27/08/2026
આજે તા. 27 ઓગષ્ટ, 2026 ના રોજ ગુજરાતી સાહિત્યના લોકસાહિત્યકાર કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીના જન્મ જયંતી નિમિત્તે ગુજરાતી વિભાગમાં વિદ્યાર્થીલક્ષી પ્રવૃતિ યોજાઈ. બી. એ. સેમ 1, 3, અને 5 ની વિદ્યાર્થિનીઓએ કવિ મેઘાણીના કાવ્યોનો કાવ્યપાઠ અને કાવ્યગાન કર્યું. મેઘાણીના જીવન વિશે વિશ્વા પુરાવિયા અને સર્જન વિશે પરમાર પ્રિયંકાએ વાત માંડી. કોલેજના આચાર્યશ્રી ડૉ. હિમ્મત ભાલોડિયા સાહેબે મેઘાણીનો લોકસાહિત્યકાર તરીકે પરિચય આપ્યો તેમજ ડૉ. અર્ચના પંડ્યાએ મેઘાણીની વાર્તાઓનો આસ્વાદ કરાવ્યો. આ પ્રવૃતિનું સંચાલન ડૉ. અર્ચનાબહેને તથા આભારદર્શન ડૉ. વર્ષા પ્રજાપતિએ કર્યું. 💐💐💐💐💐💐💐💐💐💐