Kesar Manavta Palanpur

Kesar Manavta Palanpur Our Mission is Making Hygienic & Nutritious Food Available Under Rs. 10 for All.

Raju joshiRajendra D Joshi
11/11/2023

Raju joshiRajendra D Joshi

07/11/2023

Raju joshi Rajendra D Joshi માનવતા પ્રસાદમ્ કોન્સેપ્ટની આજે દુનિયાના પ્રતિષ્ઠિત મિડીયાએ પણ નોંધ લીધી છે઼ નો મોર કોમેન્ટ... https://fb.watch/oai6Vlzg6s/?mibextid=UVffzb

Real ReviewRaju joshiRajendra D Joshi બનાસકાંઠાના યુવાનોમાં સ્વરોજગારી માટે સ્કીલ ડેવલપ થાય અને જુદા જુદા વ્યવસાયો અંગેન...
02/11/2023

Real ReviewRaju joshiRajendra D Joshi બનાસકાંઠાના યુવાનોમાં સ્વરોજગારી માટે સ્કીલ ડેવલપ થાય અને જુદા જુદા વ્યવસાયો અંગેનો બેઝીક કોન્સેપ્ટ સમજાય તેવા હેતુથી કેસર માનવતા કોન્સેપ્ટના પ્રેરક શ્રી રાજુભાઇ ડી જોષીનું વધુ એક પ્રેરક પગલું...

Raju joshi Rajendra D Joshi
12/10/2023

Raju joshi Rajendra D Joshi

Raju joshi Rajendra D Joshi
11/10/2023

Raju joshi Rajendra D Joshi

Rajendra Joshi as called as Raju bhai Joshi is widely famous for providing meals at just ₹2 to almost 8000 people everyday. The mobile kitchen van as known a...

Rajendra D Joshi Raju joshi  બાલારામ ખાતે કેસર માનવતા પ્રેરીત મહાદેવ પ્રસાદ ઘર આજે રવિવારે ભરચક..
01/10/2023

Rajendra D Joshi Raju joshi બાલારામ ખાતે કેસર માનવતા પ્રેરીત મહાદેવ પ્રસાદ ઘર આજે રવિવારે ભરચક..

28/09/2023

કેસર માનવતા પ્રેરીત અને મધુસુદન પ્રસાદ ઘર સંચાલિત અન્નપુર્ણા રથ સિમિત પોકેટ મની સાથે રહેતા વિદ્યાર્થીઓ માટે આશિર્વાદ રૂપ હોવાનું વિદ્યાર્થીઓમાં મનાય છે..

27/09/2023

Rajendra D Joshi Raju joshi

26/09/2023

કેસર માનવતાના ચેરમેન અને બનાસકાંઠાના મહાદેવ ટ્રસ્ટના ટ્રસ્ટી રાજુભાઈ જોષીના માર્ગદર્શન હેઠળ બાલારામ ખાતે ચાલતા ભોજનાલયમાં 25 રૂપિયામાં પીરસાતા ભરપેટ દેશી ભોજનાલય ની આજે અમદાવાદ લાયન્સ ક્લબના હોદ્દેદારોએ મુલાકાત લીધી હતી. અહીં માટીના વાસણમાં બનાવવામાં આવતાં ભોજનને લાયન્સ ક્લબના હોદ્દેદારોએ માણીને પ્રસન્નતા વ્યક્ત કરી હતી તેમજ ભોજનની ગુણવત્તા ને પણ વખાણી હતી..

કેસર માનવતા પ્રેરીત મધુસુદન પ્રસાદ રથ આજે ગાંધીનગર વાવોલ પાસે અંબાજી પદયાત્રીઓની સેવામાં.. આજે મોહીતભાઇના સૌજન્યથી
23/09/2023

કેસર માનવતા પ્રેરીત મધુસુદન પ્રસાદ રથ આજે ગાંધીનગર વાવોલ પાસે અંબાજી પદયાત્રીઓની સેવામાં.. આજે મોહીતભાઇના સૌજન્યથી

20/09/2023

મોહનથાળ_રાજભોગ
એક_ધર્મયુદ્ધ

અંબાજી મંદિર દ્વારા 3.3.23 ના રોજ બપોરે 1.16 મિનિટ એ જ્યારે મોહનથાળ નું વેચાણ બંદ કર્યું અને માત્ર ચીક્કી નું વેચાણ શરૂ કર્યું ત્યારે સ્થાનિક એવા સુનિલબ્રહ્મભટ્ટ એ અંબાજી મન્દિર માં મોહનથાળ બંદ થવા સામે પ્રથમ લેખિત અરજી આપી હતી..
મોહનથાળ બંદ થતા રોજગારી ગુમાવી ચુકેલી બહેનો સાથે રહી અંબાજી મંદિર માં એજ દિવસે લિખિત આપી મોહનથાળ બંદ કરવા થી ભાવિક ભક્તો ની આસ્થા અને શ્રદ્ધા પર ઠેસ સમાન ગણાવી.. મોહનથાળ નું પેકેટ એટલે માઁ અંબે ના સાક્ષાત દર્શન .. એ પેકેટ હાથ માં લેતા જ સહુ કોઈ નતમસ્તક બની જાય છે. માટે મોહનથાળ ને મંદિર ના ચોક માં ગૌરવભર્યું સ્થાન આપવા વિનંતી કરી..

સોશિયલ મીડિયા તેમજ ન્યૂઝ પેપર , ન્યૂઝ ચેનલો સહિત વિવિઘ રીતે મોહનથાળ બંદ થવા સામે શરૂઆત ના તબક્કા માં ભારે હોબાળો અને આક્રોશ હોવા છતાં સરકાર ના પેટ નું પાણી હલતું ના હતું. સુનિલબ્રહ્મભટ્ટ એ પણ આ તબક્કે ટીવી ની ડિબેટો માં તેમજ પ્રિન્ટ મીડિયા માં અંબાજી ના પ્રતિનિધિ તરીકે સામેલ થયા.. અંબાજી મંદિર ના 942 વર્ષ જુના ઇતિહાસ , અંબાજી ને કેમ મોહનથાળ જ નિવેધ તરીકે ધરાવવો , અંબાજી ધામ માં વર્ષો જૂની તેલ ના ઉપયોગ ના નિષેધ ની વાતો , તેલીયા નદી વિશે સહિત ના આસ્થા અને શ્રદ્ધા ના વિષયો સાથે અનેક અનેક વક્તાઓ સાથે ચર્ચાઓ કરી ..
5 દિવસ વીતી ગયા હતા અને ચાચરચોક માં માઇ અંબે ના દર્શને આવતા યાત્રિકો પ્રસાદ કાઉન્ટર પર મોહનથાળ પ્રસાદ મંગતા ત્યારે તેમને મોહનથાળ નહિ પણ ચીક્કી લઈ લો એવું કહેવામાં આવતું. ગાદી પર પણ મોહનથાળ નું વેચાણ બંદ હોવાથી ,, મોહનથાળ થી વંચિત રહેતા હતા અને નિસાસા નાખતા હતા કેમકે એ યાત્રિકો વર્ષો થી મોહનથાળ લેતા હતા , તેમની શ્રદ્ધા જોડાયેલ હતી મોહનથાળ સાથે.. ધીરે ધીરે માઇ ભક્તો નો આક્રોશ ગુજરાત ભર માં ફેલાતો રહ્યો ,, જે દેશ સીમાડા ઑ પણ ઓળંગી ચુક્યો પરંતુ
સરકાર ચૂપ , મંદિર અધ્યક્ષ અને વહીવટદાર સહિત સમગ્ર તંત્ર ચૂપ.. ભેદી મૌન ધારણ કરી બેસી રહ્યું...

