 7pm

Telephone

+917575001428

Alerts

Be the first to know and let us send you an email when Sardardham Yuva Sangathan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Sardardham Yuva Sangathan:

Shortcuts

Share