Dharmik Sauhard Manch - Gujarat

Dharmik Sauhard Manch - Gujarat Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dharmik Sauhard Manch - Gujarat, Non-Governmental Organization (NGO), Ahmedabad.

જો 2026 સુધીમાં આપણે વ્યસનની બદીને રોકી શકીશું તો રાજ્યનો વિકાસ 12 ટકા સુધી વધી શકશે : માનનીય પી .કે. લહેરી. ધાર્મિક સૌહ...
18/02/2024

જો 2026 સુધીમાં આપણે વ્યસનની બદીને રોકી શકીશું તો રાજ્યનો વિકાસ 12 ટકા સુધી વધી શકશે : માનનીય પી .કે. લહેરી.

ધાર્મિક સૌહાર્દ મંચ પ્રેરિત વ્યસન મુક્તિ મંચ ગુજરાત દ્વારા શરુ કરાયેલા વ્યસન મુક્તિ અભિયાનનો લોન્ચિંગ કાર્યક્ર્મ સરદાર સ્મારક શાહીબાગ ખાતે યોજાઇ ગયો.રાશીદ હુસેન દ્વારા કુરાન પઠન અને ભાગવત વિદ્યાપીઠના ઋષિકુમારો દ્વારા શ્લોક પઠન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. એસ.આઈ.ઓ અમદાવાદના પ્રમૂખ ખાલીદ કુરેશીએ કોમી સૌહાર્દ ઊપર સરસ મજાનું ગીત રજૂ કર્યું હતું. ધાર્મિક સૌહાર્દ મંચના સહ કન્વિનર શકીલ અહમદ રાજપુતે સ્વાગત પ્રવચનમાં મંચની સ્થાપનાનો હેતુ મૂક્યો હતો, અને જમાઅતે ઇસ્લામી હિન્દ ગૂજરાતના પ્રમૂખ ડૉ. સલીમ પટીવાલા સાહેબે તેમનાં ચાવીરૂપ સંબોધનમાં દેશમાં વ્યસનનો ચિતાર રજૂ કરતાં અભિયાનની જરૂર પર પ્રકાશ પાડયો હતો. ત્યારબાદ વ્યસન જાગૃતિ બાબતે આદરણીય માધવ પ્રિયદાસ (એસજીવીપી), જય વસાવાડા (પ્રસિદ્ધ લેખક), સંજય રાવલ (મોટીવેશનલ સ્પીકર), રાજયોગની શિવાની દીદી (બ્રહ્માકુમારીઝ) અને પ્રોફેસર મો સલીમ (ઉપાધ્યક્ષ જમાઅતે ઇસ્લામી હિંદ)ની વિડીયોનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સહયોગી ધાર્મિક સંસ્થાઓના મહાનુભવો જેમકે પ્રદીપ મહારાજ (આનંદ આશ્રમ), મુફતી અબ્દુલ કૈયુમ (જમીઅતે ઊલ્મા હિન્દ ગૂજરાત ),રાજુભાઈ ખ્રિસ્તી AFSA),મુફતી રિઝવાન (મિલ્લી કાઉન્સિલ ગુજરાત) ),રેવરન્ડ નગીન ચોહાણ (ખ્રિસ્તી પ્રિસ્ટ), નશાબંધી વિભાગના ભરત યાદવ,આમિલ મુસ્તફા સાહેબ (દાઉદી વહોરા સમાજ),સતનામ સિંહ (ગુરુદ્વારા ગોબિંદધામ), ભીખાભાઈ અમીન (બૌદ્ધ ધર્મ) ડો ખુશ્બુ ઘડિયાલી (પારસી પ્રિસ્ટ ), અવિવ દિવાકર (યહૂદી સમાજ),ફાધર કોરિચેન, ઉમાશંકર આચાર્ય (આર્ય સમાજ) એ તેમની આગવી શૈલીમાં પ્રસંગોચિત વિચારો રજૂ કર્યા હતા.
શહેરના જાણીતા સાયકિયાટ્રિક ડો. પાર્થ વૈષ્ણવે અનેક દાખલાઓ આપીને વ્યસનીઓ સમાજ માટે કેટલા જોખમી હોય છે તેની વિગતો આપી હતી. IIMના રિસર્ચ સ્કોલર ડો. એજાઝ શેખે પ્રેઝેન્ટેશન રજૂ કરી રાજ્યમાં વ્યસનોની સંખ્યામાં કેવી રીતે વધારો થતો જાય છે તેની વિગતો આપતા જણાવ્યું હતું કે 2018ના આંકડા અનુસાર રાજ્યમાં નશાની બાબતામાં ગુજરાત દેશમાં પાંચમા ક્રમે આવે છે. બાળકો ઇનહેલરથી શરુ કરે છે અને એમડી સુધી પહોંચી જાય છે ત્યાં સુધી માતા પિતાને તેની જાણ હોતી નથી. મુખ્ય વક્તાઓમાં સુનિલ ગુગલિયા લાયન્સ કલબ ગવર્નર, મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ, નશા છોડાવવા માટે સક્રિય ખ્યાતી મકવાણા, IIMના પ્રોફેસર અંકુર શરિને પોતાના વિચારો રજુ કરી લોકોને નશાના દુષણથી દુર રહેવા અપીલ કરી હતી.
ઉપરાંત ગુજરાત વેપારી મહામંડળના પુર્વ પ્રમુખ અને સદવિચારના ટ્રસ્ટી શૈલેશ પટવારીએ પણ વાલીઓને તેમના સંતાનો કોની સાથે બેસે છે અને ક્યાં જાય છે તેની પર નજર રાખવા સલાહ આપી હતી. આરેફા પરવીન સાહેબા (કનવિનર પરિવાર બચાઓ સમિતિ, મદદનીશ સચિવ jih મહિલા વિભાગ)એ કહ્યું હતું કે વ્યસનનના કારણે સૌથી વધુ તો સમાજની બહેનોનેજ સહન કરવાનું થાય છે. મહિલાઓની પણ જવાબદારી છે કે તેમના પરિવારમાં જો કોઇ નશાના રવાડે ચડી જાય તો તેને ઓળખે અને રોકે. વ્યસનીના કારણે નાના બાળકોના કુમળા મગજ પર ખુબજ નકારાત્મક અસરો પડે છે. માતાજ બાળકની પહેલી શિક્ષિકા હોય છે તેથી નાનપણથી જ બાળકોમાં સારા સંસ્કાર સિંચવા જોઇએ. દિલ્હીથી પધારેલા જમાઅતે ઇસ્લામી હિંદના સેક્રેટરી શફી મદની એ કહ્યું હતું કે આપણે માત્ર સપ્તાહની ઉજવણી કરીને જ સંતોષ માનવાનો નથી, બલકે આખા ગુજરાતને નશા મુક્ત કરવાની આપણી ફરજ બને છે. રાજ્યની સુખાકારીને દારુ, ચરસ, ડ્રગ્સ અને અન્ય નશીલા પધાર્થો અવરોધે છે, આવી જ રીતે પોર્નોગ્રાફી ના વ્યસને યુવાનો ને બરબાદ કરી દિધા છે. જ્યાં સુધી આપણે સમાજમાંથી આ બદીઓને દુર નહીં કરીએ ત્યાં સુધી રાજ્યનો વિકાસ સંપુર્ણ કહેવાશે નહી. આપણે ઇચ્છીએ કે આ ઝુંબેશ સફળ થાય અને ગુજરાતનો દરેક નાગરિક આ અભિયાનમાં સાથ આપે. સંસ્થાના પેટ્રન અને રાજ્યના પુર્વ મુખ્ય સચિવ પી.કે. લહેરી એ અઘ્યક્ષ સ્થાનેથી બોલતા કહ્યું હતું કે આ અભિયાનને સફળ બનાવવા આપણે સૌએ ખુબ મહેનત કરવી પડશે, કારણ કે ગુજરાતમાં સૌથી મોટા પ્રમાણમાં બંદરેથી ડ્રગ્સના કન્ટેનરો પકડાય છે અને સપ્લાય થાય છે. જો 2026 સુધીમાં આપણે આ બદીને રોકી શકીશું તો રાજ્યનો વિકાસ 12 ટકા સુધી વધી શકશે. તેમણે શેક્ષણિક સંકુલો અને જમીની સ્તરે કામ કરવા પ્રેરણા આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધાર્મીક સૌહાર્દ મંચના કનવિનર ઇકબાલ મિર્ઝાએ સરસ રીતે કર્યું હતું. વિવિઘ સમાજના લોકોએ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્ર્મને સફળ બનાવ્યો હતો.

