09/12/2025
32 વર્ષ ના યુવા ના હાથે ગુજરાત ને બાવળ મુક્ત કરવા માટે નો સંકલ્પ ની સિદ્ધિ નું પહેલું પગથિયું,
શંકરભાઇ ચૌધરી ને સમગ્ર બનાસકાંઠાને બાવળમુક્ત કરી નવપલ્લવિત કરવાના મહાઅભિયાનનો આજથી બુઢનપૂર ખાતે આરંભ અમરેલી જિલ્લા પ્રજાપતિ સમાજ અને સહકારી યુવા શૈલેશભાઈ પ્રજાપતિ ના હાથે,
બનાસ ડેરીના સહયોગથી સજીવન ગૃપ (રાજકોટ) શૈલેષભાઈ પ્રજાપતિ દ્વારા આજ રોજ શારદીય નવરાત્રિના પરમ મંગલ શુભદિને આયોજન કરવામાં આવ્યું હતું,
વિધાનસભાના અધ્યક્ષ શ્રીશંકરભાઈ ચૌધરી નો સંકલ્પ છે, કે વઘારે માં વઘારે વૃક્ષો નું વાવેતર બનાસ વિસ્તારમાં થાય, જે સ્વપ્નને સાકાર કરવાના ભાગરૂપે ની આજે તુલસી, પીપળો, વડલો, લીમડો અને જાંબુ નું વાવેતર કરી શુભ શરૃઆત ની સાથે સાથે બનાસકાંઠાને સંપૂર્ણ બાવળ મુક્ત કરવા માટેના મહાઅભિયાનના શ્રીગણેશ કરવામાં આવ્યા.
કાર્યક્રમની શરૂઆત ભારતીય પરંપરા પ્રમાણે ભૂમિપૂજન સજીવન ગૃપ ના જનરલ મેનેજર (રૂરલ ડેવલોપમેન્ટ) શૈલેષભાઈ પ્રજાપતિ તથા અન્ય સભ્યો ના હાથે થયું.
આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય બાવળના તમામ વૃક્ષોને નિર્મૂળ કરી, તેનો બાયોચાર બનાવીને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને નિઃશુલ્ક આપવામાં આવશે, જેનાથી બનાસની જમીનમાં સકારાત્મક કાર્બનનું પ્રમાણ વધશે તથા ખેતીનો પડતર ખર્ચ ઘટશે, તેમજ બાવળથી જમીનને મુક્ત કરીને પ્રકૃતિ રક્ષણના દરેક નવા વૃક્ષોનું વાવેતર, તેનું જતન અને ઉછેર થશે.
આજે બૂઢનપુરાથી શરૂઆત કરવામાં આવી, જેમાં મહેમાનો, ગ્રામજનો, અન્ય સહકારી ક્ષેત્રના મિત્રો, સહયોગીઓ એમ સહુ પૂરી ભાવનાથી બનાસકાંઠાને હરિયાળું બનાવવા ના આ ભગીરથ કાર્યમાં જોડાયા.
બનાસ ડેરી અને સજીવન ગૃપના આ સોનેરી કાર્યમાં સૌ સામાજિક અને ગામ આગેવાનો, માતા, બહેનો, યુવાનો જોડાઈ ને આપણી ફરજ નિભાવીએ તેવુ આહ્વાન હેમજીભાઈ ચૌધરી, રૂપશીભાઈ ચૌધરી તેમજ સજીવન ગૃપ વતી શૈલેષભાઇ પ્રજાપતિ દ્વારા દરેક ગામને અહવાન કરવામાં આવ્યું.
આ કાર્યને સફળ બનાવવા સજીવન ગૃપ ના જનરલ મેનેજર (રૂરલ ડેવલોપમેન્ટ) શૈલેષભાઈ પ્રજાપતિ, હરેશભાઈ પ્રજાપતિ તેમજ પાર્થ પ્રજાપતિ એ ખુબ જહેમત ઉઠાવેલી હતી. ગામ ના સરપંચ અને તમામ લોકોએ સજીવનના આ શુભકાર્ય ને આગળ વધાર્યું, અને દરેકે સહકાર આપવાનો સંકલ્પ લીધો.
જેમાં હેમજીભાઈ ચૌધરી, થરાદ કાર્યાલય મંત્રી,
રૂપશીભાઈ ચૌધરી - જિલ્લા ભાજપ પ્રમુખ - બનાસ રતનસિંહભાઈ ચૌધરી - સરપંચ, બુઢનપુર ગામ, રમેશભાઈ જગતગિરી - પ્રમુખ દૂધ મંડળી
જયેશભાઇ પટેલ - વિસ્તરણ અધિકારી,
અણદાભાઈ ચૌધરી - બનાસ ડેરી મંત્રી
પ્રકાશભાઈ ચૌધરી - તલાટી મંત્રી
નર્સિંગભાઈ દેસાઈ - ગામ આગેવાન
ગુલાબગીરી શંતિગીરી - મહારાજ તથા અન્ય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ હતી.
https://youtu.be/AXlppPNc8mI?si=-GIZTqiTLpZrPap7
LIVE24 NEWS GUJARAT T-12,13,14 PERFECT AARUSH, Beside VISVAKARMA VADI MODHERA CROSS ROAD MEHSANA-384002m- 9016578348