05/01/2025
મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ અને નીલકંઠ સ્કૂલ ના બાળકો દ્વારા રવાપર રોડ પર લોકો ને સ્વચ્છતા જાળવવા જાગૃત કરાયા
આજ રોજ રવિવાર એ જ્યારે મોરબી ને મહાનગર જાહેર કરાયું ત્યારે મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા નીલકંઠ સ્કૂલ થી સ્વાગત ચોકડી સુધી સ્વચ્છતા જાગૃતિ અભિયાન ચલાવાયું. જેમાં સ્કૂલ ના બાળકો અને સભ્યો દ્વારા દુકાને દુકાને જઈ કાપડ થી થેલી આપી પ્લાસ્ટિક નો ઉપયોગ ના કરવાની સમજ આપવામાં આવી.
અને અંદાજે રવાપર રોડ ની ૩૦૦ દુકાન ધારકો ને કચરા પેટી રાખવા અને કચરો પેટી માં જ નાખવાની સમજ આપવામાં આવી. અને વિના મૂલ્યે ૩૦૦ કાપડ ની બેગ વિતરણ કરવામાં આવી.
જ્યારે હવે મોરબી મહાનગર બન્યું છે ત્યારે મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા આવનારા દિવસો માં અભિયાન ને વધુ વેગવાન બનાવવા માં આવશે. અને વધુ ને વધુ કાપડ ની બેગ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે.
#મોરબી