04/06/2024
ગુફ્તેગુ કાવ્ય ગોષ્ઠિ
આયોજિત
સત્ત(ર)રંગી મુશાયરો
કોઈ કહેતી,
કોઈ સંભળાવતી,
કોઈ પ્રેમ વરસાવતી,
કોઈ જ્ઞાન પીરસતી,
કોઈ લવારા કરતી,
કોઈ હસાવતી,
કોઈ રડાવતી,
કોઈ યાદોમાં લઈ જતી,
કોઈ સપનામાં જીવાડતી,
કોઈ વર્તમાન બતાવતી,
કોઈ ઈશ્વરને ફરિયાદ કરતી,
કોઈ ઈશ્વરનો આભાર માનતી,
કોઈ જીવનની કળા શીખવતી,
કોઈ મૃત્યુનો ઉત્સવ મનાવતી,
કોઈ આકાશે ઉડતી,
કોઈ પાતાળમાં લઈ જતી,
(અને અંતમાં કહું તો)
સૌની સૌને જીવાડતી.
સત્તર રંગના અલગ અલગ મિજાજની કવિતા સાંભળવા આપને હ્રુદય પૂર્વક આમંત્રણ પાઠવે છે.
૮/૬/૨૦૨૪ રાત્રે ૮:૪૫ કલાકે
સંસ્કાર ભારતી વિદ્યાલય, પાલનપુર પાટિયા, સુરત.
આવો છો ને???