5 દિવસ વીતી ગયા.. મોહનથાળ વગર ઝુરતા દર્શનાર્થીઓ નો આંતરનાદ જાણે ગગન મંડળ માં ફેલાઈ ગયો હોય.એમ એક માઇ ભક્ત ના દિલ માં માઁ અંબે એ પ્રેરણા કરી... મંદિરે મોહનથાળ બંદ કર્યો તો શું થયું... માઇ ભક્તો ચાચરચોક માં મોહનથાળ વિતરણ કરે તો ....
આ એક વિચારબીજ સેવાભાવ થી જોડાયેલ શ્રીરાજુભાઇ જોશી ના મન માં આવ્યો.. રાજુભાઇ એટલે પાલનપુર માં અન્નપૂર્ણા રથ ના દાતા શ્રી.. પ્લાનપુર હોસ્પિટલ નું મોટું હબ છે દરરોજ દર્દીઓ સાથે હજારો સગાઓ આવ્યા હોય છે ત્યારે તેમને આ અન્નપૂર્ણા રથ ની માત્ર બે રૂપિયા માં મળતી કઢી ખીચડી અમૃત બરોબર લાગે છે. અમદાવાદ ત્રીમૂર્તિ મંદિર અને ડીસામાં પણ અન્નપૂર્ણા રથ સેવા કરે છે.. દાંતીવાડા ના ભાકોદર માં આવેલ ખેતલબાપા ના મંદિરે તથા ગુજારતા ના કાશ્મીર ગણાતા બાલારામ મહાદેવ એ માટી ના પાત્રો માં બનાવેલ કઢી , રોટલા અને શાક જરૂરિયાતમંદ લોકો ને નજીવા દરે સેવા પૂરી પાડે છે.. કેસર સેવા ટ્રસ્ટ ના નેજા હેઠળ અંતિમક્રિયા ની કીટ પણ ગામેગામ નહિ નફો નહિ નુક્સાન ના ડરે પુરી પાડે છે..અંબાજી ખાતે પણ તેમની એ સેવા અવિરત છે , આ સિવાય પણ અનેક ધર્મસ્થળો એ પોતાની સેવા અર્પણ કરી રહેલા રાજુભાઇ ના મન માં અંબાજી માં મોહનથાળ નિઃશુલ્ક આપવાનો અતિ પવિત્ર ભાવ માઁ અંબે ની પ્રેરણા થી ઉદ્દભવ્યો..
એમના મિત્ર એવા શ્રીડામરાજી રાજગોર કે જે ગુજરાત બ્રહ્મ સમાજ ના ઉપપ્રમુખ તેમજ ગુજરાત રાજ્ય સંસ્કૃતિ બ્રહ્મ સાંસદના કન્વીનર ની જવાબદારી છે અને શ્રીકિશોરજી શાસ્ત્રી કે જે શાસ્ત્રો ના પ્રકાંડ પંડિત અને બ્રહ્મ સાંસદ ના પ્રવક્તા તરીકે સેવા બજાવે છે જેઓ રાજુભાઇ ની સાથે 7/3 ના રોજ અંબાજી આવી પહોંચ્યા..
અંબાજી ગામના સ્થાનિક આગેવાનો ( પ્રવીણભાઈ મોદી, જીતુભાઇ મહેતા,ચાંદમલજી,ગૌતમ જૈન, મુકેશ સિકરવાર,પ્રદીપ ભોજક , સુરેશ વ્યાસ, પ્રતીક જોશી, દિનેશભાઇ જૈન,દેવેન્દ્ર વ્યાસ , અન્ય પણ ઘણા બધા સેવકો ..)સાથે ખૂબ ઝીણવટભરી ચર્ચા વિચારણા બાદ આવતીકાલ એટલે કે 8/3 ના રોજ બપોરે 12.39 ના બ્રહ્મ મુહરત માં માઁ જગદંબા ને ભોગ લગાવી ચાચરચોક માં આવેલ દર્શનાર્થીઓ ને નિઃશુલ્ક મોહનથાળ નો પ્રસાદ આપવાનું નક્કી કરવામાં આવ્યું..રાત્રે 8 વાગ્યે મળેલી મિટિંગ અને બીજા દિવસે બપોરે મોહનથાળ નું વિતરણ .. આમ વચ્ચે માત્ર રાત્રી... શુ કરી એ ? કેવી રીતે કરીએ ? જાણે તમામ પ્રશ્નો નો જવાબ માઁ અન્નપૂર્ણા ભગવતી એ તૈયાર રાખ્યો હોય તેમ .. બધું ગોઠવવા લાગ્યું.. મોહનથાળ માટે ખર્ચ.. તો રાજુભાઇ એ કહ્યું... 365 દિવસ ની જવાબદારી મારી... તમો ફક્ત મોહનથાળ બનાવો અને ભક્તો ને આપો.. વાહ ધન્ય ધન્ય.. ઉપસ્થિત અંબાજી ગામના વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલ 21 જેટલા શ્રેષ્ઠી ઓ એ પણ માત્ર અડધો કલાક ના ગાળા માં 1.50 લાખ ના દાતાઓ ના નામની જાહેરાત કરી દીધી..
પ્રસાદ બનાવશે કોણ ?? યક્ષ પ્રશ્ન ? જવાબ માતાજી નો... છેલ્લા કેટલાય વર્ષો થી મંદિર નો મોહનથાળ બનવતા કારીગર શ્રી પોતે અને પોતાના એક કર્મચારી ઓ સાથે હાજર.. બોલ શ્રી અંબે માતા કી જય..
