HARF - Housing Apartment Redevelopment Federation

HARF - Housing Apartment Redevelopment Federation We provide free informative support to get dream home through redevelopment of existing society.

03/09/2025

રીડેવલપમેન્ટ એ કોઇપણ ૨૫ વર્ષ જૂની કે જર્જરીત ઇમારતવાળી સોસાયટીની જરૂરિયાત છે. આધુનિક સમયની ડિઝાઇન અને સ્પેસીફિકેશન સાથેનું નવીન મોટું મકાન કાયદાકીય પદ્ધતિ મુજબ મળે તેવું દરેક સોસાયટીના ૭૫% કે તેથી વધુ સભ્યો રહીશો ઈચ્છે છે. વર્તમાનમાં રીડેવલપમેન્ટ બાબતે આવા સંમત સકારાત્મક સભ્યોની સંખ્યા ૯૦% કે ૯૫% સુધી પહોંચી જાય છે. હવે બાકીના ૫% કે ૧૦% સુધીના સભ્યો કેમ તૈયાર થતા નથી તેના અનેક કારણો પોત પોતાના દ્રષ્ટિકોણથી સાચા ખોટા હશે, પણ જ્યારે બહુમત ટકાવારી સંખ્યા આટલી મોટી હોય તો તે પલડું ભારી છે અને તે મુજબ થવું જ જોઈએ. તેમ છતાં બહુમત સંમત સભ્યોની એકતા ના અભાવે અસંમત લઘુતમ સભ્યો સોસાયટીના રીડેવલપમેન્ટ કાર્યમાં અંતરાયો ઊભા કરતા હોય છે અને આવા ઉદાહરણો ભૂતકાળમાં જોયેલા પણ છે.

તાજેતરમાં નારણપુરાના શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલ શાંતિ એપાર્ટમેન્ટ સોસાયટીમાં આવા કેટલાક અસંમત સભ્યોએ પોતાની સોસાયટી બહારના નકારાત્મક લોકોને બોલાવી રીડેવલપમેન્ટ પ્રક્રિયાના મકાન ખાલી કરાવી કબજો લેવાની ગુ.હા.બોર્ડની કલમ ૬૦એ મુજબ ઈવીકશન કાર્યવાહી દરમ્યાન વાંધા વિરોધ કરેલ, બહારથી આવેલા કેટલાક લોકો દ્વારા સોસાયટી સભ્યોને મોબાઇલ કેમેરા રેકોર્ડિંગ કરી કેટલાક કાયદાકીય ભાષા કે શબ્દોના ઉપયોગ થકી બોર્ડના અધિકારીઓ તેમજ પોલીસ ને સરકારી કાર્ય કરવામાં રોડા નાખવાનો અને વિરોધ કરવાનો તેમજ કોર્ટ કેસ કરી આડકતરો તોડ કરવાનો પ્રયોગ ભારે પડી ગયો. સોસાયટીના બહુમત સભ્યો એક થઈ ગયા અને બહારથી આવેલા નકારાત્મક લોકોને પોતાની સોસાયટીમાંથી નીકળી જવા જણાવ્યું, આ દરમ્યાન શાબ્દિક ઘર્ષણ થતા ધક્કા મુક્કી થઈ તે તકનો લાભ લઈ બહારથી આવેલા વ્યક્તિ દ્વારા સ્થાનિક સોસાયટીની બહેનોની છેડતી કરાતા છેવટે હાજર રહેલ અને રોડ પર આવતા જતા બહેનો અને ભાઈઓ દ્વારા તે વ્યક્તિને ધોલાઈ કરી મેથીપાક આપેલ છે તેવું જાણવા મળેલ છે.

સરકારી યોજનામાં સરકારી સંસ્થાઓ, ગુ.હા.બોર્ડ કચેરી, પોલીસ વિભાગ ખૂબ સારી રીતે ફરજ બજાવી કાર્ય સુખરૂપ શાંતિથી પતે તે રીતે કરી રહ્યા હતા, પ્રજા પણ સાથ સહકાર આપી રહી હતી.

આ દરમ્યાન ત્યાં અચાનક બહારથી આવેલા કેટલાક અસામાજિક નકારાત્મક લોકોને પણ બધા ખૂબ ધીરજ સાથે નિયમો કાયદો વગેરે સમજાવતા હતા. પણ જેને કકળાટ જ કરવો છે તેવા તેઓ કંઈ સાંભળવાં કે સમજવા તૈયાર જ નહોતા. બહારથી આવેલ ૪ કે ૫ નેગેટીવ વ્યક્તિઓ સ્થાનિકો અને સિસ્ટમ પર ભારે પડી રહ્યા હતા, તેઓનો હેતુ ન્યુસેન્સ ઊભું કરી કાર્યવાહી રોકાવી કોર્ટે કેસ કરી પોતાની રોટલી શેકવાનો હતો અને તેના માટે સોસાયટીના કોઈ એક અસંમત સભ્યનો ખભો વાપરવાનો હતો તેવું સ્પષ્ટ દેખાતું હતું, તેઓના વર્તનથી સંમત બહુમત સભ્યો તે જાણી ગયા. છેવટે આવા ૩ કે ૪ અસામાજિક તત્વોને પોલીસ વેનમાં બેસાડી સ્ટેશને લઈ જઈ જવાની ફરજ પડી હતી. તેમ છતાં બધાએ રહેમ રાહ રાખી શાંતિ સુલેહ ભંગ અને સરકારી કાર્યવાહીમાં અડચણ ઉભી કરવાની તેમજ સ્ત્રી છેડતી જેવી કાયદાકીય કલમોનો ઉપયોગ કરી ફરિયાદ નોંધાવી નહીં બાકી ભારે પડી જાત આવા લોકોને આંટીઘૂંટી અને નાની બંને યાદ આવી જાત.

એક વાતનો આનંદ છે કે બહુમત સભ્યો એ તેમજ આવતી જતી સમજુ પ્રજાએ પોતાની એકતા અને તાકાત બતાવી અને બહારથી આવેલા નકારાત્મક લોકોનો સામુહિક વિરોધ કર્યો અને યોગ્ય પાઠ ભણાવ્યો તે હિંમત અને કામ સરાહનીય છે. ભવિષ્યમાં આવી એકતા દરેક સોસાયટીના બહુમત સભ્યો બતાવે અને શામ ડેમ દંડ ભેદ બધી રીતે યોગ્ય પાઠ ભણાવે તો આ અસામાજિક તત્વો બીજી સોસાયટીમાં જતા સો વાર વિચારે...!

*સોસાયટીના બહુમત સભ્યો દ્વારા એસોસિએશનને માંગણી કરેલ છે આપણે સહુ સાથે મળીને આ બધા બહારથી આવેલા લોકો અને તેમના સહાયકો વિરુદ્ધ ગુ.હા.બોર્ડ, પોલીસ સ્ટેશન અને સ્થાનિક રાજકીય આગેવાનો ને આવેદન પત્ર આપવામાં આવે કે તેમના રહેઠાણ અને વ્યવસાય જગ્યા જો ગુ.હા. બોર્ડ કોલોનીમાં હોય અને સરકારી જમીન પર દબાણ કરેલ હોય તો અરજી કે ફરિયાદ કરી તેને તાત્કાલિક તોડવામાં આવે, સરકારી કાર્યમાં રુકાવટ અને સામાજિક સુલેહ શાંતિ ભંગ વગેરે કલમો સાથે કાયદાકીય ફરિયાદ કરી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.*

*કાર્યવાહી દિવસના રોજ નિયમ મુજબના કાર્ય અને કારણ બંને હતા, સાક્ષીઓ પણ હતા અને ડિજિટલ એવિડન્સ પણ હતા, હજી સમય ક્યાં વિત્યો છે...! સરકાર સેકશનમાં આવે....*

Address

Ahmedabad

Telephone

+919824444733

Website

Alerts

Be the first to know and let us send you an email when HARF - Housing Apartment Redevelopment Federation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share