21/05/2026
ધોરણ 12 પછી નવું શું ?
માનવામાં ન આવે તેવી - શિક્ષણમાં ક્રાંતિકારી પહેલ
ગુજરાત યુનિવર્સિટીનો માસ્ટરસ્ટ્રોક : શાશ્વત જ્ઞાન અને આધુનિક ટેકનોલોજીનો સંગમ, શિક્ષણમાં એક નવી ક્રાંતિનો શંખનાદ!
આજના આધુનિકતાના ઝાકઝમાળ પાછળ છુપાયેલા અંધકારમાં આપણું યુવાધન દિશાહીન બનીને પોતાની આંતરિક પવિત્રતા અને ઓજસ ગુમાવી રહ્યું છે. જ્યારે હારી ગયેલું મન વ્યસનોમાં આશરો શોધે અને ચારિત્ર્યના પાયા હચમચી જાય, ત્યારે માત્ર કાગળની ડિગ્રીઓ ભવિષ્યને સુરક્ષિત નથી કરી શકતી. સમય પાકી ગયો છે એક એવા 'ઉઘડતર'નો, જે યુવાનોને માત્ર માહિતીના ભારથી નહીં પણ આત્મજ્ઞાનના તેજથી સજ્જ કરે. ગુજરાત યુનિવર્સિટીનો આ વિશિષ્ટ અભ્યાસક્રમ શિક્ષણના જૂના ચોખઠા તોડીને, વેદાન્તિક દૃષ્ટિ અને આધુનિક લાઈફ મેનેજમેન્ટ દ્વારા એક નૂતન અને અડીખમ પેઢીના નિર્માણનો શંખનાદ છે. આ એક જાગૃતિનું આહ્વાન છે, જેનો ઉદ્દેશ્ય યુવાનોને તેમની સાચી ઓળખ આપી સમાજમાં પુનઃ પ્રતિષ્ઠિત કરવાનો છે.
યુવાધનનું પતન કે નવસર્જન? પવિત્રતાથી પરાભવ તરફ જતી પેઢી માટે લાલબત્તી!
આજે આપણું યુવાધન એક એવા ખતરનાક વળાંક પર ઊભું છે જ્યાં બહાર ચળકાટ છે પણ ભીતર અંધકાર છે. નાની ઉંમરે યુવાનો દિશાહીન બનીને વ્યસનોના રવાડે ચઢી રહ્યા છે, જેના કારણે તેમનું તેજ (નૂર), ચારિત્ર્ય અને આંતરિક પવિત્રતા ખંડિત થઈ રહી છે. આજના શિક્ષણમાં માહિતીનો ભંડાર છે પણ 'આચરણ શૂન્યતા' વર્તાય છે.
"ભણતર એવું જે જીવનમાં કામ આવે, માત્ર કાગળની ડિગ્રી નહીં પણ આચરણમાં તેજ લાવે"
માર્કશીટ એ ચારિત્ર્યની ગેરંટી ખરી ?
જીવનમૂલ્યોની કમી અને સર્જનશીલતાના અભાવે યુવાનો નાની મુશ્કેલીમાં પણ ભાંગી પડે છે અને આત્મઘાતી વિચારો કે ડિપ્રેશનનો શિકાર બને છે. જો આ જ ગતિએ માનસિક અસ્થિરતા, સોશિયલ મીડિયાનું વળગણ, નિર્ણયશક્તિની નબળાઈ અને કૌટુંબિક વિખવાદ વધતા રહેશે, તો આવનારી પેઢી શારીરિક અને માનસિક રીતે પાંગળી બની જશે એવો ભય સેવવો અસ્થાને નથી.
"શિક્ષણ માત્ર માહિતી નથી, પણ જીવન જીવવાનું ભાથું છે"
આ ઘેરા અંધકારમાં આશાનું એક કિરણ એટલે ગુજરાત યુનિવર્સિટીનો Integrated M.Sc. (Vedantic Science and Life Management) કોર્સ. આ કોર્સ માત્ર નોકરી આપનારી ડિગ્રી નથી, પણ યુવાનોના વ્યક્તિત્વને જીવંત કરવાનું એક અભિયાન છે. અહીં 'ઉઘડતર' (નૈસર્ગિક વિકાસ)ના અભિગમ દ્વારા વિદ્યાર્થીની ભીતર રહેલી સુષુપ્ત શક્તિઓને જગાડીને તેને વ્યસનમુક્તિ, ચારિત્ર્ય શુદ્ધિ અને આત્મવિશ્વાસનો પથ બતાવવામાં આવે છે. વેદાન્તિક વિજ્ઞાનના માધ્યમથી યુવાનોમાં એવી નિર્ણયશક્તિ અને વૈજ્ઞાનિક દ્દષ્ટિકોણ વિકસાવવામાં આવે છે કે તેઓ જીવનની કોઈપણ વિકરાળ સમસ્યાનો ઉકેલ સ્વયં શોધી શકે.
"માત્ર ભણતર નહીં પણ 'ગણતર', અહીં થાય છે વ્યક્તિત્વનું સર્વાંગી ઉઘડતર (આંતરિક ક્ષમતાઓનું પ્રગટીકરણ)"
આ કોર્સ એક એવા નૂતન યુવાનનું નિર્માણ કરે છે, *જે આધુનિક ટેકનોલોજીનો સ્વામી હોય પણ સંસ્કારોનો દાસ હોય.* અહીં શીખવવામાં આવતું લાઇફ મેનેજમેન્ટ વિદ્યાર્થીને તણાવમુક્ત જીવતા, સંબંધો સાચવતા અને પ્રકૃતિ સાથે સુમેળ સાધતા શીખવે છે. જીવનના નૂરનું સંવર્ધન કરી પહાડ સામે અડીખમ ઊભા રહેવાની ક્ષમતા કેળવે છે, તો આ શૈક્ષણિક પ્રવાહ સાર્થક જીવન માટે અમૃત સમાન સાબિત થશે.
