16/07/2026
ઘાટલોડિયા ખાતે આવેલી ત્રિપદા હાઇસ્કૂલ દર વર્ષે બાળ રથયાત્રાનું આયોજન કરે છે. સ્કૂલના નાના બાળકોથી લઈને શિક્ષકો, સ્ટાફ અને અન્ય ઉત્સાહી લોકો આ રથયાત્રામાં જોડાય છે. આ રથયાત્રામાં સહભાગી થનારા ભક્તજનો અને રથયાત્રા નિહાળવા આવેલા લોકો માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઠંડા પીણાનો ટ્રસ્ટ દ્વારા કેમ્પ યોજવામાં આવ્યો હતો.
સતત પાંચમા વર્ષે પણ રથયાત્રા માટે ઠંડા પીણાંનો કેમ્પ યોજીને રચનાત્મક ચેરિટેબલ ટ્રસ્ટે તેની પરંપરા જાળવી રાખી છે.
જય જગન્નાથ...