JIH-Modasa

JIH-Modasa JIH is an Indian socio-religious Organization. Islam is the ideology of the Jamaat-e-Islami Hind. It’s guiding principle is that Islam is a complete way of life.

રુજુઅ ઈલલ કુર્આન અભિયાન અંતર્ગત મોડાસાના વિવિધ જાહેર સ્થળોએ કોર્નર મીટીંગ દ્વારા 'પલટો કુર્આન તરફ' સંદેશને બહોળા વર્ગ સુ...
18/10/2022

રુજુઅ ઈલલ કુર્આન અભિયાન અંતર્ગત મોડાસાના વિવિધ જાહેર સ્થળોએ કોર્નર મીટીંગ દ્વારા 'પલટો કુર્આન તરફ' સંદેશને બહોળા વર્ગ સુધી પહોંચાડવાના પ્રયત્નો કરવામાં આવ્યા. સાથે જ મોટા પ્રમાણમાં ફોલ્ડર્સનું વિતરણ કરવામાં આવ્યું.

રુજુઅ ઇલલ કુર્આન અભિયાન અંતર્ગત JIH મોડાસા મહિલા વિભાગ દ્વારા તરબિયતી ઇજતેમાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 25 જેટલી બેહ...
17/10/2022

રુજુઅ ઇલલ કુર્આન અભિયાન અંતર્ગત JIH મોડાસા મહિલા વિભાગ દ્વારા તરબિયતી ઇજતેમાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 25 જેટલી બેહનોએ કુર્આનની કેટલીક આયાતો કે નાની સુરહ ની સમજૂતી પ્રસ્તુત કરી. કુરઆનના દર્સ આપવાની સલાહિયત વિકસાવવા માટે આયોજિત આ કાર્યક્રમ તેના ઉદ્દેશ્ય સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયો.

JIH Modasa Quran quiz competition at roadside under the campaign of   'પલટો કુર્આન તરફ'
16/10/2022

JIH Modasa Quran quiz competition at roadside under the campaign of
'પલટો કુર્આન તરફ'

Media coverage of Independence Day Celebration Programs  #આઝાદીનું_પર્વ_સદ્ભાવનાનું_પર્વ
17/08/2021

Media coverage of Independence Day Celebration Programs #આઝાદીનું_પર્વ_સદ્ભાવનાનું_પર્વ

જમાત એ ઇસ્લામી હિન્દ, મોડાસા દ્વારા આજના સ્વાતંત્ર્ય દિવસને સદભાવના પર્વ તરીકે ઉજવવામાં આવ્યો. જે સંદર્ભે વિવિધ પ્રકારના...
15/08/2021

જમાત એ ઇસ્લામી હિન્દ, મોડાસા દ્વારા આજના સ્વાતંત્ર્ય દિવસને સદભાવના પર્વ તરીકે ઉજવવામાં આવ્યો. જે સંદર્ભે વિવિધ પ્રકારના કાર્યક્રમો રાખવામાં આવ્યા. બંધુત્વ અને ભાઈચારા તથા વડવાઓના બલિદાનને યાદ રાખી દેશને મજબૂત બનાવવાના સંદેશ સાથે વિવિધ જગ્યાએ મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા. સરસ્વતી હાઈસ્કૂલ, મખદૂમ હાઈસ્કૂલ તેમજ રેડિયન્સ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ જેવી વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓને અલ્પાહાર સાથે સ્વાતંત્ર્ય અને સદભાવનાના સંદેશ આપતા ગિફ્ટ કાર્ડ વહેંચવામાં આવ્યા. જમાતના કાર્યકરો દ્વારા ન્યૂઝ પેપર આર્ટીકલ્સ અને સોશ્યલ મીડીયા પોસ્ટર્સ દ્વારા આઝાદીના સંગર્ષમાં કોમી ભાઇચારાના ઇતિહાસને ઉજાગર કરી સદ્દભાવનાના સંદેશને વહેતા કરવામાં આવ્યા. આ ઉપરાંત અભિયાનના મુખ્ય કાર્યક્રમ તરીકે વિવિધ સમાજના લોકો સાથે પુરુષો અને સ્ત્રીઓના નાના નાના સ્નેહમિલન અને ચર્ચા ગોષ્ઠિના કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું. સ્વતંત્રતા દિવસની આગલી સાંજે જમાતના મહિલા કાર્યકરોએ હિંદુ-મુસ્લીમ મહિલા સામાજિક કાર્યકરો સાથે સદ્દભાવના મીટીંગનું આયોજન કર્યું. જ્યારે સ્વતંત્રતા દિવસની સાંજે ઇકરા લાઇબ્રેરી ઉપર વિવિધ સમાજના અગ્રણીઓ, સામાજિક કાર્યકરો અને શિક્ષણવિદોને સ્નેહમિલન માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં ૩૫-૪૦ જેટલા આગેવાનોએ ચર્ચાગોષ્ઠીમાં ભાગ લીધો. જેના ફળસ્વરૂપે વિવિધ સમાજોનો સમન્વય કેળવાય તે હેતુથી મોડાસા સ્તરના સદ્દભાવના ફોરમની રચના કરવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો.
દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે પરસ્પર સહયોગ, સહકાર અને પ્રેમ ની ભાવના થકી સૌં સુખમય શાંતિપૂર્ણ સમાજ ની રચનામાં ભાગીદાર થાય તેવા નેક હેતુ થી કરવામાં આવેલ આં આયોજન ને બધા સમાજ તરફ થી ખૂબ સુંદર પ્રતિસાદ મળ્યો.
#આઝાદીનું_પર્વ_સદ્ભાવનાનું_પર્વ

