Anavil Yuva Pankh Bardoli

Anavil Yuva Pankh Bardoli please like our Page

અનાવિલ યુવા પાંખ બારડોલી ના પ્રમુખ શ્રી સંદિપભાઈ નાયક અને સભ્યો દ્વારા  અનાવિલ સમાજ બારડોલીના ધોરણ ૧૦ તથા ૧૨ ની પરીક્ષા ...
03/27/2022

અનાવિલ યુવા પાંખ બારડોલી ના પ્રમુખ શ્રી સંદિપભાઈ નાયક અને સભ્યો દ્વારા અનાવિલ સમાજ બારડોલીના ધોરણ ૧૦ તથા ૧૨ ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ ને શુભેચ્છા પાઠવવામાં આવી

શ્રી અનાવિલ સમાજ યુવા પાંખ બારડોલી દ્વારા કાયમી પ્રોજેક્ટ એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનુ સતત દશમાં વર્ષે સફળ આયોજન તા.૨...
01/03/2022

શ્રી અનાવિલ સમાજ યુવા પાંખ બારડોલી દ્વારા કાયમી પ્રોજેક્ટ એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનુ સતત દશમાં વર્ષે સફળ આયોજન તા.૨/૦૧/૨૦૨૨ ને રવિવારના રોજ બારડોલી કોલેજ ગ્રાઉન્ડ પર પૂર્ણ થયુ,ક્રિકેટ ટુર્નમેન્ટમાં વિજેતા અને ઉપવિજેતા ટીમને અનાવિલ યુવા પાંખના પ્રમુખ સંદીપભાઈ,અનાવિલ સેવા સમાજના પ્રમુખ દિનેશભાઈ સી.દેસાઈ,બારડોલી સાયન્સ કોલેજના પ્રિન્સીપાલ ડૉ.ભાવિનભાઈ નાયક તથા તાજપોર પોલીટેકનિક કોલેજના પ્રિન્સીપાલ કાર્તિકભાઈ દેસાઈ ના વરદ હસ્તે આપવામાં આવી હતી,
અનાવિલ યુવા પાંખના સભ્ય ભાવેશભાઈ બળવંતભાઈ દેસાઈની વરણી શ્રી દયાળજી કેળવણી મંડળ સુરતના કારોબારી સભ્ય તરીકે થઇ અને અનાવિલ યુવા પાંખના સભ્ય નિલય દેસાઈ ના સુપુત્ર નીલાંશ દેસાઈ એ વેવ બોર્ડ(સ્કેટ બોર્ડ) પર ૮ કલાક અને ૧૧ મિનિટ માં ૫૧ કિલોમીટરનું અંતર કાપી ઇન્ટરનેશનલ વર્લ્ડબુક ઓફ રેકોર્ડમાં સ્થાપીત કર્યો હતો એ બદલ એમનું સન્માન કરવામાં આવ્યું હતું,
આ તબક્કે અનાવિલ મહિલા પાંખના પ્રમુખ શ્રીમતી કૃતિબેન દેસાઈ,NRI વિજયભાઈ દેસાઈ, રાજુભાઈ દેસાઈ,અનાવિલ યુવાનો અને બેહનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

અનાવિલ મિત્રો,આવતીકાલે તા.12/09/2021 ને રવિવારના રોજ રોટરી ક્લબ ઓફ બારડોલી દ્વારા બારડોલીના સામાજિક સંગઠનોના સહયોગથી બ્લ...
09/11/2021

અનાવિલ મિત્રો,

આવતીકાલે તા.12/09/2021 ને રવિવારના રોજ રોટરી ક્લબ ઓફ બારડોલી દ્વારા બારડોલીના સામાજિક સંગઠનોના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને શ્રી અનાવિલ સમાજ યુવા પાંખ,બારડોલી પણ એક સહયોગી સંગઠન હોઇ આપણા સભ્યો દ્વારા મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કરી સહકાર આપવા વિનંતી છે.