"ભીડનો હિસ્સો નહીં, પણ ભીડથી અલગ તરી આવે તેવું વ્યક્તિત્વ બનાવે છે આ કોર્સ "
ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગ દ્વારા પ્રસ્તુત ઈન્ટિગ્રેટેડ બી.એસ. અને એમ.એસ. (વેદાન્તિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટ)એ આધુનિક ટેકનોલોજી અને પ્રાચીન ભારતીય જ્ઞાન પરંપરાનો એક અદ્ભૂત સમન્વય છે. NEP 2020 અંતર્ગત તૈયાર કરાયેલો આ બહુવિષયક કોર્સ ધોરણ 12 પાસ કોઈપણ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે, જેની સૌથી મોટી વિશેષતા એ છે કે આ માન્ય કોર્સની સાથે અન્ય ડિગ્રી અભ્યાસક્રમ પણ કરી શકાય છે. ઉપનિષદ્ અને વેદાન્તના પાયા પર રચાયેલો આ અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને સર્જનાત્મકતા, નેતૃત્વ અને સમસ્યા-ઉકેલ જેવા કૌશલ્યોથી સજ્જ કરી એઆઈ (AI) નિષ્ણાત, મેનેજમેન્ટ નિષ્ણાત કે કાઉન્સેલર જેવી બહુઆયામી કારકિર્દી તરફ દોરી જાય છે. માત્ર ₹13,200ની સત્ર ફીમાં ઉપલબ્ધ આ કોર્સમાં ઈન્ટર્નશીપ અને સ્ટાર્ટઅપ જેવી પ્રાયોગિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓના વ્યક્તિત્વનું સાચું ચારિત્ર્ય-નિર્માણ એટલે કે સર્વાંગીણ વિકાસ કરે છે.
"સ્વયંનું મેનેજમેન્ટ શીખવે એ જ સાચું શિક્ષણ"
જીવનલક્ષી અભ્યાસક્રમ માત્ર પુસ્તકો સુધી સીમિત નથી, પરંતુ અહીં 'જીવનને ક્લાસરૂમમાં અને ક્લાસરૂમને જીવનમાં' ઉતારવાનો પ્રાયોગિક અભિગમ અપનાવવામાં આવ્યો છે. અહીં ક્લાસરૂમ એટલે માત્ર વ્યાખ્યાન નહીં, પરંતુ ચર્ચા, સંવાદ અને વૈચારિક વાર્તાલાપનું એક જીવંત મંચ છે, જ્યાં સિદ્ધાંત આધારિત શિક્ષણને પ્રેક્ટિકલ અનુભવો સાથે જોડવામાં આવે છે. આ કોર્સની સૌથી મોટી વિશેષતા 'વિદ્યાર્થી સંચાલિત પ્રવૃત્તિઓ' છે, જેમાં અલગ-અલગ કમિટીઓ દ્વારા વિદ્યાર્થીઓ પોતે જ આયોજન, સંચાલન અને સમીક્ષા કરતા શીખે છે, જે તેમનામાં સાહસિક વૃત્તિ અને આન્ત્રપ્રિન્યોરશિપના બીજ રોપે છે. સાહસિક પ્રવાસો, ફિલ્ડવર્ક અને સંશોધન જેવા કાર્યો દ્વારા વિદ્યાર્થીઓના વ્યક્તિત્વનું સર્વાંગી '360 ડિગ્રી મૂલ્યાંકન' કરવામાં આવે છે, જેમાં માત્ર માર્કસ નહીં પણ તેમના નેતૃત્વ, વ્યવહાર અને આત્મવિશ્વાસને પણ પૂરતું પ્રાધાન્ય આપવામાં આવે છે.
"આવો, ભીતરની સંભાવનાઓને ઓળખીએ અને એક નૂતન ભારતનું નિર્માણ કરીએ"
ધોરણ 12 પાસ (આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ) કરી ચૂકેલા તમામ વિદ્યાર્થીઓ માટે આ એક સુવર્ણ તક છે કે તેઓ પરંપરાગત ચીલાચાલુ અભ્યાસક્રમોથી અલગ હટીને, પોતાની કારકિર્દીને એક નવી ઊંચાઈ અને જીવનને એક નવો ઓપ આપે. જ્યારે પવિત્રતા અને ચારિત્ર્યના પાયા પર શિક્ષણનું નિર્માણ થાય છે, ત્યારે જ સફળતા સ્થાયી બને છે. આવો, ગુજરાત યુનિવર્સિટીના આ વિશિષ્ટ અભ્યાસક્રમ દ્વારા આપણે સૌ સાથે મળીને એક સક્ષમ, ચારિત્ર્યવાન અને અડીખમ પેઢીનું નિર્માણ કરીએ.
આ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે અત્યારે જ GCAS (Gujarat Common Admission Services) પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવો. તમારા સપનાઓને વાસ્તવિકતામાં બદલવા માટે આ માર્ગ ખુલ્લો છે.
વધુ માહિતી અને માર્ગદર્શન માટે સંપર્ક કરો:
ડૉ. અતુલ ઉનાગર
મોબાઈલ : 89054 79781
સ્થાન : સંસ્કૃત વિભાગ, ભાષા-સાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ.