30/11/2025
'સંવેદના ટ્રસ્ટ ' વિરમપુર દ્વારા આયોજિત માસિક મેડીકલ કેમ્પ તારીખ 29/11/25 શનિવારના રોજ સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્ર,વિરમપુર ખાતે યોજાઈ ગયો.
કેમ્પમાં OPD માં કુલ 445જેટલા આદિવાસી અને ગરીબ દર્દીઓનુ નિદાન કરી દવા સહિતની નિ:શુલ્ક સારવાર આપવામાં આવી હતી.
નિયમિત રીતે યોજાતા અમારા આ કેમ્પમાં તપાસ કરી જુદા તારવેલા આંખના 55 સર્જીકલના 42, ગાયનેકના 2 મળી કુલ 99 જેટલા ઓપરેટીવ દર્દીઓને તદ્દન નિ:શુલ્ક ધોરણે વિસનગર 'જ્યોતિ હોસ્પિટલ,'સાંકળચંદ.કે.પટેલ મેડીકલ કોલેજ' અને જીવનયોગ હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવશે.
આજના આ કેમ્પમાં ઉત્તર ગુજરાતના વીતેલા જમાનાના પ્રજા વત્સલ દિગ્ગજ કર્મવીર લોક સેવક શ્રી સાકળચંદભાઈ કાળીદાસ પટેલ ના ૩૯ માં નિર્વાણ દિન નિમિત્તે તેમના પૌત્ર અને એસ.કે. યુનિવર્સિટી, વીસનગરના પ્રમુખશ્રી પ્રકાશભાઈ પટેલ તરફથી કેમ્પમાં આવેલ તમામ દર્દીઓને મીઠાઇ -ફરસાણનો અલ્પાહાર આપવામાં આવ્યો હતો.
આજના કેમ્પમાં 'જ્યોતિ હોસ્પિટલ'ના પ્રમુખશ્રી ડોક્ટર મિહિરભાઈ જોશી સાહેબ, ટ્રસ્ટી શ્રી આદરણીય રમણદાદા, વિતાનભાઈજોશી ,'સંવેદના ટ્રસ્ટ'ના ટ્રસ્ટી આદરણીય હસમુખદાદા અને ડો.મંદાબહેન , 'એસ.કે.નૂતન હોસ્પિટલ' વિસનગરના ટ્રસ્ટીશ્રી આદરણીય અમૃતભાઈ, તેમજ વસંતભાઈ લીમ્બાચીયા ડિસ્ટ્રિક્ટ સુપરવાઈઝર, ડિસ્ટ્રિક્ટ એઇડ્સ પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ યુનિટ આરોગ્ય શાખા, હાજર રહ્યા હતા.
વીસનગરની આ ત્રણેય સેવાભાવી સંસ્થાઓના વડાઓ તેમજ તેમના તબીબો,દાતાઓ અને સંચાલકો દ્વારા આ માનવીય કાર્યમાં નિસ્બતપૂર્વક ઓપરેશન સહિતની તમામે તમામ સગવડો તદ્દન નિ:શલ્ક ધોરણે પૂરી પાડવા બદલ આદિવાસી પ્રજા વતી સંવેદના પરિવારના સૌને આભાર સહ વંદન .🙏🙏🙏