સ્થળ.સરદાર સ્મારક હોસ્પિટલ

સમય. સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી

અનાવિલ યુવા પાંખ બારડોલી ના ફેસબુક પેજ એકાઉન્ટ પર જોડાવા નીચેની લીંક પર ફોલો કરશો જી.https://www.facebook.com/anavil.yuv...
06/03/2021

અનાવિલ યુવા પાંખ બારડોલી ના ફેસબુક પેજ એકાઉન્ટ પર જોડાવા નીચેની લીંક પર ફોલો કરશો જી.

https://www.facebook.com/anavil.yuvapankhbardoli/

અનાવિલ મિત્રો,આપ સર્વને અત્યંત દુઃખ સાથે જણાવવાનું કે આપણા અનાવિલ યુવા પાંખના સભ્ય રીંકેશભાઈ મૂળ સરભોણના હાલ કેદારેશ્વર ...
05/28/2021

અનાવિલ મિત્રો,

આપ સર્વને અત્યંત દુઃખ સાથે જણાવવાનું કે આપણા અનાવિલ યુવા પાંખના સભ્ય રીંકેશભાઈ મૂળ સરભોણના હાલ કેદારેશ્વર કોમ્પલેક્ષ બારડોલીનું કોરોનાની ટ્રીટમેન્ટ દરમ્યાન અવસાન થયુ છે,અનાવિલ યુવા પાંખ એમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવે છે,પરમ કૃપાળુ પમાત્મા સદગતની આત્માને ચિર શાંતિ અર્પે અને એમના આકસ્મિક મૃત્યુથી એમના પરિવાર પર આવી પડેલ દુઃખને સહન કરવાની શક્તિ અર્પે એવી પ્રથાના
ગુરૂદેવ દત્તઃ 🙏

સંદિપ નાયક
પ્રમુખ
અનાવિલ સમાજ યુવા પાંખ બારડોલી તથા કારોબારી સભ્યો

શ્રી મગનવાડી કડોદરા,સંજીવની હોસ્પિટલ ચલથાણ,દત્ત આશ્રમ ઉછાલીના ટ્રસ્ટી,તથા બારડોલી પ્રદેશ અનાવિલ સમજના ના ટ્રસ્ટી ઉપપ્રમુ...
05/16/2021

શ્રી મગનવાડી કડોદરા,સંજીવની હોસ્પિટલ ચલથાણ,દત્ત આશ્રમ ઉછાલીના ટ્રસ્ટી,તથા બારડોલી પ્રદેશ અનાવિલ સમજના ના ટ્રસ્ટી ઉપપ્રમુખ માર્ગદર્શક મૃદુભાષી અને આધ્યાત્મિક વડીલ પ્રદેશ નુ ગૌરવ સમાજ નું સંગઠન મજબૂત કરવા માટે પોતાની જાત ખર્ચી નાખનાર દત્ત ઉપાસક શ્રી બળવંતભાઈ નાનુભાઈ દેસાઈ ઉર્ફે મંગુકાકા (સાકી ) ના આકસ્મિક મૃત્યુથી ખૂબ જ દુઃખ ની લાગણી અનુભવીએ છીએ
અનાવિલ યુવા પાંખ બારડોલી માટે એમને એક અલગ જ લગાવ યુવા પાંખ ને હરહંમેશ પ્રોત્સાહન આપનાર દિવ્ય આત્મા ને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે અને પોતાના સ્વજન ગુમાવવાથી એમના પરિવાર પર આવી પડેલ દુઃખ ને સહન કરવાની શક્તિ અર્પે એવી પ્રાર્થના
ગુરુદેવ દત્ત 🙏

