Gujarati Sahitya Parishad

Gujarati Sahitya Parishad Official page of Gujarati Sahitya Parishad, Ahmedabad

ગુજરાતમાં સાહિત્યિક આબોહવા પ્રગટાવવા ગુજરાતના સંસ્કારપુરુષ રણજિતરામ વાવાભાઈના નિષ્ઠાભર્યા પ્રયત્ન્નોથી ઈ.સ.૧૯૦૫માં ગુજરાતી સાહિત્ય પરિષદ અસ્તિત્વમાં આવી અને પરિષદના પ્રથમ સંમેલનના પ્રમુખ તરીકે ગુજરાતી ભાષાના મહાન નવલકથાકાર ગોવર્ધનરામ ત્રિપાઠીની સેવા સાંપડી.

04/07/2026

સહૃદય,

ગામે ગામ પરિષદ પહોંચે છે...

પરિષદભવનમાં બાળકો માટે
શ્રીમતી રાધિકા શિરીષ પરીખ બાળ કિશોર સાંસ્કૃતિક ભવનના કાર્યક્રમો થતાં રહે છે...
હવે વાત એમ છે કે ગુજરાતના જુદીજુદી જગ્યાના બાળકો સુધી પરિષદનું આ કેન્દ્ર પહોંચે એવી અમારી ઇચ્છા હતી. ડૉ.હર્ષદ લશ્કરી નામના સાહિત્યપ્રેમી અને પરિષદ પ્રત્યે અનન્ય સદ્ભાવ ધરાવતા વડીલ મિત્ર એક યોજના લઈને આવ્યા.
તેના ફળસ્વરૂપે નાના ગામોના બાળમિત્રો માટે કાર્યક્રમો નક્કી થયા...લશ્કરી સાહેબ અને તેમની સંસ્થા - સાંદિપની સાહિત્ય પર્વના કર્મઠ સાથીદારોએ મહેનત આરંભી...

આ રહ્યું પરિણામ.
નીચે મુજબના સ્થળે પરિષદની બાલસભા યોજાશે...જેમાં બાળસાહિત્યની છોળે બાળકો ભીંજાશે..
આપ જો ઉપસ્થિત રહી શકો તો સ્વાગત...

સમીર ભટ્ટ
મહામંત્રી,
ગુજરાતી સાહિત્ય પરિષદ

1. હસમુખ ટાંક
શાળા: શ્રી ઉંદરી પ્રાથમિક શાળા, ગીર ગઢડા
તારીખ: 4 જુલાઈ
વાર: શનિવાર
સમય: 9 થી

2. ધર્મેન્દ્રભાઈ અરજણભાઈ કનાલા
શાળા: તાતણિયા પ્રાથમિક શાળા,
તારીખ: 4 જુલાઈ
વાર: શનિવાર
સમય: 8થી 9:30

3. ડૉ. વનિતાબેન રાઠોડ
શાળા: પીએમશ્રી વિનોબાભાવે પે સેન્ટર શાળા નં 93, રાજકોટ.
તારીખ: 25 જુલાઈ
વાર: શનિવાર
સમય: સમય: 8 થી 10

4. સંદીપ પટેલ " કસક"
શાળા: શ્રીમતી એમ. જે. મેવાડા શિવશક્તિ વિદ્યા મંદિર દિયોલી, સાબરકાંઠા.
તારીખ: 4 જુલાઈ
વાર: શનિવાર
સમય: 7:30 થી 9

5. વાસુદેવ સોઢા
શાળા: ભંડારિયા પ્રાથમિક શાળા (અમરેલી)
તારીખ: 25 જુલાઈ
વાર: શનિવાર
સમય: 8 થી 10

6. કિરીટ ગોસ્વામી
શાળા: શ્રી એસ. વી. એમ. સ્કૂલ, આણદાબાવ આશ્રમ, જામનગર.
તારીખ: 4 જુલાઈ
વાર: શનિવાર