મોહનથાળ બનાવશું ક્યાં ? તો અંબાજી ગામના અગ્રણી એવા શ્રી હેમંતભાઈ દવે એ પોતાની હોટલ નું વિશાળ રસોડું માતાજી ની સેવા માં અર્પણ કરી દીધું..
હોળી ધુળેટી ના પાવન પર્વ એ માઇ ભક્તો ભક્તિ ના રંગ માં રંગાઈ ગયા હતા..
8 તારીખે માઇભક્તો એ બનાવેલ 200 કિલો શુદ્ધ ઘી થી લસલસતો મોહનથાળ જ્યારે માતાજી ના ચોક માં પહોંચ્યો ત્યારે એની મધુર સોડમ થી ચાચરચોક મધમધી ઉઠ્યો..
ઢોલ નગારા સાથે વિધિ વિધાન થી શ્રીકિશોરજી શાસ્ત્રી અને શ્રીડામરાજી રાજગોર જેવા વિપ્ર શ્રેષ્ઠી ઓની આગેવાની માં જોડાયેલ માઇભક્તો ની હરખ ની હેલી સાથે બોલ મારી અંબે જય જય અંબે ના નાદ સાથે ચાચરચોક અને અંબાજી મંદિર ગુંજી ઉઠ્યું હતું.
માતાજી ને ભોગ ધાર્યા બાદ જ્યારે મંદિર ચોક માં આવેલ યજ્ઞશાળા પાસે ભક્તો ને મોહનથાળ રાજભોગ અર્પણ કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે ચોક માં ઉપસ્થિત હજારો માઇભક્તો એ મોહનથાળ મેળવવા દોટ મેલી.. હરખ ના આંસુઓ ઉભરાઈ ઉઠ્યા.. વર્ષો થી મોહનથાળ સાથે શ્રદ્ધા અને આસ્થા ના તાંતણે સંકળાયેલ ભક્તો ને છ દિવસ થી ચાલી રહેલા સરકારી પ્રતિબંધ બાદ ચોક માં મોહનથાળ રાજભોગ મળતા ભક્તો આસ્થા અને શ્રદ્ધા ના મહાસાગર માં ભક્તિ ના હિલોળા લાઇ રહ્યા હતા.. ભાવિકો હાથ માં રૂપિયા ની થોકડીઓ લઈને દાન દેવા તલપાપડ બની રહ્યા હતા..પરંતુ કોઈ પણ દાતા પાસે થી ચોક માં દાન નહિ લેવાનો સ્પષ્ટ નિર્ણય મોહનથાળ ની કમિટી એ કરેલ હતો.. પ્રસાદ નું વિતરણ થઈ રહ્યું હતું ત્યારે અમદાવાદ થીં ચોક માં પધારેલ શ્રી રાજુભાઇ જોષી આંખો માં ભક્તિ ની ઝરમર વરસી ઉઠી હતી..
પ્રસાદ વિતરણની સેવામાં અંબાજી ગામના સ્થાનિક યુવકો પણ ધર્મ આસ્થા થી જોડાયા.
બ્રહ્મસમાજ ના પ્રતિનિધિ મંડળે અબોટિયા ધારણ કરી બનાસકાંઠા કલેકટર ઓફીસ માં પણ જઈને મોહનથાળ નો પ્રસાદ આપી અને મોહનથાળ રાજભોગ ને પુનઃ સ્થાપન અંગે રજુઆત કરી..
મોહનથાળ વિતરણ કમિટી ના સભ્યો વતી ગબ્બર પરિક્રમા માર્ગ પર સ્થિત મંદિર માં પણ માતાજી ને મોહનથાળ નો રાજભોગ ધરાવ્યો ..
જોકે દેશ દુનિયા ની સંસ્થાઓ ના અને વ્યક્તિગત રીતે પણ ભાવિક ભક્તો ના ઉકળી રહેલા રોષ છતાંય મંદિર ના વહીવતકર્તાઓ ના પેટ નું પાણી પણ ના હાલતા આ મોહનથાળ વિતરણ સેવા માં જોડાયેલ અંબાજી ભાજપના સક્રિય કાર્યકર્તા એવા અને અંબાજી ભાજપ ના ઉપ પ્રમુખ સહિત ભારતીય જનતા પાર્ટી માં વિવિધ હોદ્દાઓ પર જવાબદારી નિભાવી હોવા છતાં મોહનથાળ ના આ પ્રશ્ન અંગે ભાજપ પાર્ટી તરફ થી કોઈ જ પ્રતિભાવ ના મળતા સુનિલબ્રહ્મભટ્ટ એ ચાચરચોક માં સ્વર્ણિમ શિખર ની સાક્ષી એ ભાજપ પાર્ટી ના પ્રાથમિક અને સક્રિય સભ્ય પદ સહિત અંબાજી ના ઉપ પ્રમુખ પદે થી રાજીનામુ ધરી દીધું હતું..જેના સમગ્ર રાજ્ય માં ભારે પ્રત્યાઘાતો પડ્યા..
જો કે આ દરમ્યાન ગુજરાત સરકાર ના પ્રવક્તા એ... મંદિર માં માત્ર ચીક્કી જ વેચાશે .. ની.જાહેરાત એ.ભાવિક ભક્તો ના ક્રોધ ને ઓર ઉશ્કેર્યો હતો તેની પાછળ પાછળ મંદિર ગાદી ના ભટ્ટજી એ પણ મોહનથાળ રાજભોગ નહિ મીઠાઈ છે કહેતા તો ભકતો નો ક્રોધ આસમાને પહોંચી ગયો હતો..