જમાતે ઇસ્લામી હિંદ - મોડાસા સર્વે દેશવાસીઓને સ્વતંત્રતા દિનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે..! #આઝાદીનું_પર્વ_સદ્ભાવનાનું_પ...
14/08/2021

જમાતે ઇસ્લામી હિંદ - મોડાસા સર્વે દેશવાસીઓને સ્વતંત્રતા દિનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે..!
#આઝાદીનું_પર્વ_સદ્ભાવનાનું_પર્વ 🇮🇳

Two days Tarbiyati Ijtema organised by JIH Modasa for it’s cadres. It consisted of various lectures, interactive session...
25/07/2021

Two days Tarbiyati Ijtema organised by JIH Modasa for it’s cadres. It consisted of various lectures, interactive session, group activities, Quran study etc. The cadres were guided by leaders namely Jb.M.Shafi Madni sb (National Secretary,JIH), Jb.Shakilahmed Rajput sb (President,JIH-Guj), Dr.Salim Patiwala sb (Dawah Sec, JIH-Guj), Dr Iftikhar Malik Sb (President,JIH-Modasa) as well as other local senior Arkan of JIH.
Prog was attended by large number of cadre with enthusiasm and involvement. The whole prog was very well organised by Jb.Abu Bakr Sheth sb and Jb. M.Salim Bandi.

JIH Modasa organised special guest lecture on Messages from the Life of Prophet Ibrahim (A.S.) which was presented by Jb...
16/07/2021

JIH Modasa organised special guest lecture on Messages from the Life of Prophet Ibrahim (A.S.) which was presented by Jb. Shafi Madni Sheth Sahab (National Secretary, JIH).

 #ગૃહઉદ્યોગ_પ્રોત્સાહન જમાતે ઇસ્લામી હિન્દ મોડાસા દ્વારા મુસ્લિમ મહિલાઓ ના સશક્તિકરણ માટે શરૂ કરેલ હસ્તકળાના પ્રશિક્ષણના...
14/07/2021

#ગૃહઉદ્યોગ_પ્રોત્સાહન

જમાતે ઇસ્લામી હિન્દ મોડાસા દ્વારા મુસ્લિમ મહિલાઓ ના સશક્તિકરણ માટે શરૂ કરેલ હસ્તકળાના પ્રશિક્ષણના ૬ દિવસ પૂર્ણ થતાં અલ્લાહના ફઝલો કરમથી ખૂબ સારી પ્રગતિ થયેલ છે. આવેલ ૧૦ બહેનોએ ખુબજ ટુંક સમયમાં ઘણું બધું શીખી લીધુ છે. આવતા ૭ દિવસમાં ઈંશાઅલ્લાહ તેમનું મૂળભૂત પ્રશિક્ષણ પૂરું થશે. ત્યારબાદ તેમને મેળવેલ પ્રશિક્ષણના આધારે તેમને યોગ્ય કામ આપી તેમના દ્વારા તૈયાર થતી વસ્તુઓના વેચાણ માટે યોગ્ય બજાર મળી રહે તે માટેનું આયોજન પણ ખૂબ મહત્વનું છે. અલ્લાહ થી દુઆ કરીએ કે એક નેક મકસદ માટે શરૂ કરેલ આં કાર્યને ખૂબ પ્રગતિ આપે...આમીન.
આ કાર્યમાં બહેન સાજીયાં શેઠ દ્વારા કરવામાં આવેલ નિખાલસ મહેનતને અલ્લાહ કબૂલ કરે અને દુનિયા આખેરતમાં તેમને ખૂબ મોટો બદલો આપે...આમીન.