Launching Program De addiction Campaignવ્યસનમુક્તિ અભિયાન લોન્ચિંગ કાર્યક્રમ
17/02/2024

Launching Program De addiction Campaign

વ્યસનમુક્તિ અભિયાન લોન્ચિંગ કાર્યક્રમ

Launching Program De addiction Campaignવ્યસનમુક્તિ અભિયાન લોન્ચિંગ કાર્યક્રમ
15/02/2024

Launching Program De addiction Campaign

વ્યસનમુક્તિ અભિયાન લોન્ચિંગ કાર્યક્રમ

“ધાર્મિક સૌહાર્દ મંચ, ગુજરાત દ્વારા વ્યસનમુક્તિ અભિયાન”અહમદાબાદ, ધાર્મિક સૌહાર્દ મંચ ગુજરાત દ્વારા આયોજીત 'વ્યસન મુક્તિ ...
11/12/2023

“ધાર્મિક સૌહાર્દ મંચ, ગુજરાત દ્વારા વ્યસનમુક્તિ અભિયાન”
અહમદાબાદ, ધાર્મિક સૌહાર્દ મંચ ગુજરાત દ્વારા આયોજીત 'વ્યસન મુક્તિ અભિયાન’ કાર્યક્રમમાં આજ રોજ સદવિચાર પરિવાર ખાતે પ્રારંભિક પ્રવચનમાં બોલતાં શકીલ અહમદ રાજપૂત સાહેબે કહ્યું બધા જ ધર્મોમાં વ્યસનને વર્જિત એટલે હરામ ઠેરવવામાં આવ્યું છે. આ સમગ્ર માનવ સમાજ અને દેશની સમસ્યા છે. સૌથી વધુ યુવાધન ભારતમાં છે જે વ્યસનના રવાડે ચઢી ગઈ છે. વિવિધ સર્વેના આંકડાઓ દ્વારા તેમણે વ્યસનની ગંભીરતાનો ચિતાર્થ રજૂ કર્યો. આ બાબતે લોકોને જાગૃત કરવાની તાતી જરૂર છે. બધા જ માદક પદાર્થો ગેર કાનૂની હોવા છતાં પણ ઘરે ઘરે પહોંચી રહ્યા છે. જ્યારે ધાર્મિક આગેવાનો વ્યસન ઉપર વાત કરશે તો સમાજ તેને ગંભીરતાથી લેશે, અને ધાર્મિક સૌહાર્દનો પણ સંદેશ સમાજમાં જશે.
ધાર્મિક સૌહાર્દ મંચના કન્વીનર ઇકબાલ અહમદ મિર્ઝાએ કહ્યું કે કોરોના એક મહામારી હતી જેમાં અનેક લોકો હોમાયા તેને આપણે ખૂબ જ ગંભીરતાથી લીધું પરંતુ સર્વેના આંકડાઓ દર્શાવે છે કે વ્યસન દ્વારા તેનાથી અનેક ગણાં વધારે લોકો દર વર્ષે મૃત્યુ પામી રહ્યા છે. પરંતુ લોકોમાં કોરોના જેવો ભય નથી, આપણે તેની ગંભીરતાથી સમાજને ચેતવવા પડશે. માત્ર વ્યસન કરનાર જ અસરગ્રસ્ત નથી તેના લીધે ડોમેસ્ટિક હિંસા, રોડ એક્સિડન્ટ, મહિલાઓ ઉપર અત્યાચાર ખૂબ જ વધી રહ્યા છે. ધાર્મિક સૌહાર્દ મંચ કે જેમાં બધા જ ધર્મ અને સંપ્રદાયના મહાનુભાવો સામેલ છે, લાયન્સ ક્લબ સાથે મળીને જો વ્યસનમુક્તિ અભિયાન વિશાળ પાયે ચલાવવામાં આવે, તો ચોક્કસ તેના પરિણામો મળી શકે એમ છે.