મોહનથાળ કમિટી દ્વારા ચોક માં મોહનથાળ નું નિઃશુલ્ક વિતરણ પછી અનિવાર્ય સંજોગો ના કારણે પ્રસાદ વિતરણ બંદ કરવામાં આવ્યું.. જોકે અંબાજી મન્દિર માં માતાજી ના મોહનથાળ ની ઝુંબેશ નો જોશ આ મોહનથાળ વિતરણ કમિટી માં જરા પણ ઓછો થયો નહતો..
એક પરંપરા અને આસ્થા ના પ્રશ્ન સાથે દાંતા રાજવી પરિવાર સંકળાયેલ છે.. માતાજી ના બેસણા અહીં અંબાજી માં થયા એમાં દાંતા રાજવી પરિવાર ના વડવાઓ ની માઁ અંબે ની ભક્તિના સાક્ષાત પરચા સમાન છે. દાંતા રાજવી પરિવાર ના મહારાજ શ્રી પરમવીરસિંહ જી હુકમ થી ભેટ કરવા માટે શ્રી રાજુભાઇ જોશી ની આગેવાની માં પ્રતિનિધિ મંડળ દાંતા (ભવાનગઢ) રાજવી શ્રી ના મહેલે પણ ગયું.. હુકમ મહારાજા શ્રી પરમવીરસિંહ જી માતાજી ના પરમભક્ત છે.. તેઓ શ્રી એ અંબાજી મન્દિર ના ઇતિહાસ , પ્રણાલિકા પરંપરા અંગે ના સાંભળેલા કે ના જાણેલા તથ્યો વિશે માહિગાર કર્યા .. મહારાજ શ્રી પરમવીર સિંહજી એ વ્યક્તિગત રીતે જાહેર માં આવી ને ભારત ના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ને મંદિર ની પરંપરા જાળવી રાખવા ટ્વીટ કર્યું અને પ્રેસ સમક્ષ પણ આવી ને ભારે આક્રોશ સાથે અંબાજી માતા મન્દિર માટે ઉગ્ર આંદોલન ની જાહેરાત કરી..
દાંતા યુવરાજ હુકમ શ્રી રિદ્ધિરાજસિંહજી સાહેબે પણ વહીવટીતંત્ર ને મંદિર ની પરંપરા નિભાવવા ચીમકી આપી.. અને જો દેવસ્થાન ટ્રસ્ટ મોહનથાળ નો પ્રારંભ ના કરે તો દાંતા ખાતે થી મોહનથાળ બનાવી શ્રદ્ધાળુઓ ને વિતરિત કરવાનો નીર્ધાર વ્યકત કર્યો..

ચોતરફ થી ભરાઈ ગયેલ અંબાજી વહીવટી મંડળ અને સરકાર એ પણ ભાવિક ભક્તો ની લાગણી અને માગણી માં રહેલ આક્રોશ ને પારખી બાર બાર દિવસ બાદ ફરી અંબાજી મંદિર માં મોહનથાળ ને પુનઃ સ્થાન આપવું પડ્યું...
પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયા માં ન્યૂઝ ડિબેટ તથા દુનિયા બહાર ના માઇ ભક્ત અને સંસ્થાઓ ની લાગણીઓ ની ભવ્ય જીત થઈ..

#આલેખન
સુનિલ બ્રહ્મભટ્ટ

આપણું અંબાજી

Address

M/2, Panchdhara Complex, Nr Grand Bhagwati, S. G Highway, Bodakdev
Ahmedabad
380054

Alerts

Be the first to know and let us send you an email when Kesar Manavta Palanpur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Kesar Manavta Palanpur:

Share