તારીખ 7/7/2021 બુધવારના દિવસે જમાતે ઇસ્લામી હિન્દ ગુજરાતના દસ દિવસીય દાવતી અભિયાનના ભાગરૂપે જમાતે ઇસ્લામી હિન્દ-મોડાસા ન...
08/07/2021

તારીખ 7/7/2021 બુધવારના દિવસે જમાતે ઇસ્લામી હિન્દ ગુજરાતના દસ દિવસીય દાવતી અભિયાનના ભાગરૂપે જમાતે ઇસ્લામી હિન્દ-મોડાસા ના મહિલા વિભાગના હબિબા શેઠ અને શાહેદા પટીવાલા એ ઇશરત બેન સૈયદ (ટીચર)ની મુલાકાત કરી વાતચીત કરી folders આપ્યાં.
જાહેદા બાનું શેઠ, ઝીનતબાનું મલેક અને સાદેકા સૈયદે કમરજહાં (વકીલ)ની મુલાકાત કરી વાતચીત કરી folders આપ્યા.
તથા ચાંદન બેન, સોનલબેન અને મીનાબેન ની મુલાકાત કરી ઇસ્લામ વિષે વાતચીત કરી અને folders આપ્યાં.

 #ગૃહઉદ્યોગ_પ્રોત્સાહન #મહિલા_સશક્તિકરણઆજરોજ તારીખ ૦૭/૦૭/૨૦૨૧ ના બુધવાર ના રોજ જમાતે ઇસ્લામી હિન્દ-મોડાસા દ્વારા મુસ્લિમ...
07/07/2021

#ગૃહઉદ્યોગ_પ્રોત્સાહન
#મહિલા_સશક્તિકરણ
આજરોજ તારીખ ૦૭/૦૭/૨૦૨૧ ના બુધવાર ના રોજ જમાતે ઇસ્લામી હિન્દ-મોડાસા દ્વારા મુસ્લિમ મહિલાઓના સશક્તિકરણ માટેના એક પ્રોજેક્ટના અનુસંધાને મીટીંગ ઇકરા રેફરેન્સ લાઇબ્રેરી ખાતે રાખવામાં આવી. આ મીટીંગમાં ૧૦ બહેનો માટે પ્રથમ ચરણમાં #હસ્તકળા આધારિત બનાવટો માટે ટ્રેનિંગ આપવાનું આયોજન કરવામાં આવ્યું. આ મીટીંગમાં અમીરે મુકામી ડૉ ઇફ્તેખાર મલેક, જનાબ સરદાર મકરાણી અને મહિલા વિભાગના મોહતરમા બતુલ મલેક અને મોહતરમા સાજિયાએ હાજર રહી પ્રોજેક્ટ વિશેની સમજૂતી આપી. ટ્રેનિંગ માટે જમાતે ઇસ્લામી મહિલા વિભાગના બહેન સાજીયા પોતાની સેવાઓ આપશે. આ ઉપરાંત બહેનોમાં સામજિક જાગૃતિ અને જવાબદારી, ધંધા રોજગાર વિશેની સામાન્ય સમજ, બચત ની વૃત્તિ અને સમયના વ્યવસ્થિત ઉપયોગનું આયોજન ની વિવિધ આવડતો નો વિકાસ થાય તે વિશે પણ વિશેષ ધ્યાન આપવામાં આવશે તેવું નક્કી થયું.

અલ્લાહથી દુઆ છે કે આ નાનું સાહસ લોકભાગીદારી થકી ભવિષ્યમાં ખુબ વિકાસ પામે અને નવા સોપાન સર કરે.
સમાજ ની બહેનોના હુનર અને મહેનતને યોગ્ય દિશા મળે અને સમાજમાં હલાલ રીતે આર્થિક સશક્તિકરણનું એક નવીન સ્વરૂપ વિકાસ પામે તે માટે દુઆ કરશો.

Address

Iqra Reference Library
Modasa
383315

Alerts

Be the first to know and let us send you an email when JIH-Modasa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share