સંદિપ નાયક
પ્રમુખ
અનાવિલ સમાજ યુવા પાંખ બારડોલી તથા કારોબારી સભ્યો

ગુજરાત રાજ્ય સંચાલક મંડળના ઉપપ્રમુખ, ભુતપૂર્વ પ્રિન્સિપાલ મહુવા હાઇસ્કૂલ, ડી.બી. હાઈસ્કૂલ પલસાણાના મંત્રી તથા બારડોલી તા...
05/14/2021

ગુજરાત રાજ્ય સંચાલક મંડળના ઉપપ્રમુખ, ભુતપૂર્વ પ્રિન્સિપાલ મહુવા હાઇસ્કૂલ, ડી.બી. હાઈસ્કૂલ પલસાણાના મંત્રી તથા બારડોલી તાલુકા સંચાલક મંડળના કમિટી મેમ્બર,એક વિદ્વાન શિક્ષક,કેળવણીકાર અને અનાવિલ સમાજ બારડોલીનું ગૌરવ અમારા વડીલ અને હંમેશા હસમુખ મૃદુભાષી એવા શ્રી ભીખુભાઈ ડાહ્યાભાઈ દેસાઈના (પલસાણા) દુઃખદ અવસાનથી અમો દુઃખની લાગણી અનુભવીએ છીએ અને એમને શ્રી અનાવિલ સમાજ યુવા પાંખ વતી હૃદયપૂરવક શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને એમના પરિવાર પર એમના સ્વજન ગુમાવવાથી આવી પડેલ દુઃખ સહન કરવાની શકિત અર્પે એજ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાથૅના ગુરૂદેવ દત્ત 🙏

સંદિપ નાયક
પ્રમુખ
અનાવિલ સમાજ યુવા પાંખ બારડોલી તથા કારોબારી સભ્યો

04/24/2021

ફક્ત માસ્ક પહેરો,ડિસ્ટન્સ જાળવો,રસી લો ઘરે જઈ ને નાસ લો, અને બધી ચિંતા ઉપરવાળા પર છોડી દો...

ધાબા પર જઈ એક ઉંડો શ્વાસ લો જુઓ તો ખરા કેટલો બધો ઓક્સિજન છે

તો ક્યાં બાટલા માટે ચિંતા કરવાની જરૂર છે....

ઘર માં બધા સાથે બેસવાની કેટલી બધી જગ્યા છે તો પછી હોસ્પિટલ ની જગ્યા ની ચિંતા કરવાની ક્યાં જરૂર છે....

સમાચાર ચેનલ જોવા કરતા દોસ્તો, ઘરવાળા, સગાંવહાલાં જોડે બેસો અને કહો બધા ને કે ..મેં હું ના....

કઈ નહીં થવા દઉં તમને કોઈ ને....

Think positive

ભગવાને આપણ ને જીવવા મોકલ્યા છે મારવા નહીં તો લોકો માં ભય ના ફેલાવસો.. લોકો ની તાકાત વધારો

ગુરૂદેવ દત્તઃ 🙏

આપણે આનાવિલ સમાજનો ઇતિહાસ જોઈએ તો આઝાદીની ચળવળમાં આપણા સમાજના અનેક વડીલો મહાત્મા ગાંધીના વિચારોથી પ્રભાવિત થઈ જોડાયા હતા...
04/09/2021