7. નયનાબેન સુથાર
શાળા: ભાંડુપરા પ્રાથમિક શાળા, મહેસાણા.
તારીખ: 18 જુલાઈ
વાર: શનિવાર

8. રવજીભાઈ કાચા
શાળા: ડી. કે. કામદાર પ્રાથમિક શાળા (અમરેલી)
તારીખ: 11 જુલાઈ
વાર: શનિવાર

9. દાદુભાઈ રબારી
શાળા: શ્રી લાડકીબાઈ કન્યાશાળા,પાટડી
તારીખ: 18 જુલાઈ
વાર: શનિવાર
સમય: 11થી

10. જાગૃતિ પંડ્યા
શાળા: નગર પ્રાથમિક શાળા નં 33 બાકરોલ, આણંદ.
તારીખ: 11 જુલાઈ
વાર: શનિવાર
સમય: 8 થી 9

11. રાવલ મંગળભાઈ
શાળા: મંડાલી પ્રાથમિક શાળા, બેચરાજી.
તારીખ: 4 જુલાઈ
વાર: શનિવાર
સમય: 10 થી 11: 30

12. દીપક જગતાપ
શાળા: સરસ્વતી વિદ્યાલય, રાજપીપળા.
તારીખ: 4 જુલાઈ
વાર: શનિવાર
સમય: 10 થી 11: 30

13. ડૉ. ભાવેશ પંડ્યા
શાળા: ગમતી નિશાળ, પાલનપુર.
તારીખ: 4 જુલાઈ
વાર: શનિવાર
સમય: 10 થી 11: 30

14. મણિલાલ શ્રીમાળી
શાળા: પ્રાથમિક શાળા પીસાવાડા, ધોળકા, અમદાવાદ.
તારીખ: 11 જુલાઈ
વાર: શનિવાર
સમય: 9 થી 11: 30

15. ભરત પંચોલી
શાળા: સરસ્વતી સ્કૂલ, ચાંદખેડા, અમદાવાદ.
તારીખ: 4 જુલાઈ
વાર: શનિવાર
સમય: 8 થી 9: 30

16. પ્રકાશ કુબાવત
શાળા: શ્રી ઝીંકીયાળી પ્રાથમિક શાળા, મોરબી.
તારીખ: 18 જુલાઈ
વાર: શનિવાર
સમય: 8:30 થી 10

17. હેતલ મહેતા
શાળા: કડવાસણ પ્રાથમિક શાળા, મહેસાણા.
તારીખ: 4 જુલાઈ
વાર: શનિવાર
સમય: 8 થી 10

18. પારૂલ બારોટ
શાળા: શ્રધ્ધા સ્કૂલ, જોધપુર, અમદાવાદ
તારીખ: 4 જુલાઈ
વાર: શનિવાર
સમય: 8 થી 9:30

19. નીલમ જાદવ
શાળા: દેસાઈવાડા પ્રાથમિક શાળા, દાહોદ.
તારીખ: 25 જુલાઈ
વાર: શનિવાર
સમય: 11:30 થી 1

20. જેતસીભાઈ રાઠોડ
શાળા: પ્રાથમિક શાળા ચાત્રા (થરાદ)
તારીખ: 18 જુલાઈ
વાર: શનિવાર
સમય: 8 થી

21. કાલરિયા શૈલેષકુમાર
શાળા: કલ્યાણ પ્રાથમિક શાળા, મોરબી.
તારીખ: 18 જુલાઈ
વાર: શનિવાર
સમય:

22. જિજ્ઞા પટેલ
શાળા: પ્રાર્થના ગ્લોબલ સ્કૂલ, મોડાસા.
તારીખ: 4 જુલાઈ
વાર: શનિવાર
સમય: 9 થી 10

23. ક્લેરાબેન ક્રિશ્વિયન મહેમદાવાદ
શાળા: મહેમદાવાદ કન્યાશાળા, અમદાવાદ.
તારીખ: 4 જુલાઈ
વાર: શનિવાર

24. પીયૂષ જોટાનિયા
શાળા- ગાવડકા પ્રાથમિક શાળા, અમરેલી
તારીખ: 4 જુલાઈ
વાર: શનિવાર

25. માધવી આશરા
શાળા: શ્રી નંદકુવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય,નીલમબાગ, ભાવનગર.
તારીખ: 4 જુલાઈ 2026
વાર: શનિવાર
સમય: 12:30 થી1:30

26. ભારતી ભંડેરી
શાળા: પ્રાથમિક શાળા, છારોડી, અમદાવાદ
તારીખ: 4 જુલાઈ
વાર: શનિવાર
સમય: 8 થી 9:30

આદરણીય રણજિતરામ વાવાભાઈ મહેતાવંદન.આજનો દિવસ અમારા સૌ માટે (અને ગુજરાત માટે પણ) સદભાગ્યસમો છે.એના કારણમાં આપ છો. ગુજરાતી ...
01/07/2026

આદરણીય રણજિતરામ વાવાભાઈ મહેતા
વંદન.
આજનો દિવસ અમારા સૌ માટે (અને ગુજરાત માટે પણ) સદભાગ્યસમો છે.
એના કારણમાં આપ છો.
ગુજરાતી પ્રજાના સંસ્કાર અને સાહિત્યપ્રેમને મૂર્તિમંત કરતી સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના આપે કરી.
સવા સદીથી એ સંસ્થા કળા,સાહિત્યની વિવિધ પ્રવૃત્તિઓ કરતી રહી છે.
આજે, સ્થાપના દિવસે અમે આપની પ્રતિમાનું સ્થાપન કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ ઋણમુક્તિની અમારી ચેષ્ટા નથી..
આ અમારી અનિવાર્યતા છે.
અમે સદભાગી છીએ કે આપના જેવા ગુજરાતી પ્રજાની ખેવના રાખનાર પૂર્વજોના અમે વારસદાર છીએ.
આપને ફરી ફરીને વંદન.
સમીર ભટ્ટ
મહામંત્રી,
ગુજરાતી સાહિત્ય પરિષદ

સહૃદય,હમણાં એક અંગત શુભપ્રસંગમાં વ્યસ્ત હતો..એટલે પરિષદમાં એક મહિનો પૂર્ણપણે સક્રિય ન હતો...પણ,હવે ફરી કામે ચડી ગયો છું....
27/06/2026

સહૃદય,
હમણાં એક અંગત શુભપ્રસંગમાં વ્યસ્ત હતો..એટલે પરિષદમાં એક મહિનો પૂર્ણપણે સક્રિય ન હતો...
પણ,
હવે ફરી કામે ચડી ગયો છું..
આવતીકાલે 28 તારીખે જૂનાગઢ ખાતે
" નરોત્તમ વંદના" ..
આવો.

સમીર ભટ્ટ

નોંધ:
આવતા અઠવાડિયે વધુ બે સુંદર ઘટનાઓ....
( જેની વિગતો સોમવારે)

સહ્રદય,સ્વાગત છે...સમીર ભટ્ટ મહામંત્રી
02/06/2026

સહ્રદય,
સ્વાગત છે...

સમીર ભટ્ટ
મહામંત્રી

સહૃદય,ગુજરાતી સાહિત્ય પરિષદ અને શ્રી જનક ત્રિવેદી પરિવારના સંયુક્ત ઉપક્રમે નવોદિત નિબંધકારો માટે નિબંધ તાલીમ શિબિરનું આય...
29/05/2026

સહૃદય,
ગુજરાતી સાહિત્ય પરિષદ અને શ્રી જનક ત્રિવેદી પરિવારના સંયુક્ત ઉપક્રમે નવોદિત નિબંધકારો માટે નિબંધ તાલીમ શિબિરનું આયોજન થયું છે.
ધર્મેન્દ્ર ત્રિવેદીએ સંયોજક તરીકે આ બાબતે જે આયોજન કર્યું છે તેની વિગતો નવોદિત નિબંધકારો માટે અહીં રજૂ કરી રહ્યો છું.

શુભેચ્છાઓ.

