19/04/2026
વડોદરા સ્થિત The Government Servants Trust for Education & Research, જેની સ્થાપના વર્ષ 2005માં થયેલ છે, એક પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહ્યું છે.
આજ રોજ તા. 19/04ના અખાત્રીજના પાવન અવસરે શ્રી હર્ષદભાઈ અને દક્ષાબેન જોષી દ્વારા 30 જરૂરિયાતમંદ ગંગાસ્વરૂપ બહેનો માટે એક માસ પૂરતું રાશન કીટનું દાન કરવામાં આવ્યું. આ કીટનું વિતરણ ટ્રસ્ટના સ્થાપક પ્રમુખશ્રી પ્રતાપરાવ ભોઈટે, સેક્રેટરી શ્રી હર્ષદભાઈ શાહ તથા ટ્રસ્ટીશ્રી ભરતભાઈ ભટ્ટ, શ્રી સતિષભાઈ રાણા, શ્રી શ્રીકાંત જયસ્વાલ અને સભ્યો શ્રી રાજેશભાઈ પટેલ,ગોપાલભાઈ પંડ્યા, પિયુષભાઈ રાણા, પ્રોફ ઉમેશભાઈ ડાંગરવાલા, અશ્વિનભાઈ શાહ, પ્રવીણભાઈ રાવલ, ગૌતમભાઈ શ્રીમાળી અને રણજિત પઢીયારની ઉપસ્થિતિમાં વિધિવત્ પૂર્ણ કરવામાં આવ્યું.
ટ્રસ્ટ દ્વારા સમાજસેવાના વિવિધ ક્ષેત્રોમાં સતત કામગીરી કરવામાં આવે છે. જેમાં નિઃશુલ્ક સિલાઈ મશીન તાલીમ કોર્સ નિયમિત રીતે ચલાવવામાં આવે છે. તેમજ VMCના દંતેશ્વર UHC ખાતે 50 ટીબી દર્દીઓને પોષણયુક્ત આહાર કીટનું નિયમિત વિતરણ કરવામાં આવે છે.
કાર્યક્રમના અંતે સ્થાપક પ્રમુખશ્રીએ દાતાશ્રીઓનું સન્માન કરીને તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. Ashwin Shah