આપણે આનાવિલ સમાજનો ઇતિહાસ જોઈએ તો આઝાદીની ચળવળમાં આપણા સમાજના અનેક વડીલો મહાત્મા ગાંધીના વિચારોથી પ્રભાવિત થઈ જોડાયા હતા અને આપણા સમાજના કેટલાય નેતાઓ એ આઝાદીની ચળવળને નેતૃત્વ પણ પુરુ પાડ્યુ હતુ,આપણને આઝાદી મળી ત્યારે સમાજમાં જાતિગત ભેદભાવો અને સમાજિક અસમાનતા ઘણી હતી અને અનેક જ્ઞાતિઓ પોતના મૂળભૂત અધિકારોથી વંચિત હતી અને આવી જ્ઞાતિઓને એમના હક્કો અપાવવા માટે આપણી અનાવિલ જ્ઞાતિના ઘણા આગેવાનોએ એમનું સંપૂર્ણ જીવન સમર્પિત કરી દીધું એવા જ એક પ્રખર ગાંધીવાદી નેતા અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આશ્રમ શાળાઓની સ્થાપના કરી આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને શિક્ષિત કરવામાં જેમનો સિંહફાળો રહ્યો છે એવા હળપતિ સેવાસંધના, બારડોલીના પ્રમુખ સ્વ.શ્રી અરવિંદભાઈ છોટુભાઈ દેસાઈને શ્રી અનાવિલ સમાજ યુવા પાંખ બારડોલી હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે અને એમના પરિવાર પર પોતાના સ્વજનને ગુમાવવાથી આવી પડેલ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે એવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાથના
શ્રી ગુરૂદેવ દત્તઃ 🙏

સંદિપ નાયક
પ્રમુખ
અનાવિલ સમાજ યુવા પાંખ બારડોલી તથા કારોબારી સભ્યો

અનાવિલ મિત્રો,આજરોજ અનાવિલ સમાજ યુવા પાંખ બારડોલી અને રોટરી કલબ ઓફ બારડોલી દ્વારા આયોજીત કોરોના વેકશીનેશન કેમ્પમાં  ૪૪૫ ...
04/03/2021

અનાવિલ મિત્રો,

આજરોજ અનાવિલ સમાજ યુવા પાંખ બારડોલી અને રોટરી કલબ ઓફ બારડોલી દ્વારા આયોજીત કોરોના વેકશીનેશન કેમ્પમાં ૪૪૫ લોકોએ વેકશીનનો લાભ લીધો હતો,એક જ દિવસમાં આરોગ્ય વિભાગની એક જ ટીમ સાથે આટલી મોટી સંખ્યામાં લોકોનું વેકશીનેશન કરી શક્યા એ બદલ આરોગ્ય અધિકારીશ્રી એ અનાવિલ સમાજ યુવા પાંખની કામગીરીને બિરદાવી હતી અને તારીખ ૫ અને ૬ એપ્રિલના રોજ પણ વેકશીનેશન કેમ્પનો બારડોલીના નાગરિકો વધુમાં વધુ લાભ લઇ સમાજને કોરોના મુક્ત કરવામાં સફળતા મળશે એવી આશા વ્યક્ત કરુ છુ

સંદિપ નાયક
પ્રમુખ
અનાવિલ સમાજ યુવા પાંખ બારડોલી તથા કારોબારી સભ્યો

શ્રી અનાવિલ સમાજ યુવા પાંખ, બારડોલી અને રોટરી ક્લબ ઓફ બારડોલી દ્વારા કોરોના મુક્ત સમાજ બનાવવા માટે ૪૫ વર્ષ કે  તેથી ઉપરન...
04/02/2021

શ્રી અનાવિલ સમાજ યુવા પાંખ, બારડોલી અને રોટરી ક્લબ ઓફ બારડોલી દ્વારા કોરોના મુક્ત સમાજ બનાવવા માટે ૪૫ વર્ષ કે તેથી ઉપરના લોકો માટે કોરોના વેકશીનેશન કેમ્પનું આયોજન તા.૩,૫ અને ૬ એપ્રિલ ૨૦૨૧ સમય:- સવારે ૯:૦૦ થી સાંજે ૫:૦૦ કલાક સુધી કરવામાં આવ્યું છે તો સમાજના સર્વ લોકોને કેમ્પનો મહત્તમ લાભ લઇ કોરોના મુક્ત સમાજ બનાવવા માટે વિનંતી કરીએ છીએ

Address

Dallas, TX

Telephone

+19727348186

Website

Alerts

Be the first to know and let us send you an email when Anavil Yuva Pankh Bardoli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Anavil Yuva Pankh Bardoli:

Featured

Share