20/04/2026
🩸*અત્યારના આકરા ઉનાળાના ગરમીના દિવસોમાં તેમજ વેકેશન ના માહોલ વચ્ચે રાજકોટ સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમાં તમામ પ્રકારના બ્લડ ગ્રુપની સખ્ત અછત હોય ત્યારે છેલ્લા 6 દિવસમાં શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી મોદી બોર્ડિંગ સ્કૂલ ઈશ્વરીયા ખાતે તેમજ વિન્ડસર મશીન્સ લિમિટેડ દ્વારા ચીભડા ખાતે તેમજ બ્રહ્મદેવ સમાજ રાજકોટ દ્વારા તેમજ ખાસ જ્યોતિ સી.એન.સીના 38માં સ્થાપના દિવસ નિમિત્તે મેટોડા ખાતે મહારક્તદાન કેમ્પ તેમજ શ્રીમોદી સ્કૂલની ત્રણ શાખાઓમાં 38મો મહારક્તદાન કેમ્પમાં માત્ર 6 દિવસમાં ટોટલ્સ 🩸696 🩸બ્લડની બોટલ્સ એકત્રિત કરવામાં આવેલ જેમાં રાજકોટ સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે બ્લડ મળી રહે તેવા શુભ આશયથી 🩸 579 🩸બ્લડની બોટલ્સ રાજકોટ સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓને અર્પણ કરવામાં આવેલ,તેમજ જીવનદીપ બ્લડ બેન્ક🩸 117 🩸બ્લડની બોટલ્સ અર્પણ કરવામાં આવેલ. વિન્ડસર મશીન્સ લિમિટેડ દ્વારા 🩸106🩸 બ્લડની બોટલ્સ એકત્રિત કરવામાં આવેલ. બ્રહ્મદેવ સમાજ રાજકોટ દ્વારા 17 બ્લડની બોટલ્સ એકત્રિત કરવામાં આવેલ.મોદી સ્કૂલની 3 શાખાઓમાં આજે 38મો રક્તદાન કેમ્પમાં તેમજ મોદી બોઁડીગ ઈશ્વરીયા ખાતે 69 બ્લડની બોટલ્સ, આમ મોદી સ્કૂલની ટોટલ 🩸 237 🩸બ્લડની બોટલ્સ એકત્રિત કરવામાં આવેલ.તેમજ ખાસતો જ્યોતિ સી.એન.સીના 38માં સ્થાપના દિવસ નિમિતે 🩸 336 🩸બ્લડની બોટલ્સ એકત્રિત કરવામાં આવેલ.આમ માત્ર 6 દિવસમાં ટોટલ્સ 🩸 696 🩸બ્લડની બોટલ્સ અર્પણ કરવામાં આવેલ*
🩸*આ તકે અમો વિન્ડસર મશીન્સ લિમિટેડના શ્રી હિતેન્દ્રભાઈ પટેલ તેમજ શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલ તેમજ જ્યોતિ સી.એન.સીના શ્રી પરાક્રમસિંહ જાડેજા શ્રી સહદેવસિંહ જાડેજા શ્રી વિક્રમસિંહ રાણા,તેમજ જયોતિ સી.એન.સી પરિવાર દ્વારા છેલ્લાં ઘણા વર્ષોથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે,તેમજ વષઁ દરમ્યાન 3 રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે,તેમજ મોદી સ્કૂલના ચેરમેન ડો.રશ્મિકાંત મોદીસર જેમની પ્રેરણાથી તેમજ માર્ગદર્શન હેઠળ છેલ્લા 11 વર્ષ થયા નિયમિત વર્ષ દરમ્યાન 3 રક્તદાન કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. શ્રી ઘવલભાઈ મોદી,શ્રી આત્મનભાઈ મોદી, અત્યાર સુધી તમામ રક્તદાન કેમ્પોનું આયોજન માત્ર રાજકોટ સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓના લાભાર્થે જ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે, તેમજ બ્રહ્મદેવ સમાજ રાજકોટ ,આ સાથે તમામ ઓર્ગેનાઇઝરશ્રીઓ, ખાસ તો તમામ રક્તદાતાશ્રીઓ તેમજ રાજકોટ મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગના ડોક્ટર્સની ટીમ તેમજ ટેકનીશીયન મિત્રોની ટીમ તેમજ જીવનદીપ બ્લડ બેંક કે જેઓ ખાસ તો થેલેસેમિયા બાળકોને વિનામૂલ્યે બ્લડની ઉપલબ્ધતા કરી આપવામાં અગ્રેસર હોય છે, અમો ખાસ સવેઁના આભારીત અને રૂણી છીએ*.
🩸*એક વ્યક્તિના રક્તદાનથી ત્રણ વ્યક્તિઓને નવું જીવનદાન મળે છે, અને રક્તદાન કરવાથી ઇમ્યુનિટી પાવર તેમજ હાર્ટની ક્ષમતા વધે છે તેમજ કાર્ય કરવાની ક્ષમતા વધે છે, સ્વસ્થ વ્યક્તિએ નિયમિત દર 3 મહિને રક્તદાન કરવું જ જોઈએ, તેમજ નિયમિત રક્તદાન કરતા હોયતો રિસર્ચ થયેલ છે કે કેન્સર જેવા મહારોગો થવાના ચાન્સીસ પણ ઓછા હોય છે,રક્તદાનની સેવાની પ્રવૃત્તિ એ દેશની સર્વોત્તમ પ્રકારની સેવા છે, રક્તદાન સેવાની પ્રવૃત્તિ એ માનવીય એકતાનું એક પ્રતીક છે, તમે કોઈ વ્યક્તિને અમૂલ્ય ભેટ આપવા માગો છો ? નવું જીવનદાનથી અમૂલ્ય ભેટ કઈ હોઈ શકે ? આમ રક્તદાન એ મહાદાન છે*.
🙏🩸🩸🇮🇳🇮🇳🇮🇳🇮🇳🩸🩸🙏