મુફ્‌તી રિઝવાને શૈક્ષણિક સંકૂલો, યુનિવર્સિટીઓને ટાર્ગેટ કરવા આહવાન કર્યું અને કહ્યું કે ડ્રગ્સ વિતરકો સ્ટુડન્ટને ટાર્ગેટ કરે છે. તેમને વ્યસનથી બચાવવા આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. ડોર ટુ ડોર પણ કામ કરવામાં આવે, નવયુવાનને વ્યસનથી બચવવા એ આપણી સામાજીક અને ધાર્મિક ફરજ છે.
ગાયત્રી પરિવારના ગિરીશ પટેલે પેહલો વર્ગ જે વ્યસનમાં લિપ્ત છે. બીજો વર્ગ જે લિપ્ત થઈ શકે છે. ત્રીજો વર્ગ જે પ્રોત્સાહન આપે છે. ત્રણેયમાં આયોજનપૂર્વક કામ કરવાની જરૂર છે. તમાકુની ખેતી કરતાં ખેડૂતો ગુટખાનું ઉત્પાદન કરતી ઇન્ડસ્ટ્રીના લોકોનુ પણ કાઉન્સિલિંગ કરવાની જરૂર છે. વ્યસનનો પ્રચાર કરતી એજન્સીઓ, કલાકારો, ખેલાડીઓ ઉપર સામાજીક પ્રેશર ઊભું કરવાની જરૂર છે. બૌદ્ધ ધર્મના રમેશ બેન્કરે કહયું કે અમે અમારી પ્રાર્થનામાં વ્યસન મુક્તિના શપથ લેવડાવીયે છીએ અને આ બાબતે લોકોને જાગૃત કરીયે છીએ. મુહમ્મદ ઉમર વ્હોરાએ કહ્યું વિદ્યાર્થી અને યુવાનોને ટાર્ગેટ કરવા પડશે, શોર્ટ ફિલ્મ્સ, નાટકો, શેરી નાટકો કરવા પડશે, ડ્રગ્સ ૫ ટકા પકડાય છે, અને ૯૫ ટકા સમાજ સુધી જાય છે. લાયન્સ ક્લબ જે રીતે બોહળા પ્રમાણમાં કાર્ય કરી રહ્યું છે, ગુજરાત સ્તરનું બહોળું પરિણામલક્ષી અભિયાન હોવું જોઈએ. ફાધર અન્ટોને કહયું કે અમારી ૫૦ શાળાઓમાં વ્યસન મુક્તિ બાબતે જાગૃતિ લાવીશું છે. રાજકોટમાં મોટા પાયે વર્ષે એક વાર રેલી થાય છે અમે એમાં સામેલ થઈએ છીએ, ખ્રિસ્તી સમાજમાં વ્યસન મુક્તિ જાગૃતી માટે શપથ લેવડાવવામાં આવે છે. રાજુ ખ્રિસ્તીએ કહ્યું ધાર્મિક સ્થળો પ્રાર્થના માટે હોય છે અલ્લાહ ઈશ્વરનો ખરો વાસ તો આપણાં શરીરમાં હોય છે તેથી તેને પવિત્ર રાખવા વ્યસન મુક્ત રહેવું જોઈએ. સર્વધર્મના મહાનુભાવો આમાં જોડાય એવી મારી વિનંતી છે. રીટા ખ્રિસ્તીએ કહ્યું કે જ્યારે વ્યસનની વાત આવે તો સામાન્ય રીતે પુરુષ સામે આવે છે જયારે હકીકત જુદી છે, હવે તો બહેનો પણ મોટા પાયે લિપ્ત છે. રણજીત સિંહે કહ્યું કોઈ પણ ધર્મ વ્યસનને માન્યતા આપતો નથી. મુસ્લિમ શરાબને હરામ ઠેરવે છે, તમાકુ શીખ સમાજમાં હરામ છે, આલ્કોહોલ અને સિગારેટથી આગળ હવે ડ્રગ્સ આવી ગયું છે. નવયુવાનો એની ચપેટમાં છે. ગુજરાત હબ કહેવાય છે. આજનો યુવાન સોશ્યલ મીડિયા પર વધારે