07/07/2026
⚖️ "Your Voice, Your Rights" – યુવા અવાજ, યુવા અધિકાર 🎤
🌟 JCI Surat Samrat ના Junior Jaycees Wing દ્વારા આયોજિત આ કાર્યક્રમ અમારી સૌથી યાદગાર અને સફળ પહેલોમાંનો એક રહ્યો.
👩💼 Junior Jaycees Wing Chairperson ધ્રુવી નગાણી અને JCI Surat Samrat ની સમગ્ર ટીમના સંયુક્ત પ્રયાસોથી આયોજિત આ કાર્યક્રમમાં Adv. હાર્દિક જીવાણી એ 12 થી 18 વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓના કાયદા સંબંધિત પ્રશ્નોના સરળ અને સ્પષ્ટ જવાબો આપી, પોતાના અધિકારો અને કાનૂની જાગૃતિ અંગે મૂલ્યવાન માર્ગદર્શન આપ્યું. ⚖️📖
🙋♂️🙋♀️ વિદ્યાર્થીઓનો ઉત્સાહ, જિજ્ઞાસા અને નિર્ભયતાથી પૂછાયેલા પ્રશ્નોએ આ કાર્યક્રમને વિશેષ સફળ બનાવ્યો.
🌱 આજના જાગૃત યુવાનો જ આવતીકાલના જવાબદાર નાગરિકો બનશે—એ જ વિશ્વાસ સાથે અમે આવી જ જ્ઞાનવર્ધક પહેલો સતત કરતા રહીશું.
🙏 આ કાર્યક્રમને સફળ બનાવનાર Adv. હાર્દિક જીવાણી સાહેબ, તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ તથા JCI Surat Samrat ની સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર.