17/05/2025
ઉચ્ચ અભ્યાસ તથા નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવી ફરજિયાત બનતી જાય છે. દરેકને પરીક્ષાની તૈયારી કરવા માટે ઘરમાં એકાગ્રતાથી વાંચી શકે તેવી સગવડ અને વાતાવરણ મળતું નથી. આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી ખલેલ વગર કરી શકાય અને સમયાંતરે વ્યવસાયિક માર્ગદર્શન મળી શકે તેવા હેતુ થી તારીખ. ૧૬.૦૫.૨૦૨૫ ના રોજથી અંજલિ દ્વારા રણાસણ ગામમાં "અભ્યાસ કેન્દ્ર" ( Reading Library) ની શરૂઆત કરવામાં આવી છે. જેમાં બહેનો અને ભાઈઓ માટે શાંતિથી વાંચી શકે તથા રેફરન્સ બુક્સ પણ મળી રહે તેવી પાયાની સગવડ ધરાવતી સુવિધા કોઈ પણ ફી લીધા વગર આપવામાં આવશે. શિસ્ત જાળવવા માટે ફક્ત ડિપોઝિટ લેવામાં આવશે.
Competitive exams are becoming mandatory for higher studies and jobs. Not everyone gets the facility and environment to read with concentration at home to prepare for the exams. With an objective of providing quite, comfortable and well-lit study place to foster focused reading and provide professional guidance time to time, Anjali has started “Abhays Kendra”, a Reading Library, in Ranasan from 16.05.2025. In which students preparing for competitive exams will get a place to study and reference books without any fee. Only a deposit will be taken to maintain discipline.