સમય પસાર કરે છે. તો સોશ્યલ મીડિયાનો ભરપૂર ઉપયોગ થવો જોઈએ. લાયન્સ ક્લબના ગવર્નર સુનીલ ગુગલીયા સાહેબે કહ્યું અમે એક જ દિવસમાં ૧,૪૦,૦૦૦ વિદ્યાર્થીઓ સુધી જાગૃતિ લાવવાનું કામ કર્યું છે, ૧૦ લાખ વિદ્યાર્થીઓ સુધી અમારું લક્ષ્ય છે. આ અભિયાનને ગુજરાત વ્યાપી બનાવવું પડશે કે જેથી સરકારે પણ તેની નોંધ લેવી પડે. ખ્યાતિ બહેને કહ્યું કે વ્યસનમાં લિપ્ત વ્યક્તિ ઉપર કામ કરવું પણ મહ¥વનું છે. જીનલ બેને કહ્યું કે વ્યક્તિ શા માટે વ્યસન કરે છે એના કારણો જાણવા જરૂરી છે અને તે મનોચિકિત્સક દ્વારા અને ફેમિલીના સપોર્ટથી વ્યસન છોડાવી શકાય છે.
અંતમાં ધાર્મિક સૌહાર્દ મંચના પેટ્રોન માનનીય પી.કે.લહેરી સાહેબે જણાવ્યું કે, કોમી સૌહાર્દ મંચ દ્વારા વ્યસન મુÂક્ત અભિયાનનો કાર્યક્રમ ઉપાડવામાં આવ્યો છે, જેમાં બ્રહ્માકુમારી, ગાયત્રી પરિવાર, સ્વાધ્યાય પરિવારની સંખ્યા મોટી છે. આજે વ્યસન મુક્તિની ઘનિષ્ટ ચર્ચા કરવામાં આવી જે ભાગ્યે થાય છે. વ્યસન છોડવાનું કામ અઘરું કામ છે, એક વાત ચોક્કસ છે કે જો સમાજમાં ડ્રગ્સનો વ્યાપ વધશે તો આરોગ્ય, કાયદા, ગુનાઓ
આભાર - નિહારીકા રવિયા તમામને અસર થશે. આજે ગુટખાનું પ્રમાણ વધુ છે. જે લોકો વ્યસન છોડીને સુખી જીવન જીવે છે તેમના અનુભવો ટીવી પ્રસારણ દ્વારા લોકો સમક્ષ લાવી શકાય છે. સેલિબ્રિટિઝના ઇન્ટરવ્યૂ વિડીયો ક્લિપ્સ તૈયાર કરીએ, પ્રદર્શની રાખીએ, રેલીનું આયોજન કરીએ, નિબંધ, વકતૃત્વ, ચિત્ર સ્પર્ધાનુ સ્કૂલોમાં આયોજન કરીએ અમે સદવિચાર પરિવાર વતી ૧ લાખ પુસ્તિકા અને પોસ્ટર્સ વ્યસન મુક્તિ બાબતે જાગૃતિ લાવવા માટે બનાવીશું દર ૧૫ દિવસે મિટીંગ કરીને આ અભિયાનને આગળ વધારીશું.

ધાર્મિક સૌહાર્દ મંચ દ્વારા ગુજરાતની પ્રજાને શાંતિની અપીલ
02/08/2023

ધાર્મિક સૌહાર્દ મંચ દ્વારા ગુજરાતની પ્રજાને શાંતિની અપીલ

ધાર્મિક સૌહાર્દ મંચ દ્વારા નશામુક્તિ માટે ખાસ ચિંતન કાર્યક્રમ યોજાયો
26/02/2023

ધાર્મિક સૌહાર્દ મંચ દ્વારા નશામુક્તિ માટે ખાસ ચિંતન કાર્યક્રમ યોજાયો

Address

Ahmedabad
380051

Alerts

Be the first to know and let us send you an email when Dharmik Sauhard Manch - Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share