સમીર ભટ્ટ
મહામંત્રી
ગુજરાતી સાહિત્ય પરિષદ

***********************************
ગુજરાતી સાહિત્ય પરિષદ અને શ્રી જનક ત્રિવેદી પરિવારના સંયુક્ત ઉપક્રમે

" નવોદિત નિબંધ શિબિર "

● શ્રી જનક ત્રિવેદી પરિવાર, ગુજરાતી સાહિત્ય પરિષદના સહયોગથી, ભર ચોમાસે તા. ૧૫-૧૬ ઓગસ્ટ ૨૦૨૬ એમ બે દિવસની નિબંધ શિબિર યોજી રહ્યું છે.

● શિબિરનું માર્ગદર્શન અને સંવહન નિબંધકાર અને શિક્ષક મહેન્દ્રસિંહ પરમારે સ્વીકાર્યું છે.

- શિબિરમાં લગભગ ૨૫ નિબંધકારોને પસંદગી કરીને આમંત્રણ આપવાનું નક્કી થયું છે.

- શિબિરમાં ભાગ લેવા ઉંમરનો બાધ નથી પરંતુ . . .

- શરત માત્ર એટલી કે શિબિરમાં ભાગ લેવા ઈચ્છુકનો નિબંધ સંગ્રહ પ્રગટ થયો હોવો ન જોઈએ.

- તારીખ ૧૫મી જૂન ૨૦૨૬ સુધીમાં નીચે દર્શાવેલા શિબિર સંયોજક તથા સંચાલક એમ બંનેના ઈમેઈલ એડ્રેસ પર એક તાજેતરમાં લખેલો અથવા નવો એક નિબંધ મોકલી આપવાનો રહેશે.

- [email protected]
- [email protected]

- ઈમેઈલમાં આપનો નિબંધ વર્ડ ફાઇલ અથવા પીડીએફ સ્વરૂપે મોકલવો, આપનો એક ફોટોગ્રાફ, આપનું પીનકોડ સાથેનું એડ્રેસ, મોબાઈલ નંબર મોકલવા ફરજિયાત છે.

- ત્યાર બાદ શિબિરમાં સંચાલક શ્રી મહેન્દ્રસિંહ પરમાર પસંદ કરશે તેવા ૨૫ નવોદિત નિબંધકારોને ઈમેઈલ, વ્હોટ્સએપ તથા કાનોકાન આમંત્રણ પણ આપવામાં આવશે.

- પસંદગી પામેલા શિબિરાર્થીઓ માટે શિબિર સ્થળે રહેવા-જમવાની સુવિધા નિઃશુલ્ક છે. સ્થળ સુધી આવવા જવાનો ખર્ચ શિબિરાર્થીએ કરવાનો રહેશે.

- શિબિરની તારીખો નક્કી હોવાથી આપની અનુકૂળતા ચકાસીને જ એન્ટ્રી મોકલવા વિનંતી છે. અણધારી પરિસ્થિતિ તથા આગોતરી જાણ કર્યા સિવાય શિબિરમાં ગેરહાજર રહેનારને આકરી સજા કરવામાં આવશે . . . 😂🤣😂🤣

- ગેરહાજરીની આગોતરી જાણ કરી દેવાથી અપના સ્થાને બીજાને સ્થાન આપી શકાય એ હેતુ છે.

● આપ જો ૧૮ વર્ષથી મોટા હો તો આપના માતા-પિતાની અથવા જીવનસાથીની રજા-મંજૂરી મોકલવી પણ આવશ્યક છે 😉 આ શિબિરમાં બાળકોને કોઈ જોખમ નથી.

- શ્રી જનક ત્રિવેદી પરિવાર અને ગુજરાતી સાહિત્ય પરિષદ

મિત્રો,નાની નાની સરવાણી વહેતી રહે તો કદાચ જમીનની ફળદ્રુપતા વધે.કશુંક ઊગી નીકળે લીલુંછમ્મ.ધરતી ધરપત અનુભવે.પરિષદમાં બહુ જ...
26/05/2026

મિત્રો,
નાની નાની સરવાણી વહેતી રહે તો કદાચ
જમીનની ફળદ્રુપતા વધે.
કશુંક ઊગી નીકળે લીલુંછમ્મ.
ધરતી ધરપત અનુભવે.

પરિષદમાં બહુ જ ટૂંકા ગાળામાં થયેલ આયોજન એટલે ' નાટયનાદ ' દ્વારા થયેલ બે નાટયશિબિર..

સંયોજકે અને માર્ગદર્શક નાટ્યકારોએ સંખ્યાની પરવા ન કરી.. પૂરી નિષ્ઠાથી માર્ગદર્શન આપ્યું..

આભાર નિસર્ગ ત્રિવેદી, કબીર ઠાકોર,પ્રતિમ પારેખ, યશ ચંદારાણા અને સંયોજક ધરા ભટ્ટ.

આ ઉપરાંત સૌ શિબિરાર્થી મિત્રો..

સમીર ભટ્ટ

"ચન્દન સમાન મહેકતી કાયાની પાસ છું; લાગે છે એમ કે હું સદેહે સુવાસ છું."                                     ભગવતીકુમાર શર...
25/05/2026

"ચન્દન સમાન મહેકતી કાયાની પાસ છું;
લાગે છે એમ કે હું સદેહે સુવાસ છું."
ભગવતીકુમાર શર્મા

સહૃદય,

નર્મદનગરી સુરત ખાતે શ્રી ભગવતીકુમાર શર્મા સ્મૃતિ વ્યાખ્યાનશ્રેણીનો પ્રારંભ..

આપ સૌનું સ્વાગત..

સમીર ભટ્ટ
મહામંત્રી

"મંડળી મળવાથી થતાં લાભ"યાને સુરતી મિજાજ....સહ્રદય..૧૮૫૧માં નર્મદે આપણને સમજાવ્યું... આપણા સમર્થપૂર્વજની જુદી રીતે વંદના ...
25/05/2026

"મંડળી મળવાથી થતાં લાભ"
યાને સુરતી મિજાજ....

સહ્રદય..
૧૮૫૧માં નર્મદે આપણને સમજાવ્યું...
આપણા સમર્થપૂર્વજની જુદી રીતે વંદના થઈ ગત બે દિવસમાં...
એનો આ અહેવાલ....

સમીર ભટ્ટ
મહામંત્રી

ગુજરાતી સાહિત્ય પરિષદ- નર્મદ સાહિત્ય સભાના ઉપક્રમે અને આઝાદ સાંસ્કૃતિક કેન્દ્રના સહયોગથી સુરતમાં 'વાર્તાલેખન શિબિર' સફળતાપૂર્વક યોજાઈ..

આ શિબિરમાં ૨૫થી વધુ વાર્તાલેખકો ઉપસ્થિત રહ્યા.

શિબિરના પ્રારંભિક વક્તવ્યમાં સુશ્રી શરીફા વિજળીવાળાએ વાર્તાની વિભાવના, વિષય વસ્તુ, પ્રારંભ-અંત-વાતાવરણ અને પરિવેશને લઈ,દેશ વિદેશની વાર્તાઓના ઉદાહરણો આપીને વિશદ ચર્ચા કરી હતી.

શિબિરમાં માર્ગદર્શક તરીકે કિરીટ દૂધાત અને રાકેશ દેસાઈએ શિબિરાર્થીઓએ રજૂ કરેલ વાર્તાઓની સુક્ષ્મ રીતે છણાવટ કરી માર્ગદર્શન પુરૂ પાડ્યું..
બે મિત્રોએ તો પહેલીવાર વાર્તા લખી અને રજૂ કરી હતી.

બે દિવસના આ શિબિરમાં પ્રોત્સાહક પ્રતિસાદ સહુએ આપ્યો હતો.
બકુલ ટેલર દ્વારા સ્વાગત, કપિલદેવ શુક્લ દ્વારા આભારવિધિ અને રાજન ભટ્ટે ઔપચારિકતા સંભાળી હતી..

( અહેવાલ– રાજન ભટ્ટ)

ગુજરાતી સાહિત્ય પરિષદ નાટ્ય શિબિર -૨૦૨૬(ગુજરાતી સાહિત્ય પરિષદનો રંગમંચ આપની પ્રતીક્ષા કરે છે.)આગામી સમયમાં ગુજરાતને ઉત્ત...
01/05/2026

ગુજરાતી સાહિત્ય પરિષદ નાટ્ય શિબિર -૨૦૨૬

(ગુજરાતી સાહિત્ય પરિષદનો રંગમંચ આપની પ્રતીક્ષા કરે છે.)

આગામી સમયમાં ગુજરાતને ઉત્તમ રંગકર્મીઓ મળી રહે તેવા હેતુથી ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા તા. 4.5. 2026 થી 14.5.26 સુધી બાળકો માટે અને તા. 7.5. 2026 થી 17.5. 2026 સુધી યુવાનો માટે નાટયશિબિરનું આયોજન થયું છે. બાળ નાટય શિબિરમાં યશ ચંદારાણા અને ધરા ભટ્ટ દ્વારા અભિનય અને નાટકના અન્ય પાસાઓ વિશે તાલીમ અપાશે અને યુવાનો માટેની શિબિરમાં નિસર્ગ ત્રિવેદી, કબીર ઠાકોર, સચિન પરમાર, પ્રતિમ પારેખ અને ધરા ભટ્ટ દ્વારા અભિનય અને નાટકના અન્ય પાસાઓ વિશે તાલીમ અપાશે.

જોડાવા માટેની લિંક નીચે આપેલ છે..
1. બાળ નાટય શિબિર માટે -

https://forms.gle/Qnaxwsu1BpWAoVZ6A

2. યુવાનો માટે-

https://forms.gle/Js7jwAb7wCi4fJ6c9

સ્વાગત છે.

સમીર ભટ્ટ
મહામંત્રી

તા. ૨૯-૦૪-૨૦૨૬ ને બુધવારના રોજ શિશુવિહાર ભાવનગર ખાતે શિશુવિહાર બુધસભા અને ગુજરાતી સાહિત્ય પરિષદના સંયુક્ત ઉપક્રમે બુધસભા...
01/05/2026

તા. ૨૯-૦૪-૨૦૨૬ ને બુધવારના રોજ શિશુવિહાર ભાવનગર ખાતે શિશુવિહાર બુધસભા અને ગુજરાતી સાહિત્ય પરિષદના સંયુક્ત ઉપક્રમે બુધસભાની ૨૩૮૯મી બેઠક કવિસંમેલન સ્વરૂપે યોજવામાં આવી હતી. જેમાં ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી કવિશ્રી મધુસૂદન પટેલ, કવિશ્રી કુણાલ શાહ અને કવિશ્રી વિરલ શુક્લ ઉપસ્થિત રહ્યા હતા. ત્રણેય કવિઓએ અત્યંત રસપ્રદ અને પ્રવાહી શૈલીમાં ગઝલ, ગીત અને અછાંદસ કાવ્યોની પ્રસ્તુતિ કરી હતી. શિશુવિહાર સંસ્થા વતી ડૉ. નાનકભાઈ ભટ્ટે ઉપસ્થિત કવિઓ અને ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતી સાહિત્ય પરિષદના કારોબારી સભ્ય કવિશ્રી દાન વાઘેલા સહિત બહોળી સંખ્યામાં ભાવનગરના કાવ્યરસિકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ જિત ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું હતું.

Address

Ashram Road, Behind Times Of India Building
Ahmedabad
380009

Opening Hours

Monday 11am - 6pm
Tuesday 11am - 6pm
Wednesday 11am - 6pm
Thursday 11am - 6pm
Friday 11am - 6pm
Saturday 11am - 6pm

Telephone

+917926587947

Alerts

Be the first to know and let us send you an email when Gujarati Sahitya Parishad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Gujarati Sahitya Parishad:

Shortcuts

Share